________________
ગુણરહિતને પણ ગણી કે પ્રવર્તિનીપદ આપનાર ગુરૂ મહાપાપી છે]
૪૭૧ ગચ્છને સોંપવા માટે યોગ્ય ગુણ છે કે મહાનિશિથ (અધ્યક પસૂત્ર ૧૫)માં ઘણું કહેલા છે તેમાંથી કંઇક) આ પ્રમાણે છે. “શ્રીગૌતમગણધર પ્રભુ મહાવીરને પૂછે છે કે-હે ભગવન! કેવા ગુણવાળા ગુરૂને ગચ્છને નિક્ષેપ (પાલક) કરી શકાય? પ્રભુ કહે છે-ગૌતમ! જે સુંદર– વ્રતવાળો, જે સારા શીલવાળો, જે દઢવતવાળે, જે દઢચારિત્રી, જે અનિંદિત અંગવાળો (પાંચે ઈન્દ્રિયોથી પરિપૂર્ણ–ડ રહિત-
નિગી શરીરવાળો), જે એગ્ય (પૂજનીય), રાગરહિત, (રહી. ગએલો પાઠ “ોણે જે =જે દ્વેષ રહિત,) મેહનીય અને મિથ્યાત્વ મેલરૂપી કલંક રહિત, (માટે જ) ઉપશમભાવને પામેલો, જગતના સ્વરૂપને યથાસ્વરૂપે જ્ઞાતા, (એથી) ઉત્તમ મહાવૈરાગ્ય માર્ગમાં દઢપ્રીતિવાળો, (એથી જ) કથાને દ્વેષી (વર્જક), ભક્તકથાને વિરોધી, ચર કથાને વિરોધી, રાજકથાને વિરોધી, દેશકથાને વિરોધી, અત્યંત દયાળુ (દ્રવ્ય-ભાવ દયાના સ્વભાવવાળો), પરલોકનાં કષ્ટોથી ડરેલો, કુશીલ-દુરાચારીઓથી દૂર રહેનાર, શાસ્ત્રના મર્મને જાણ (એથી જ) શાસ્ત્ર રહસ્યને પામેલો, પ્રતિદિન-પ્રતિસમય અહિંસાનાં લક્ષણરૂપ ક્ષમાવિગેરે દશવિધ યતિધર્મમાં સ્થિત (સ્થિર), બાર પ્રકારના તપકર્મમાં રાત્રિદિવસ-પ્રતિસમય ઉદ્યમવાળો, પાંચ સમિતિના પાલનમાં શ્રુતના (પાઠાન્તરે “સુ વત્તે '=સમ્યગ) ઉપગવાળો, ત્રણ ગુપ્તિઓથી સતત સુગુપ્ત (અકુશળ વ્યાપારથી મન-વચન-કાયાનું રક્ષણ કરનાર), સ્વશક્તિ અનુસાર અઢાર હજાર શીલાંગ (સદાચારનો) આરાધક, જે સ્વશક્તિ પ્રમાણે એકાન્ત સત્તરવિધ સંયમને અવિરાધક, જે ઉત્સર્ગ માર્ગમાં રુચિવાળો, તત્ત્વની રૂચિવાળ, શત્રુ-મિત્રમાં સમાનદષ્ટિવાળો (રાગ-દ્વેષને વશ નહિ થનારે), સાત ભયસ્થાનેથી મુક્ત (નિર્ભય), આઠ મદસ્થાનેથી રહિત, બ્રહ્મચર્યની નવ વાડેની વિરાધનાના ભયવાળો, બહુશ્રત, આર્ય (ઉત્તમ) કુળમાં જન્મેલો, દીનતા રહિત, કૃપણતા રહિત, આળસ વિનાને, સાધ્વી (સ્ત્રી) વર્ગથી દૂર રહેનારે, સતત ધર્મોપદેશ દેનારે, ઘસામાચારી (સાધુના આચાર)ને સતત પ્રરૂપક, મર્યાદાનું ઉલ્લંઘન નહિ કરનારે, અસામાચારી (દુષ્ટવર્તન)થી ડરનારે, શિષ્યાદિને આલોચના પ્રમાણે યોગ્ય પ્રાયશ્ચિત્ત આપવામાં સમર્થ, વંદનમંડલીની વિરાધનાને, પ્રતિક્રમણ મંડલીની વિરાધનાને, સ્વાધ્યાય મંડલીની વિરાધનાને, વ્યાખ્યાન (વાચના) મંડલીની વિરાધનાન, આલેચના મંડલીની વિરાધનાને, ઉદ્દેશ મંડલીની વિરાધનાને, સમુદેશ મંડલીની વિરાધનાને, દીક્ષા(પ્રદાન)ની વિરાધનાનો, ઉપસ્થાપનાની (મહાવ્રત ઉચ્ચારણની) વિરાધનાને જાણ અને ઉદ્દેશ-સમુદેશ અનુજ્ઞા ત્રણેની વિરાધનાને જાણ, કાળ, ક્ષેત્ર, દ્રવ્ય, ભાવ અને ભવ(સંસાર)ના અંતરનો ભેદનજાણ, કાળ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવના આલમ્બનેની (નિમિત્તાની) અપેક્ષા વિનાને, બાળ, વૃદ્ધ, ગ્લાન, નવદીક્ષિત અને શિક્ષાને યેગ્ય સાધુઓને તથા સાધ્વીઓને અનુકૂળ(આજ્ઞા પાલક)બનાવવામાં કુશળ, જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તરૂપ ગુણેને સમજાવનારે, જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ ગુણને સ્મરણ કરનાર-કરાવનાર. ધારક (ધારણ કરાવનાર), અને પ્રભાવના કરનાર (મહિમા વધારનાર), દઢ સમ્યકત્વી, સતત પરિશ્રમ કરવા છતાં શ્રમિત નહિ થનારો, ધીમાન્ (વિશિષ્ટ બુદ્ધિવાળો), ગમ્ભીર (કેઈના મને અથવા પોતાનાં સુખ-દુઃખને પ્રગટ નહિ કરનારે), (ચંદ્રની જેમ) સૌમ્યલેશ્યાવાળે (પ્રશાન્ત આકૃતિ), તપ તેજથી સૂર્યની જેમ બીજાથી પરાભવ નહિ પામનારો, શરીરના (પ્રાણના ભાગે પણ છકાય છની હિંસા નહિ કરનારે, દાન શીલ તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org