________________
ધ॰ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૧૩૭–૧૩૮ આ ગચ્છની અનુજ્ઞાના વિધિ પણ સામાચારીમાંથી જાણવા ચાગ્ય છે, તે આ પ્રમાણે-ઉપર કહ્યા તેવા ગુણવાળા જેને પૂર્વકાળે કે તત્કાળ (અનુયાગ માટે) આચાર્ય પદ આપ્યું હોય તેવાને ગચ્છની અનુજ્ઞા કરવી.
તે જ્યારે પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્ર, લગ્ન, વિગેરે હેાય ત્યારે શુભ સમયે ગુરૂની સમક્ષ ખમા॰ દઇને શિષ્ય કહે કે-ઈચ્છકાર તુમ્હે અમ્હ દિગાઈ અણુજાણાવવણઅ નદિ રાવણુઅ વાસ નિખેવ' કરે' વિગેરે પૂર્વ જણાવ્યા પ્રમાણે ચૈત્ય(દેવ)વન્દન અને ગુરૂવન્દન પૂર્વક કાર્યત્સ કરવો, નન્દીસૂત્ર કહેવું, ગન્ધ(વાસ)નું દાન, સાત ખમાસમણ દેવાં અને કાઉસ્સગ્ગ કરવો’ વિગેરે સઘળા વિધિ કર્યાં પછી સૂરિની સમીપે આસન ઉપર બેઠેલા તે નવા ગચ્છાધિપતિને સાધુ સાધ્વી વિગેરે શ્રીસંઘ વંદન કરે, પછી મૂળગુરૂ તેને આ પ્રમાણે હિતશિક્ષા આપે.
સંસારના કષ્ટોથી દુઃખી જીવાની રક્ષા કરવામાં સમ એવા શ્રેષ્ઠ જ્ઞાનાદિ ગુણાને પામીને જે સંસારથી ભયભીત થએલા જીવેાનું દૃઢ (સુંદર) રક્ષણ કરે તે ધન્ય છે (૧). અજ્ઞાન રૂપ વ્યાધિથી ગ્રસ્ત જીવે! જો કે આ (ત્યાગ પ્રધાન) ધર્મને કરવામાં સમ્યગ્ આદરવાળા હેાતા નથી તથાપિ ભાવવૈદ્યો (ઉત્તમ ગુફ્તે) તેના અજ્ઞાન વિગેરે વ્યાધિને દૂર કરે છે (૨). તું હવે ભાવવૈદ્ય છે, અને સંસારના દુ:ખથી પીડાતા આ જીવા હારા શરણે આવેલા છે, માટે પ્રયત્નપૂર્વક તેને સંસારથી મુક્ત કરવા જોઇએ. (૩)” (પચ્ચવસ્તુ ગા૦ ૧૩૪૯ થી ૫૧)
૪૭૦
પછી ગચ્છને પણ આ પ્રમાણે શિક્ષા આપે “તમારે પણ સ’સારઅટવીરૂપી મહા સંકટમાંથી પાર ઉતારનારા અને શિવપુર નગરના સાથવાહ તુલ્ય આ ગુરૂને કદાપિ છોડવા નહિ. ગુરૂકુળવાસમાં રહેનારા સાધુ જ્ઞાનને ભાગી અને છે, શ્રદ્ધામાં અને ચારિત્રમાં સ્થિર થાય છે, એથી ધન્ય પુરૂષ જીવે ત્યાં સુધી ગુરૂકુળવાસને છોડતા નથી. એ પ્રમાણે જ સાધ્વીઓને પણ આચાર્ય હિતશિક્ષા આપે તથા આર્યાં ચંદના અને આર્યા મૃગાવતીના શ્રેષ્ઠગુણાનું વર્ણન કરે' ઇત્યાદિ. (૫ચવસ્તુ-ગા૦ ૧૩૫૪-૧૩૫૮ અને ૧૩૫૯)
હવે ઉપર્યુક્ત ગુણાથી રહિત હાય તેને ગચ્છ સાંપવાથી થતા દાષાને કહે છે— મૂર્— તશુળવિયોને તુ, ગળીનું વા પ્રતિનીમ્ ।
स्थापयेत्स महापाप, इत्युक्तं पूर्वसूरिभिः ॥ १३८ ॥
મૂળના અથ-એવા ગુણાના અભાવે પણ જે અયેાગ્ય સાધુને ગચ્છાચાર્ય પદે અથવા સાધ્વીને પ્રવર્તિનીપદે સ્થાપે તે મહાપાપી છે એમ પૂર્વાચાર્ચાએ કહ્યુ છે.
ટીકાના ભાવા સ્પષ્ટ છે. પચવસ્તુકમાં કહ્યું છે કે એ ચુણા ન હોય તેને જે ગણિપદ અથવા પ્રવર્તિનીપદ આપે, અને અચેાગ્ય છતાં યશની ઇચ્છાથી જે તેને સ્વીકારે તે (અને) આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, અને વિરાધનાદિ દોષાના ભાગી બને છે (૧૩૧૮). શ્રીગૌતમસ્વામિ વિગેરે મહાત્માઓએ જે ‘ગણધર શબ્દને વહન કર્યાં છે, (અર્થાત્ જે ‘ગણધર' શબ્દથી મહાપુરૂષા આળખાયા છે) તે પદને જે જાણવા છતાં અપાત્રમાં (અાગ્યમાં) સ્થાપે છે તે મહાપાપી અર્થાત્ મૂઢ છે (૧૩૧૯). એમ જે પ્રવર્તિની’ શબ્દ(પ૬) આર્યા ચંદના વિગેરે મહાસતીઓએ વહન કરેલા છે, તેને જે અપાત્રમાં સ્થાપે તે (પણ) મહાપાપી છે (૧૩૨૧) ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org