SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ર [૦ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૮-૧૨૯ નહિ, માટે એક જ ભવમાં સર્વ ભાવને પામનારે પણ અન્યતર શ્રેણિ ન કરે. (૧૨૨૩) માટે અહીં “ચારિત્ર વિના મુક્તિ નથી થતી એમ કહ્યું છે તે ભાવચારિત્રને આશ્રીને ઘટે છે. દ્રવ્યચારિત્ર(વેષ)ની પ્રાપ્તિમાં તે નિયમ નથી (વેષ વિના પણ મોક્ષ થાય છે). કારણ કે-સંમેશ્વર વિગેરે અંતકૃત કેવળીઓને દ્રવ્યચારિત્રને (વેષને) અભાવ હતો જ. હા, તેઓને પણ જે ભાવચારિત્રથી અન્નકૃતકેવલીપણું પ્રાપ્ત થયું તે ભાવચારિત્ર પૂર્વ જન્મના દ્રવ્યચારિત્રનું ફળ હતું, કારણ કે-(ગૃહસ્થજીવનના ત્યાગ વિના જેનાથી મોક્ષ સાધી શકાય) તેવું ચરમશરીરીપણું પામવું ઘણું ઉત્તમ છે અને તેથી જ તે અનેક ભવ સુધી કુશળ (શુભ) યોગેનો અભ્યાસ થવાથી પ્રાપ્ત થાય છે. જેને વિજય બહુ જ દુષ્કર છે તે મોહ અનેક ભવના ચારિત્રના આરાધનથી જ છતાય છે, મરૂદેવામાતા વિગેરે દ્રવ્યચારિત્રને અભાવ આશ્ચર્યભૂત હોવાથી વિરોધ માનવે નહિ. (અહીં પ્રશ્ન થાય કે આશ્ચર્યો તે દશ જ કહ્યાં છે અને તેમાં મરૂદેવા માતાનું નામ તે ગણાવ્યું નથી, છતાં એને આશ્ચર્ય કેમ કહે છે? તેને ઉત્તર આપે છે કે) આશ્ચર્યો દશ જ નથી, શાસ્ત્રોમાં કહેલાં દશ તે બીજાના ઉપલક્ષણરૂપ છે. અર્થાત્ દશના ઉપલક્ષણથી બીજાં પણ આશ્ચર્ય થયાં છે, એમ સમજવું. કહ્યું છે કે “णणु णेयमिहं पढिअं, सच्चं उवलक्षणं तु एआई । ___ अच्छेरगभूअंपिअ, भणिों नेअंपि अणवरयं ॥” पञ्चवस्तु० ९२८ । ભાવાર્થ–પ્રશ્ન-આ મરૂદેવાના દષ્ટાન્તને દશ આશ્ચર્યમાં કહેલું નથી ? ઉત્તર–પ્રશ્ન બરાબર છે, કિન્તુ એ દશ આશ્ચર્યો ઉપલક્ષણભૂત છે માટે બીજાં પણ આશ્ચર્યો થયાં છે) મરૂદેવામાતાને પૂર્વભવમાં દ્રવ્યચારિત્ર વિના મોક્ષ થયે તે પણ આશ્ચર્યભૂત માન્યું છે, કારણ કે એવું સદાય બનતું નથી. (કિન્તુ વનસ્પતિમાંથી અનન્તર ભવમાં મનુષ્ય થઈને તે જ ભવમાં મુક્તિ અનંતા કાળે કઈકને જ થાય, માટે તે આશ્ચર્ય છે જ.) એમ સર્વ કથન સુઘટિત છે, માટે “ગચ્છવાસ વિગેરેના પાલનમાં પ્રયત્નશીલ બનવું. આ ઉત્તમ ક્રિયાઓને આરાધ (કંઈ સાધુ) પર્યાય પૂર્ણ થતાં ગણની અનુજ્ઞાને (ગણપદને) યોગ્ય પણ બને, તેથી હવે ગણપદરૂપ સાપેક્ષયતિધર્મને કહેવાપૂર્વક કમની પ્રસ્તાવના કરે છે કે " નુથાકાળજ્ઞSષ્યનવમાતા - તમેવ વિદ્વિત, વર્ણવાનો યથાસ્થિત ૨૮” મૂળને અથ—અનુયોગ અને ગરછની અનુજ્ઞાને પણ કહેવાને શાસ્ત્રોક્ત કમ હવે પ્રાપ્ત થે, માટે શાસ્ત્રમાં કહેલા તે ક્રમને યથાસ્થિત કહીએ છીએ. ટીકાને ભાવાર્થ-“અનુગ” એટલે સૂત્રોના અર્થનું વ્યાખ્યાન અને ગણ એટલે ગચ્છ, એ બન્નેની અનુજ્ઞા એટલે અનુમતિ આપવી તે પણ, અર્થાત્ ઉપર કહેલાં ગચ્છવાસાદિ જ નહિ, કિન્તુ વ્યાખ્યાનની અને ગચ્છની અનુમતિ (અનુજ્ઞા) આપવી અને લેનારે લેવી તે પણ આપનાર-લેનાર ઉભયને સાપેક્ષયતિધર્મ છે. તે અનુજ્ઞાની વિશિષ્ટતા કહે છે કે તે “અનવદ્ય એટલે (સાધુધર્મને પાળવાના) શુદ્ધ ક્રમથી એગ્ય બનેલા આત્માને “પ્રાપ્ત થએલી આપવી, તાત્પર્ય કે દિક્ષા લઈને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા મેળવવી, વિગેરે કમથી આરાધના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy