________________
[ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૪૦ સાથે રહેવાનું એ કારણ છે કે વર્ષાઋતુમાં કોઈને બીમારી વિગેરે થાય તે બીજા સાધુઓ સહાયમાં આવી શકે નહિ ત્યારે તેઓને અલ્પસહાયતાનું નિમિત્ત ન થાય. એ કારણે અસમાપ્ત કલ્પવાળા અને અજાતકલ્પવાળા સાધુઓને ઉત્સર્ગમાર્ગે તેઓ જ્યાં રહે તે ક્ષેત્ર કે ત્યાંથી પ્રાપ્ત થએલું શિષ્ય-આહાર-પાણ–વસ્ત્ર-પાત્ર વિગેરે કંઈ પણ શાસ્ત્ર પ્રસિદ્ધ વ્યવહારથી “આભાવ્ય”
એટલે તેમની માલિકીનું થતું નથી. (અર્થાત અગીતાર્થ અને અપૂર્ણ સંખ્યાવાળા સાધુઓ વિચરે ત્યાંથી તેમને મળેલી વસ્તુઓમાં કે ક્ષેત્રમાં તેઓને અધિકાર મનાતે નથી). અધિકાર કોને કેવી રીતે મનાય ? તે કહે છે કે–
"हवइ समत्ते कप्पे, कयम्मि अन्नोन्नसंगयाणपि ।
गीअजुआणाभव्यं, जहसंगारं दुवेण्डंपि ॥" पञ्चवस्तु० १३३१॥ વ્યાખ્યા-ભિન્ન ભિન્ન કુળ, ગણ વિગેરેના અસાંગિક સાધુઓ પણ પરસ્પર ગીતાર્થ સહિત મળે ત્યારે તેઓને જે જે શિષ્ય, વસ્ત્ર, પાત્ર, આહાર, વિગેરે મળે તે તેઓએ કરેલા સંકેત પ્રમાણે ગીતાર્થની કે અગીતાર્થની માલિકીનું થાય (ગણાય).૧૦૦
૩૦૬-ગીતાર્થ ગુરૂ સાથે ન હોય તે સાધુને સમૂહ મે ટ હોય તે પણ અજાત એટલે સેનાપતિ વિનાની સેના જેવો અકિચિતકર ગણાય, તેઓ મહિના સુભટરૂપ કામ ધ્રોધાદિ અન્તરંગ શત્રુઓને પરાજય કરી શકે નહિ, માટે ગીતાર્થ યુક્ત વિહાર જોઇએ. ગીતાર્થ સાથે છતાં સાધુસમૂહ અ૯૫ હાથ તે પણ સેના વિનાના સેનાપતિની જેમ તે અંતરંગ શત્રુઓને જીતી શકે નહિ, માટે ઉપર કહ્યા પ્રમાણે વર્ષાકાળમાં ઓછામાં ઓછા સાતની અને શેષકાળમાં પાંચની સંખ્યામાં સાથે વિચારવું જોઈએ. કારણ કે એાછા હોય તે આહારદિ લેવા માટે, Úડિલ ભૂમિએ જવાના પ્રસંગે, કે અન્ય કાર્ય પ્રસંગે બહાર જતાં એકલા સાધુને જવું પડે, બે બે સાથે જતાં ઉપાશ્રયમાં કેઈ ન રહે, ગીતાર્થ છતાં ગુરૂને ઉપાશ્રયમાં એકલા રહેવું પડે, એકલાને સ્ત્રી આદિને, કે પ્રત્યેનીકોને વિગેરે ભય રહે, ઉપાધિ (વસ્ત્ર-પાત્ર) વિગેરેને કઈ ચેર વિગેરે ચરી જાય અને કેઈ સાધુ બીમાર પડે તે વૈયાવચ્ચાદિ થઈ શકે નહિ, ઈત્યાદિ અનેક વિદનો આવે. એ કારણે સમાપ્તક૯૫થી વિચારવું જોઈએ. સાધ્વીને તે સામાન્યતયા પણ સંયમની રક્ષા દુષ્કર હોવાથી સાધુ કરતાં દ્વિગુણ સંખ્યાથી વિચરવું જોઈએ. એમ અહીં જણાવેલી જાત અને સમાપ્ત કલ્પની વ્યવસ્થા સંયમની રક્ષા માટે અતિ ઉપયોગી હોવાથી અમાથીએ તેનું પાલન કરવું તે ઘણું હિતાવહ છે. એથી જિનાજ્ઞાનું પાલન થાય છે અને શાસનની પ્રભાવના વિગેરે વિશિષ્ટ લાભ પણ થાય છે.
૩૦–ક૯૫ એટલે વ્યવસ્થા, તેના બે પ્રકારો છે ૧-જાત, અને ૨-અજાત. તેમાં જે સાધુવર્ગના નાયક ગીતાર્થ હોય તે જાતક૯૫ અને અગીતાર્થની નિશ્રાવાળા સાધુસમૂહ અજાતક૯પ સમજ. એ બેના પણ સમાપ્ત અને અસમાપ્ત એમ બે બે ભેદ છે, તેમાં ઋતુબદ્ધકાળમાં ઓછામાં ઓછા પાંચ અને ચેમાસામાં સાત સાધુઓ સાથે રહે તે સમાપ્ત અને એથી ઓછા સાધુઓની સંખ્યાવાળા અસમાપ્તક૬૫ સમજ. અહીં કહેવાનો આશય એ છે કે જે જાતક૯૫ અને સમાપ્તકલ્પ હોય તેને તો શિષ્ય, વસ્ત્ર, પાત્રાદિ જે મળે તે તેનું ગણાય, પણ જે સમાપ્ત ન હોય તેવા ભિન્ન ભિન્ન કુળ-ગણના સાધુઓ કેાઈ ક્ષેત્રમાં ભેગા થાય ત્યાં શિષ્ય-વસ્ત્ર-પત્રાદિ મળે તે કોનું ગણાય ? તેની વ્યવસ્થા છે કે ભિન્ન ભિન્ન કુળ-ગણુ વિગેરેના પણ થેડા થોડા સાધુઓ ભેગા મળતાં સમાપ્તકલ્પ થાય અને તે બન્નેના નાયક ગીતાથ હોવાથી જાતક૯૫ હોય ત્યારે તે તે ગીતાર્થો પિતે દ્રશ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિગેરેના જ્ઞાતા હેવાથી પરસ્પર સંકેત કરે તે પ્રમાણે આભાવ્ય ગણાય, બે સમૂહમાં એકના નાયક ગીતાર્થ અને બીજાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org