SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ અયોગ્યને આચાર્યપદ આપવાથી દોષ અને આચાર્યપદની અનુજ્ઞાને વિધિ] ૪૫૭ તેમાં પણ જેણે તે તે કાળે વિદ્યમાન-ઉપયોગી સકળ સૂત્રને અને અર્થને જાણ્યા ન હોય તેને “તું વ્યાખ્યાન કર ” એમ કહેવું તે તેની પાસે વ્યાખ્યાન કરવાનું જ્ઞાન નહિ હોવાથી દરિદ્ર પુત્રને “તું આ રત્નોનું દાન કર ” એમ કહેવા જેવું હોવાથી અસત્ય છે, અલ૫માત્ર અધ્યયન કર્યું હોય તે પણ તે વ્યાખ્યાનને વિષય બની શકતું નથી, માટે અગ્યને અનુજ્ઞા (આચાર્યપદ) આપનારને મૃષાવાદ દોષ લાગે છે. વળી અનુગીને (આચાર્યને) આશ્રય સંશયને ટાળવા માટે અને નિઃશંક બેધ મેળવવા માટે કરે તે પણ જ્યારે આચાર્ય બનેલ સ્વયં બીચારે અજ્ઞાન અને ગંભીર પદનો અર્થ સમજાવવામાં અસમર્થ હોય તે લેકેને સૂક્ષમ ભાવોને શી રીતે સમજાવી શકે ? એમ છતાં સાહસ કરીને કંઈ અસમ્બદ્ધ બેલે તે વિદ્વાનને તે સાંભળીને તેના પ્રત્યે એવી અવજ્ઞા થાય કે “આ અજ્ઞાનીને આગમધર કેમ બનાવ્યો હશે ? ખરેખર આ શાસન જ અસાર છે કે જેને નાયક આવો અજ્ઞ છે ” વિગેરે શાસનની હલકાઈ થાય. શિષ્યોને પણ જન્મ-મરણાદિને નાશ કરનારી જ્ઞાનાદિ સમ્પત્તિને આ અજ્ઞાન શી રીતે પ્રાપ્ત કરાવે ? શિષ્ય પણ બીજા જ્ઞાની પાસેથી જ્ઞાનાદિ મેળવી શકે નહિ, કારણ કે “ હું પણ આચાર્ય છું જ, તે મારા શિષ્યો બીજાની પાસે કેમ ભણે ?” એવું તેને મિથ્યા અભિમાન થાય, તેથી શિષ્યોને પણ તે અનુમતિ ન આપે અને ગુરૂની અનુમતિ વિના બીજાની પાસે ભણે તે શિષ્યોને પણ ગુરૂની અવજ્ઞા થાય,) એમ તેના શિષ્યો પણ મૂખ જ રહી જાય, તેના શિષ્યના શિષ્ય પણ મૂખ રહે, એમ પરંપરાએ જ્ઞાનાદિ ગુણોની હાનિ થાય. અને જ્ઞાનાદિ ગુણના અભાવે તે “માથું અને મુખ મુંડાવવું, ભિક્ષાર્થે ફરવું” વિગેરે સઘળું ચરક વિગેરે અન્યધમી સાધુઓની જેમ અનર્થકારી જ બને. કારણ કે જેમ અજ્ઞાની છતાં પિતાની મતિકલ્પનાએ રોગનું ઔષધ કરે છે તે અનર્થકારક થાય, તેમ અજ્ઞાની સ્વમતિકલ્પનાએ ધર્મ કરે-કરાવે તે પણ પ્રમાણભૂત (સફળ) ન થાય. એ રીતે માત્ર દ્રવ્યશ પ્રાયઃ અનર્થ હેતુ હોવાથી ભાવથી (ગુણવૃદ્ધિની અપેક્ષાએ) તે તીર્થને જ ઉછેર થાય. માટે તે તે કાળે વિદ્યમાન ઉચિત સકળ સૂત્ર-અર્થ જેણે નિશ્ચિત જાણ્યા હોય તેવાને જ વ્યા ખાનની (આચાર્યપદની) અનુજ્ઞા કરવી, માત્ર સૂત્ર-અર્થ સાંભળ્યાં હોય તેને નહિ. શ્રી. સિદ્ધસેન સુરીજીએ પણ સન્મતિ પ્રકરણમાં કહ્યું છે કે – " जह जह बहुस्सुअसंमओ अ सीसगणसंपरिखुडो अ। ___ अविणिच्छिओ अ समए, तह तह सिद्धंतपडिणीओ ॥" ६६॥ ભાવાર્થ-જેમ જેમ લોકમાં બહુશ્રુત તરીકે ખ્યાતિ પામે, અને જેમ જેમ શિષ્ય પરિ. વાર બહુ વધતો જાય, છતાં જે સિદ્ધાન્તના અધ્યયનમાં (અર્થમાં) સુનિશ્ચિત ન હોય તે ગુરૂ ઉત્તરોત્તર સિદ્ધાન્તને શત્રુ થાય તે કેવા સાધુને કેવી રીતે આચાર્ય બનાવે ? તે કહે છે કે– મૂ-તમાકુTMલ્યિો, ‘યં સૂરિપદું જીવણ | વિધિપૂર્વ વિધિવત્ર, સામાજા સિત: "?રૂર II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy