SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિની આરાધના માટે ભાવચારિત્રનુ` મહત્ત્વ] ૪૫૧ પ્રશ્ન—ચારિત્રરહિત આત્માએ સિદ્ધ થાય છે, પણ દનરહિત સિદ્ધ થતા નથી’ એમ આગમમાં દર્શનની પ્રધાનતા સભળાય છે, તેા તમે કહ્યું તે કેમ ઘટે ? ઉત્તરપ્રશ્ન ખરેાખર નથી, જેમ દીનાર(એકજાતિનું નાણું) વિશેષસ'પત્તિને ઉત્પન્ન કરવામાં હેતુ છે, તેમ દર્શન પણ મુક્તિ થવા પહેલાં વચ્ચે ચારિત્રરૂપ કાર્યની સિદ્ધિ કરાવવા દ્વારા મુક્તિનું કારણ અને છે, અર્થાત્ ચારિત્રની પ્રાપ્તિ કરાવવા દ્વારા સમ્યગ્દર્શન મુક્તિનું પરપરકારણ છે એથી તેની પ્રધાનતા ઘટિત છે, અન્યથા નહિ. માટે જ ભાવની અપેક્ષાએ સમ્યગ્દર્શનાદિ ગુણેા ક્રમશઃ પ્રગટ થાય છે, એ માટે આગમમાં (વિશેષાવશ્યક ભાષ્યમાં) કહ્યું છે કે~~ 66 संमत्तंमि उ लद्धे, पलियपुहुत्तेण सावओ हुज्जा । चरणोवसमखयाणं, सागरसंखतरा हुंति ||१२२२ ॥ एवं अपरिवडिए, सम्मत्ते देवमणुअजम्मे । ગાય સેવિગ્ગ, પામવેળ તુ(ચ) સાળિ(ર) ’” ૨૨॥ ભાવા-દેશે ન્યૂન એક ક્રોડાકોડ સાગરાપમ જેટલી કર્મોની સ્થિતિ ખાકી રહે ત્યારે સમ્યક્ત્વ પામે, તે પછી તેમાંથી એથી નવ પલ્યાપમ જેટલી સ્થિતિ ઘટતાં દેશવિરતિ, તેમાંથી પશુ સંખ્યાતા સાગરોપમ જેટલી ઘટતાં સર્વવિરતિ, તેમાંથી સંખ્યાતા સાગરાપમ જેટલી સ્થિતિ ઘટતાં ઉપશમશ્રેણિ અને તેમાંથી પણ સંખ્યાતા સાગરાપમ જેટલી સ્થિતિ ઘટતાં ક્ષપકશ્રેણિ(ના અધ્યવસાયા) પ્રગટે છે. (૧૨૨૨) અપ્રતિપતિત સમ્યકૃત્વવાળા જે જીવ દેવના અને મનુષ્યના જ ભવા કરે તેને અંગે આ ક્રમે તે તે ગુણેાની પ્રાપ્તિ સમજવી, અથવા કાઇને એમાંથી કોઈ એક શ્રેણિ સિવાયના સમ્યાદિ સર્વ ભાવે એક જ ભવમાં પણ પ્રાપ્ત થાય. એક ભવમાં એ શ્રેણિએ હાય લૌકિક કાર્યોંમાં પણ લગ્ન કરવા માત્રથી કંઇ વળતું નથી, જીવનપર્યંત પતિ-પત્નીએ પેાતાની જવાબદારીને અનુસરવું પડે છે, પુત્રને જન્મ આપ્યા પછી ઉછેરવાનું કાર્યાં ફરજીત કરવુ પડે છે, નોકરીના સ્વીકાર કર્યાં પછી માલિકનું તે તે કાર્ય કરી આપવું પડે છે, કેવળ લગ્નથી, પુત્રજન્મથી, કે નાકરીના સ્વીકાર વિગેરેથી કંઈ ફળ મળતું નથી, તેમ ચારિત્રરૂપ લોકોત્તર કા`માં પણ માત્ર દીક્ષા લેવાથી કે મહાનતા ઉચ્ચરવાથી કંઈ વળતું નથી, તે તે ભૂમિકાને યેાગ્ય પ્રયત્ન કરવાદ્વારા કરેલી પ્રતિજ્ઞાને સફળ-સિદ્ધ કરીને ઉપરની ભૂમિકાને-ચારિત્રને પ્રાપ્ત કરવાનું ઔાય છે. એથી સમજાશે કે મહાવ્રતેાની પ્રતિજ્ઞા કરતાં પણુ ગચ્છવાસ, કુસ'સત્યાગ, વિગેરેનુ' નિરતિચાર પાલન કરવું' અતિ મહત્ત્વનુ' છે, એ જ કારણે ગ્રન્થકારે ‘તેને પાલવુ જોઇએ' એવા નિયમ ખાંધ્યા છે. ગચ્છવાસ વિગેરેના પાલનથી આત્માને કેવા વિશિષ્ટ લાભેા થાય છે તે તેા તેના વણુ ન વખતે અગાઉની ટીપ્પણીએ દ્વારા જણાવ્યું છે. અહીં તેા માત્ર એટલું જ સમજવાનું છે, દીક્ષા લેનારે ગચ્છવાસનું પાલન' વિગેરે ગ્રન્થકારે કહેલાં કાર્યાં ફરજીઆત કરવાનાં છે, એ કરવાથી જ જિનાજ્ઞાનું પાલન થાય છે, સંધની અને શાસનની રક્ષા થાય છે અને આત્મા ઉત્તરાત્તર ગુણનુ ભાજન બને છે. એથી વિપરીત, શક્તિ છતાં તે કવ્યા નહિ કરવાથી જિનાજ્ઞાના ભંગ, સંઘની કુસેવા (આશાતના) અને શાસનની અપભ્રાજના થાય છે, એથી દનમેાહનીય વિગેરે કર્માંના બન્ધ થવાથી આત્માનું ભવભ્રમણ વધે છે. માટે જ ‘દીક્ષા શ્વેતાં પહેલાં દીક્ષાનું તથા તેની કરણી વિગેરેનું જ્ઞાન અને તેનું પાલન કરવાની પેાતાની યાગ્યતા પ્રગટાવવાની જરૂર છે.’ એમ અન્ય શાસ્ત્રોમાં અને આ ગ્રંથના પ્રારમ્ભમાં પણ જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy