SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ કેવા ગુણવાળી સાધ્વીને પ્રવર્તિની બનાવી શકાય ?] પિતૃપક્ષ (નિષ્કલંક સદાચારી) ઉત્તમ હોય. વળી ગમ્ભીર (એટલે ઉદાર હૃદયવાળ, શુભાશુભ નિમિત્તોમાં પણ પ્રસન્ન અને ગમ્ભીર મુખમુદ્રા રાખનારો, ગુપ્ત વાતને જ્યાં ત્યાં પ્રગટ નહિ કરનારે), તથા લબ્ધિમાનું એટલે શિmોને ઉપયોગી સંયમનાં ઉપકરણો વિગેરે મેળવવાની લબ્ધિ (શક્તિ)વાળ, તથા સંગ્રહ-ઉપગ્રહમાં તતપર=અહીં “સંગ્રહ ” એટલે ધર્મોપદેશ વિગેરેથી શિખ્યો બનાવવા, તેઓને આશ્રય આપવો, વિગેરે અને “ઉપગ્રહ એટલે તેઓને સંયમમાં ઉપકારી વસ્ત્ર–પાત્ર વિગેરે મેળવી આપવું, એ બન્નેમાં તત્પર. આ વિશેષણથી દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારની સહાય કરનારો એમ સમજવું. તાત્પર્ય કે સર્વનું ઉભય લેકનું હિત કરનાર, તેના ચાર ભાંગા થાય, જેમકે ૧–વસ્ત્ર, પાત્ર, આહાર–પાણી વિગેરે સઘળું પૂર્ણ મેળવી આપે પણ સંયમમાં પ્રમાદ કરનારને સારણાદિ ન કરે. તે આ લોકમાં હિતકર–પરલોકમાં નહિ, ૨-સંયમમાં પ્રમાદીને સારણવારણાદિ કરે પણ વસ્ત્રાદિ જરૂરી વસ્તુઓ પૂરી ન પાડે, તે પરલોકને હિતકર–આલોકને નહિ, ૩-વસ્ત્ર-પાત્રાદિ સર્વ સામગ્રી પૂર્ણ મેળવી આપે અને સંયમમાં પ્રમાદ કરે તેને સારણાદિથી રક્ષા પણ કરે, તે ઉભયલોકમાં હિતકર અને ૪ન વસ્ત્રાદિ વસ્તુ પૂરી કરે અને ન પ્રમાદથી રક્ષા પણ કરે, તે ઉભયલોકમાં અહિતકર. આ ચારમાં છેલ્લા ભાંગાવાળો તે ગણની અનુજ્ઞા માટે સર્વથા અગ્ય છે જ અને પહેલા ભાંગાવાળો પણ યોગ્ય સમજો. વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે “जीहाए वि लिहंतो, ण भद्दओ जस्स सारणा णत्थि। दंडेणवि ताडतो, स भद्दओ सारणा जत्थ ॥" व्यवहार भा० उ० १-३८२।। ભાવાર્થ–જીભથી ચાટે (અર્થાત્ માન-સત્કાર કરે, બાહ્ય સુખની સઘળી સામગ્રી પૂરી પડે, ઈત્યાદિ બધી રીતે સુખ આપે) તો પણ જે ગુરૂ સંયમમાં શિથિલ થતા શિષ્યની સારણાદિ (રક્ષા) ન કરે તે હિતસ્વી નથી, ભલે દંડાથી મારે, કિન્તુ સારણાદિ કરે તે હિતસ્વી છે. તથા શ્રત એટલે શ્રુતજ્ઞાન અને તેના સાધનભૂત આગમ ગ્રન્થ વિગેરેમાં રાગ(ભક્તિબહુમાન) ધરનાર અને તચિ એટલે સર્વક્રિયા-અનુષ્કાનમાં કુશળ હેય, એ ગુણવંત સાધુ ગચ્છાધિપતિ થઈ શકે, એમ શ્રી જિનેશ્વરોએ કહ્યું છે. એમ ગુણવાનના (ગુણગીના) વર્ણન દ્વારા ગચ્છાધિપતિના ગુણે કહ્યા, હવે પ્રસંગનુસાર પ્રવર્તિનીના ગુણે કહે છે. मूलम्-“गीतार्था कुलजाऽभ्यस्त-सक्रिया पारिणामिकी। गम्भीरोभयतो वृद्धा, स्मृतार्थ्याऽपि प्रवर्तिनी ॥" १३७॥ મૂળને અર્થ–સાવી પણ ગીતાથ, કુળવતી, સર્વ ક્રિયાઓમાં કુશળ, પરિણત(પ્રૌઢ) બુદ્ધિવાળી, ગંભીર અને ઉભયથા વૃદ્ધ હોય તેને પ્રવર્તિની(પદ માટે યોગ્ય) કહી છે. ટીકાને ભાવાર્થ–ત્તા કૃતના વિભાગોને (ઉત્સર્ગ–અપવાદ, વ્યવહાર-નિશ્ચય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિગેરે અપેક્ષાઓને) સમજનારી, યુના=ઉત્તમ કુળ (જાતિ)માં જન્મેલી, ચિસ્તરિચા=પ્રતિલેખનાદિ સર્વ ઉત્તમ ક્રિયાઓના દઢ અભ્યાસવાળી (કુશળ), જા =ગમ્ભીર, હદયવાળી (સુખ-દુઃખ વિગેરે શુભાશુભ નિમિત્તોમાં હર્ષ-શોકને નહિ કરનારી, ગુવાને પ્રગટ નહિ કરનારી), ઉમતો વૃદ્ધા-દીક્ષા પર્યાય અને વય બન્નેથી વૃદ્ધ, અર્થાત્ ચિરદીક્ષિત અને પ્રૌઢપરિણત ઉમ્મરવાળી, એમ સાધ્વી પણ આ ગુણવાળી હોય તેને પ્રવર્તિની કરી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy