________________
૪૭૨
[૧૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૩૮ અંતરાયથી વિજ્ઞથી) ડરનારે, સર્વ(ગુરૂની તેત્રીશ કે દેવ-ગુરૂ-જ્ઞાન વિગેરે સર્વની)આશાતનાઓથી ડરનારે, ઋદ્ધિ-રસ–શાતાગારવ અને આનં-રૌદ્ર ધ્યાનથી વિશેષતયા મુક્ત, (બાહ્ય-અભ્યન્તર ગ્રન્થીરૂપ) પરિગ્રહથી મુક્ત, સર્વ આવશ્યક (કાર્યોમાં-સંયમના) ગોમાં ઉદ્યમી (અપ્રમાદી), વિશિષ્ટ લબ્ધિઓથી યુક્ત, આપત્તિથી પીડાએલા કેઈ બીજાએ (કેઈ અનુચિત કાર્ય કરવાની) યાચના કરવા છતાં પાપકાર્યને નહિ કરનારે, બહુ નિદ્રા નહિ કરનારે, બહુ આહાર નહિ ખાના (અલ્પનિદ્રા અલ્પાહારી), સર્વ આવશ્યક–સ્વાધ્યાય-ધ્યાન-પ્રતિમાપાલન અને દ્રવ્યાદિ અભિગ્રહો, વિગેરે (અનુષ્ઠાને) કરનારે, ઘેર પરીષહ અને ઉપસર્ગો થવા છતાં પણ તે પરીષહને (પાઠાન્તરે પરીણમે પરિશ્રમનો) વિજેતા (ધીર), સુપાત્ર(શિષ્યાદિ)ને સંગ્રહ કરનારે, અપાત્રને તજવાના વિધિને પણ જાણુ, સશક્ત અને અવિકળ (અખંડ) શરીરવાળે, સ્વ–પર શાસ્ત્રોને સારી રીતે સમજનારે, ક્રોધ, માન, માયા, લોભ, મમતા, રતિ, હાસ્ય, રમત, કામચેષ્ટા અને નાસ્તિકવાદથી મુક્ત, ધર્મને કથક, સંસારવાસ અને વિષયની અભિલાષા વિગેરેમાં વૈરાગ્ય ઉત્પન્ન કરનાર અને ભવ્ય પ્રાણિઓને પ્રતિબંધ (સમ્યગુ જ્ઞાન દાન) કરનારે, એવા સાધુને ગચ્છાધિપતિ બનાવો યોગ્ય છે, તે ગણી છે, ગણધર છે, તીર્થ છે, તીર્થકર છે, અરિહંત છે, કેવલી છે, જિન છે અને તીર્થને પ્રભાવક પણ છે. તે વંદનીય છે, પૂજનીય છે, નમસ્કરણીય છે, દર્શનીય છે, પરમ પવિત્ર છે, પરમકલ્યાણ છે અને પરમ મંગળ પણ છે. તે સિદ્ધિ છે, મુક્તિ છે, શિવ છે અને મોક્ષ છે, તે ત્રાતા (રક્ષક) છે, સન્માર્ગ છે, તે આશ્રય (સદગતિ) છે, અને સ્વર્ગ (પાઠાન્તરે સોળે શરણ કરવા ગ્યો છે. તે સિદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, પારંગત છે, દેવ છે અને દેવને પણ દેવ છે. હે ગૌતમ ! એવાને ગણને નિક્ષેપ (ગચ્છાધિપતિ) કરી શકાય, એવાને ગણુને નિક્ષેપ કરાવી શકાય અને એવાના ગણુ નિક્ષેપની અનમેદના પણ કરી શકાય. અન્યથા હે ગૌતમ! જિનેશ્વરની આજ્ઞાને ભંગ થાય. ઈતિ.
એ પ્રમાણે કહેલું હોવા છતાં કાળને ઉચિત મહાવ્રતના પાલનમાં દઢતા, શુદ્ધ ગીતાર્થ પણું અને સારા વિગેરે કરવાપણું વિગેરે ગુણે તે જઘન્યથી પણ જોઈએ, કારણ વ્યવહાર ભાષ્યમાં (ત્રીજા ઉદ્દેશામાં) પ્રશ્નોત્તર દ્વારા જણાવ્યું છે કે –
“gવં વર્ષ, પરિણાવસંવાઇસા.
दसपुबीए धीरे, मज्जाररुअपरूवणया ॥' गा० १६७ ।। વ્યાખ્યા-પ્રશ્ન–પૂર્વે (પ્રથમ) આચાર્યપદની યેગ્યતાવાળાને દીપર્યાય કહ્યો, અતિ વિશિષ્ટ સંધયણ કહ્યું, શ્રદ્ધા પણ અતિ ઉત્તમ કહી, આગમની અપેક્ષાએ આચાર્યપદને યોગ્ય દશપૂવ, ધીર અને (ઔત્પાતિકી વિગેરે) ચાર બુદ્ધિથી કલિત જણાવ્યો, એમ વિશિષ્ટ વર્ણન કરીને પુનઃ પ્રરૂપણ કરતાં પર્યાયથી ત્રણ વર્ષ પર્યાયવાળો અને આચાર પ્રકલ્પ (મહાનિશિથ) સુધીના શ્રત ધારક હોય તેને ઉપાધ્યાય પદે સ્થાપ, પાંચ વર્ષ દીક્ષા પર્યાયવાળો અને દશાકલ્પ વ્યવહાર સુધીના શ્રુતને ધારક (આચાર્યપદને યેગ્ય જણાવ્ય), વિગેરે કહ્યું તે આ પ્રરૂપણા બીલાડાના રૂદનની તુલ્ય છે. જેમ બીલાડે પહેલાં મોટા શબ્દથી રડે અને પછી ધીમે ધીમે પિતે પણ ન સાંભળી શકે તેવું રહે, તે રીતે હે આચાર્ય ! તમે પહેલાં તે મેટા મોટા ગુણવાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org