SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ [૧૦ સં- ભા૨ વિ૩-ગા૦ ૧૩૦-૧૩૧ " इहरा उ मुसाबाओ, पवयणखिसा य होइ लोगम्मि। सेसाणवि गुणहाणी, तित्थुच्छेओ अ भावणं ॥" पञ्चवस्तु० ९२३॥ ભાવાર્થ—અન્યથા એટલે અગ્યને આચાર્ય પદ આપવાથી આપનાર ગુરૂને મૃષાવાદ દેષ થાય, લોકમાં શાસનની અપભ્રાજના થાય, એગ્ય નાયકના અભાવે બીજાઓના પણ ગુણેની હાનિ થાય અને સમ્યગ્રજ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ નહિ થવાથી વસ્તુતઃ તીર્થને પણ ઉછેર થાય. કે બેલનાર જે કંઈ બોલે તે પ્રમાણે માનનારે અને શક્ય હોય ત્યાં સુધી આચરનારો પણ હાય. અહીં ગણીપદ આપવાને જે વિધિ જણાવવામાં આવ્યા છે તેમાં તે પદને યંગ્ય ગુણવાનને એ પદ આપવાનું વિધાન છે, કાલ વિગેરેની હાનિથી અહીં કહેલા સર્વગુણ ન હોય તો પણ ઓછામાં ઓછું જેનાં વ્રત નિર્મળ (અખંડ) હોય અને ગચ્છનું (સંઘનું) રક્ષણ-પાલન કરવાનું સામર્થ્ય જેનામાં હોય તેને ગણિપદ આપવું એમ જણાવ્યું છે, તેથી વિપરીત કરનારને શ્રી તીર્થકરોની આશાતના ઉપરાન્ત પચ્ચવસ્તુની સાક્ષી આપીને બીજા પણ દે લાગે એમ જણાવ્યું છે તે અતિ મહત્ત્વનું છે. ગણીપદ આપવામાં ત્રિકાલાબાધિત શ્રીજનશાસનને પ્રવાહ ચાલુ રહે અને તેની આરાધનાને ભવ્ય આત્માઓને લાભ મળતા રહે એ જ એક ઉદેશ છે, તે ત્યારે જ સફળ થઈ શકે છે તેવા વિશિષ્ટ ગુણવાળા-પ્રભાવક આત્માને ગણિપદ આપવામાં આવે. સામાન્ય એવો નિયમ છે કે જે ગુણો પિતે સિદ્ધ કર્યા હોય તે ગુણો બીજા યોગ્ય આત્માઓમાં સહેલાઈથી પ્રગટ કરી શકાય છે. જો ભવ્યજીવોને વીતરાગ શાસનના આરાધક બનાવવા હોય તો પોતાનામાં શાસન પ્રત્યે આરાધકભાવ પ્રગટાવે જોઈએ અને શાસનને પ્રાણથી પણ અધિક માનવું જોઈએ. જેનામાં આવી યોગ્યતા પ્રગટી હોય તેને કષાયો મન્દ પડી જાય છે, થેડા ઉદયમાં હોય તે પણ પ્રશસ્ત (ઉપકારક) બની જાય છે અને વિષયને રાગ વિગેરે તો મૃતપ્રાય: ખની જાય છે. એવા પિતાના પવિત્ર જીવનના પ્રભાવથી અને શ્રીજિનવચનની મહત્તાથી તે અગમની, અન્ય જીના ધર્મની અને શાસનની રક્ષા કરી શકે છે. કેવળ શ્રુતજ્ઞાનનું બળ આ કામ કરી શકતું નથી. કારણ કે જ્ઞાનના ફળરૂપ ઉપશમ-સમતા વૈરાગ્ય વિગેરે ગુણોના બળે આચાર્યપદની જવાબદારીને પૂર્ણ કરી શકાય છે, માટે વિશિષ્ટ જ્ઞાની કરતાં પણ ગીતાર્થને આચાર્ય પદ માટે યોગ્ય માન્યો છે. હવે પછી તેઓનાં કર્તવ્યોનું વર્ણન કરવામાં આવશે, તે વાંચવાથી પણ સમજાશે કે આચાર્યને ઉપકાર કે હોય ? જિનેશ્વરદે સ્થાપેલા ચતુર્વિધ સંઘને ગણધરદેએ ગુંથેલી દ્વાદશાંગીના બળે માક્ષમાર્ગની આરાધનામાં જોડવો. સહાય કરવી, વિગેરે આચાર્યનું કર્તવ્ય છે તે શ્રતના વિશિષ્ટ બાધ વિના પણ ન થઈ શકે. એમ છતાં તેમાં એકાન્ત નથી, શાસનની પરંપરાને અવિચ્છિન્ન રાખવા માટે વિશિષ્ટ આત્માના અભાવે સામાન્ય પણ યોગ્યને ગચ્છાધિપતિ બનાવી શકાય, તેમાં મેહ કે મેટાઈને પક્ષ ન જોઈએ, ભવિષ્યમાં વિશિષ્ટ આત્માના યોગે શાસનને ઉદ્યોત થશે એવી કેવળ શાસનહિતની અને ભવ્યજીવોના કલ્યાણની નિર્મળ ભાવના હોવી જોઈએ. એ રીતે ગણીપદ લેનાર-દેનાર બને આરાધક બને છે, પિતાના જીવનને શક્તિ-સામગ્રીને અનુસરે ઉદર્વગામી બનાવી શકે છે, શકય જવાબદારીને પૂર્ણ કરી શકે છે અને ભવિષ્યમાં યોગ્ય આત્માને લાભ થતાં એ જવાબદારી તેને સોંપી પિતે કૃતકૃત્ય થઈ શકે છે. શ્રીશäભવસૂરિજીની પ્રાપ્તિ માટે આ પ્રભવસ્વામિએ કરેલા પ્રયત્ન, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યની પ્રાપ્તિ તેઓશ્રીના ગુરૂએ કરેલી ચિંતા, વિગેરે આમાથી ને ઘણો બોધ આપે છે. - તથાપિ ટીપ્પણું નં. ૨૮૭માં જણાવ્યા પ્રમાણે “સ્વયોગ્યતાને અનુસારે સંયોગ પણ મળે છે એ ભૂલવા જેવું નથી. આત્મકલયાણને ઇરછતા ભવ્યઆત્માએ હંમેશાં પિતાની યોગ્યતા- અયોગ્યતાને સર્વત્ર કારણભૂત માની મળેલા સંગને બળે યથાશકય આરાધકભાવ પ્રગટાવીને કલ્યાણ સાધવું એ જ શ્રેષ્ઠ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy