SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રતાદિના પાલન માટે પરીષહેને જય અને તેના ઉપાય) ૪૪૩ ૪–ઉષ્ણ-ગરમીથી પીડાવા છતાં મુનિ તેની નિન્દા, છાયાનું મરણ, વિજણે, પંખે કે હવા વિગેરેનો ઉપયોગ અને શરીરે પાણી છાંટવું વિગેરે શીતળ ઉપચારે પણું ન કરે. (૪) પ-મચ્છર અને ડાંસ-કરડવા છતાં “સર્વ જીવોને આહાર પ્રિય છે એમ સમજતો જ્ઞાની મુનિ તેની ઉપર દ્વેષ કે ત્રાસ ન કરે, ઉડાડે નહિ, ઉપેક્ષા કરે અને પીડાને સમભાવે સહન કરે. (૫) -નગ્નતા-જીર્ણ અને તુરછ વસ્ત્રો પહેરવા છતાં મુનિ “મારે વસ્ત્ર નથી, અથવા ખરાબ છે, અથવા સારું છે ઈત્યાદિ વસ્ત્રના રાગ-દ્વેષમાં મુંઝાય નહિ પણ લાભાલાભમાં (લાભાન્તરાયકર્મના) ક્ષયે પશમની વિચિત્રતાને જાણ અલકપરીષહને સહન કરે, કુવિકલ્પ ન કરે. (૬) –અરતિ-ધર્મથી અનુભવાતા આરામમાં આનંદ માનતે મુનિ ચાલવામાં, ઉભા રહેવામાં કે બેસી રહેવામાં, કદાપિ અરતિ (દ) ન કરે, કિન્તુ (ચિત્તની) સ્વસ્થતાને જ અનુભવ કરે. (૭) ૮-સ્ત્રીઓ–“દુર્થોનના સેવન(કારણ)રૂપ કાદવથી ભરેલી અને તેથી મોક્ષપુરીના દરવાજાની સાંકળ તુલ્ય (મેક્ષમાં પ્રતિબન્ધક) સ્ત્રીને વિચાર માત્ર કરવાથી પણ ધર્મને નાશ થાય છે એમ સમજતે મુનિ સ્ત્રીને ભેગને વિચાર પણ ન કરે. (૮) –વિહાર-કઈ ગામ, શહેર, વિગેરે સ્થાને સ્થિર નહિ રહેતાં સ્થાન વિગેરેના પ્રતિબધથી મુક્ત મુનિ (ગચ્છવાસને પૂર્ણ કરીને પડિમા વગેરે વિવિધ અભિગ્રહ કરીને એકલો પણ ફરે. (૯) ૧૦- આસન-સ્ત્રી, પશુ અને નપુસકો વિગેરે ભાવકાંટાઓથી રહિત સ્મશાન, (પર્વતની ગુફા) વિગેરેને આસન માનીને નિર્ભય અને શરીરમમતાથી પણ રહિત બનેલો મુનિ ત્યાં ઈષ્ટ–અનિષ્ટ ઉપસર્ગોને સહન કરે. (૧૦) ૧૧–શયા (ઉપાશ્રય,–“સવારે તે અન્યત્ર જવાનું છે એમ સમજતે નિસ્પૃહ મુનિ સારા-નરસા ઉપાશ્રયનાં સુખ-દુઃખને સમભાવે સહન કરે, તેમાં રાગ કે દ્વેષ ન કરે. (૧૧) ૧૨-આકોશ-કેઈ આક્રોશ કરે તે પણ પિતાના ક્ષમાશ્રમણપણાને સમજતે મુનિ સામે આક્રેશ ન કરે. આક્રોશ કરનારને અપકાર નહિ પણ ઉપકાર માને. અને પોતાના સમતાધર્મની સાધના માટે તે નિમિત્ત આપે છે એમ સમજી પ્રસન્નતા અનુભવે. (૧૨) ૧૩-વધ-કઈ તાડન–તર્જન કરે તે પણ સમતાથી સહન કરે અને “મારા પ્રાણ તે લીધા નથી ને ? એમ માનતે, કંધની દુષ્ટતાને અને ક્ષમાધર્મના ઉપકારને સમજતે જ્ઞાની સામે પ્રહાર ન કરે(મારવાની ઈચ્છા પણ ન કરે, કિન્તુ સામાને થતા કર્મબન્ધથી તેની કરૂણા ચિન્તવે).(૧૩) ૧૪-ચાચના-બીજાના દાન ઉપર જીવનારા સાધુઓને યાચના કરવી અનુચિત નથી” એમ (જિનાજ્ઞાને)સમજતે મુનિ યાચનાનું દુઃખ ન ધરે અને પુનઃ ગૃહસ્થજીવનની ઈચ્છા પણ ન કરે. (૧૪) (૧૫)–અલાભ-લાભાન્તરાય કર્મના ઉદયથી નહિ મળનારાં તથા ક્ષપશમથી મળનારાં) આહાર-વા-યાત્રાદિ બીજાને માટે કે પિતાના માટે ગૃહસ્થ-દાતાર પાસેથી ન મળે તે પણ ખેદ ન કરે અને મળે તે હર્ષ પણ ન કરે, એટલું જ નહિ, ન મળે તેમાં પિતાના અન્તરાયકર્મના ઉદયને કારણભૂત માની સમતા ધારણ કરે પણ બીજાની નિન્દા ન કરે. (બીજા લબ્ધિવંત સાધુને મળે તે જોઈને તેજોઢેષ પણ ન કરે કિન્તુ તેઓ પ્રત્યે આદર રાખે) (૧૫) ૧૬-ગ-શારીરિક રેગ આવે ત્યારે ઉદ્વેગ ન કરે, “કર્મોદયજન્ય રોગને સમતાથી સહન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy