SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ [ધ સં૦ ભાવ ૨ વિ. ૩-ગા૦ ૧૩૮ પંદર ગાયનાં હોય તે યૂથે નથી ? (૧૭૮). પૂર્વે “સહસ્રમલ વિગેરે મહાબલિષ્ઠ અને સાહસિક યોદ્ધાઓ હતા, તેવા આજે નથી, તે વર્તમાનમાં છે તે શું દ્ધા નથી ? (૧૭૯). પૂર્વકાળે પરિહાર તપથી અથવા છ મહિનાના તપથી શુદ્ધિ-પ્રાયશ્ચિત્ત થતું અને આજે “નિધી (પંચકલ્યાણકદશકલ્યાણકરૂ૫) થોડા જ શુદ્ધ તપ વડે થાય છે તે શુદ્ધિ નથી ? (૧૮૦). અર્થાત જેમ પૂર્વકાળની અને વર્તમાનકાળની વાવડીઓમાં વસ્ત્ર વિગેરે શુદ્ધ થતાં અને થાય છે તેમ શેધિપ્રાયશ્ચિત્ત પણ નિવી વિગેરે તપથી પણ થાય જ છે. (૧૮૧). એમ પૂર્વે ચૌદ પૂર્વધર વિગેરે વિશિષ્ટ ગુણવાળા આચાર્યાદિ હતા અને વર્તમાનમાં કાળને અનુરૂપ હય, એમ સમજવું. (૧૮૨). તથાપિ (તે તે) કાલેચિત ગુણોમાં પણ ગીતાર્થપણું અને સારણ–વારણા વિગેરે કરવાપણું તે અવશ્ય અપેક્ષિત છે, અર્થાત્ વર્તમાનમાં પણ તે તે તેવું જ જોઈએ. કારણ કહ્યું છે કે "कालाइवसा इक्काइ-गुणविहीणोऽवि सुद्धगीअत्थो। ठाविज्जइ सूरीपए, उज्जुत्तो सारणाइसु ॥" प्राचीना सामा० द्वार ११॥ ભાવાર્થ-કાલ, સંધયણ, વિગેરેની નબળાઈને વશ એક બે વિગેરે ગુણોથી હીન છતાં શુદ્ધ ગીતાર્થ અને સારણ–વારણાદિમાં ઉદ્યમી હોય તેને જ સૂરિપદે સ્થાપી શકાય. ઉચિત પણ એ છે, કારણ કે ગુરૂએ આચાર્યપણું વિગેરે પદ આપ્યું હોય કે ન આપ્યું હોય પણ ગીતાર્થો તેને કબૂલ કરે તો જ તે માન્ય થાય અને અસ્વીકાર કરે તે અમાન્ય થાય, એમ શાસ્ત્રોમાં (વ્યવહાર ભાગમાં) કહ્યું છે. કામુક્કારોવાઇ, વટા()વા જઈ રૂમા ને . વિ#િfમરિસ્થાશુભ, પરિમવ મુત્તસ્થાવાયા ” થ૦ મા. ૩૦ ૪–૨૭રા વ્યાખ્યા-આયુકારેણુ” એટલે શૂળ વિગેરે આકસ્મિક કારણે આચાર્ય “ઉપરત=કાળધર્મ પામી જાય, અને “અઠાવિએ ગણહરે’=નૂતન આચાર્ય સ્થાપ્યો ન હોય તે “ઈમાં મેરા =આ પ્રમાણે મર્યાદા (વિધિ) છે. એ મર્યાદા જણાવે છે કે સ્થવિરેએ આચાર્યના મૃતકને “ચિલિમિલી એટલે પડદામાં ગુપ્ત રાખવું અને બહારના સાધુ મંડલને જણાવવું કે “આચાર્યના શરીરે અતીવ અશુભ છે, બલવાની પણ શક્તિ નથી એમ બહારનાઓને સમજાવીને જે સાધુ વિગેરે આચાર્ય પદને ગ્ય હોય તેને પડદાની બહાર બેસાડીને મૃત આચાર્યને પૂછે કે “સૂરિપદે કેને સ્થાપે ?” એમ બેલીને પડદામાં રહેલા ગીતાર્થો (સ્થવિરે) આચાર્યનો (મૃતકનો) હાથ આચાર્યપદ જેને આપવાનું હોય તેની સન્મુખ લાંબે કરી બીજાઓને દેખાડે અને કહે કે “આચાર્યપણું આ અમુકને આપવાની ગુરૂની અનુજ્ઞા છે, પણ તેઓ મુખે ઉરચાર કરી શકતા નથી, હાથ લાંબો કરીને આને અનુજ્ઞા કરે છે, માટે એના મસ્તકે અમે સૂરિપદને વાસનિક્ષેપ કરીએ છીએ, હવે પછી આચાર્યપદે આ સાધુને સ્થાપ્યો છે એમ કહીને પછી આચાર્ય એકાએક કાલગત થયા છે, એમ જાહેર કરે. “પરિભવ સુન્નત્થહાવણયા એટલે જેઓ નૂતન આચાર્યને પરાભવ કરવાની બુદ્ધિથી તેનો યોગ્ય વિનય ન કરે તે સાધુઓના સૂત્ર અથવા અર્થ કાપી નાખે, અર્થાતુ ન ભણાવે. એમ પરમાર્થથી ગુરૂએ નહિ આપેલી પણ દિશા (એટલે દિગાચાર્યની પદવી) સ્થવિરેએ જ આપી ગણાય, હવે ગુરૂએ આપવા છતાં ગીતાર્થો (સ્થવિરે) તેને કબૂલ ન પણ કરે, કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy