SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ [૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૩૮ વિહાર (જિનકલ્પ વિગેરે એકાકીપણું, અથવા અભ્યતમરણ(અનશન) કરવા ઈચ્છે ત્યારે જે બીજે કેઈ તે જ ગચ્છને સાધુ ગચ્છાધિપતિપદ માટે યોગ્ય હોય તે તેને ગચ્છાધિપતિ બનાવી (અન્ય ગચ્છીયને તજી) દેવે, પણ બીજે યોગ્ય સાધુ ન હોય તે ગીતાર્થ–સ્થવિરેએ જે ઉઘતવિહાર કે અનશન કરવા ઈચ્છતે હોય તેને કહેવું કે “બીજાને ગીતાર્થ બનાવતાં સુધી તમે ગચ્છાધિપતિ પદનું પાલન કરે, બીજે ગ્ય તૈયાર થયા પછી તમને જેમ યોગ્ય લાગે તેમ કરજે” એમ પ્રાર્થના કરીને તેને જ આચાર્ય બનાવ. એ રીતે તે ગણધરપદને સ્વીકારીને કેઈ એકને ગ્ય બનાવે, જે પાછળથી તેને ચિત્તમાં એમ સમજાય કે “અભ્યતવિહારની અપેક્ષાએ પણ ગચ્છનું પાલન કરવું તે મોટી નિજેરાનું કારણ છે, માટે હું જ ગચ્છને સંભાળું” તે ગીતાર્થો તેને કહે કે હવે “ગણધર પદને છેડો ત્યારે તે કહે કે-છેડીશ નહિ, હું જ ગરછને પાલન કરવા ઈચ્છું છું' એવા પ્રસંગે ક્ષોભ પામીને જે બીજાઓ એમ કહે કે “તને (અગ્યને) અચાર્યપદ ખોટું આપ્યું, તને તારું આચાર્યપદ ભલે રૂછ્યું પણ અમને રુચતું નથી તે તેઓને “ચતુર્ગુરૂ પ્રાયશ્ચિત્ત આવે તથા તેઓ પૂર્ણ–ચોગ્ય ન થયેલાને આચાર્ય પદ આપે તો તેનું પણ તેટલું જ પ્રાયશ્ચિત્ત આવે, એમ સમજવું. એટલું જ નહિ, એ અગીતાર્થ આચાર્યની ગચ્છના સાધુઓ ભવિષ્યમાં સેવા કરશે તેટલું તેને પ્રાયશ્ચિત્ત વધારે સમજવું. હા, પૂર્ણ—ાગ્ય થયા પછી તેને આચાર્ય પદ આપતાં છેદ, પરિહાર, અથવા સપ્તરાત્રતપ, એકે ય પ્રાયશ્ચિત્ત લાગે નહિ. વળી ગચ્છના જે સાધુઓ (પૂર્વે જણાવ્યા પ્રમાણે જેને ઈત્વરિક આચાર્યપદ આપ્યું હોય તે) પિતાના ગચ્છના અથવા ઉપસર્પદા લઈને રહેલા અન્યગછીય સાધુને આચાર્ય બનાવ્યા પછી કલ્પને અનુસારે (સ્વસ્થ મર્યાદા પ્રમાણે) વન્દન વિગેરેથી તેને વિનયાદિ કરે નહિ તેઓને પણ યથાયેગ્ય છેદ, પરિહાર અથવા સસરાત્રને તપ, ઈત્યાદિ પ્રાયશ્ચિત્ત લાગે. એમ અહીં સંક્ષેપથી કહ્યું. પ્રશ્ન-ગુરૂએ આચાર્યપદ આપવાની આજ્ઞા કરી હોય છતાં ગીતાર્થે તેને છીનવી લે (આચાર્યપદ ન આપે), તે ગુરૂની આજ્ઞાને ભંગ થાય તેનું શું ? ઉત્તર–ત્યાં સમજવું કે-એમ નથી, વસ્તુતઃ પ્રસ્તુત વિષયમાં આજ્ઞાનું પાલન માત્ર શાબ્દિક સમજવાનું નથી, પણ ભાવરૂપે (આશયને અનુસરીને) સમજવાનું છે, ગુરૂએ પણ (ગ૭ની રક્ષાના) ભાવથી (આશયથી) આચાર્ય પદ આપ્યું (હેય છે કે આપવાનું સૂચવ્યું) હોય છે, માટે જે તે પ્રમાણે ગરછની રક્ષા ન થાય તે ત્યાં ગુરૂની આજ્ઞાને જ અભાવ સમજો. એટલું જ નહિ, અયોગ્ય ત્યાગ કરે તે નિશ્ચયથી ગુરૂની આજ્ઞાનું પાલન જ છે, ઉલટું અસવ્યવહાર કરવા છતાં પદને છીનવી ન લે તે (સ્થવિરેએ) ગુરૂની આજ્ઞાને ભંગ કર્યો ગણાય. વળી એ પણ વિચારવું જોઈએ કે) મહાનિશિથમાં કુગુરૂને સંધ બહાર કરવાનું કહ્યું છે તે પણ પદવીના અપહરણ વિના કેમ ઘટે? માટે ગુરૂની અને શ્રીજિનેશ્વરભગવાનની આ એક જ આજ્ઞા છે, એમ નક્કી થયું. કુગુરૂને સંઘ બહાર કરવાને પણ આલા (શાસ્ત્રપાઠ) હમણાં જ પ્રગટ કહેવાશે. શુદ્ધ ગીતાર્થ તેને જાણ કે કોઈ કાર્ય આવી પડે ત્યારે જે માયાવી, મૃષાવાદી, અશુચિ (આહારાદિને અર્થે અસદાચારી) અને પાપકૃતને (તિષાદિ નિમિત્તેને) પ્રરૂપક (આશ્રય લેનારો) પણ ન હોય, કારણ કે તે દોષોને કારણે તેવાને તે જીવે ત્યાં સુધી આચાર્યપણું વિગેરે પદ આપવાનો જ નિષેધ છે, એ વ્યવહારના ત્રીજા ઉદ્દેશામાં ૨૩ થી ૨૯ સાત સૂત્રેથી કહ્યું છે, તે સૂત્ર આ પ્રમાણે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy