________________
[૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૭ ૧૦-પારાચિક–જેનાથી મોટું બીજું પ્રાયશ્ચિત્ત કે અપરાધ ન હોવાથી સઘળાં પ્રાયશ્ચિત્તોને પાર (છેડે) પામેલું એવું છેલ્લું પ્રાયશ્ચિત્ત તેને “પારાગ્નિક કહેવાય. આ પ્રાયશ્ચિત્ત “સાધ્વીને કે રાજપત્નીને ભેગવવી, અથવા સાધુ-સાધ્વી કે રાજા વિગેરે ઉત્તમ મનુષ્યોને વધા વિગેરે કરે ઇત્યાદિ અતિમોટે અપરાધ કરે તેને કુલ, ગણુ અને સંઘથી પણ બહાર મૂકવા માટે અપાય છે, તે જઘન્યથી છ મહિના અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધીનું હોય છે. તેટલા કાળ પછી અપરાધી અતિચારોને પાર પામે (ટાળી દે), ત્યારે શુદ્ધ થએલાને પુનઃ દીક્ષા અપાય, અન્યથા નહિ.
આ પારાગ્નિક પ્રાયશ્ચિત્ત આચાર્યને જ અપાય છે અને પ્રાયશ્ચિત્ત દરમીઆન તે અપ્રગટપણે સાધુને વેષ રાખીને (લેકમાં સાધુ તરીકે ન ઓળખાય તેમ) જિનકલ્પિકમુનિની પેઠે પોતે જે જે ક્ષેત્રમાં વિચર્યો હોય, જ્યાં લેકે ઓળખતા હોય તે ક્ષેત્રો સિવાયના) અજાણ્યા પ્રદેશમાં રહીને અતિઆકરે તપ કરે ત્યારે પૂર્ણ થાય છે. ઉપાધ્યાયને તે દશમાં પ્રાયશ્ચિત્તને વેગ્ય અપરાધ કરવા છતાં અનવસ્થા પ્રાયશ્ચિત્ત જ અપાય, પારાખ્યિક ન અપાય. એ રીતે સામાન્ય સાધુઓને પણ અનવસ્થાપ્ય કે પારાગ્નિકને યેગ્ય માટે અપરાધ કરવા છતાં આઠમા મૂળ સુધીનું જ પ્રાયશ્ચિત્ત અપાય, એમ સમજવું.
આ અનવસ્થાપ્યના બે ભેદ છે, ૧-આશાતનાઅનવસ્થાપ્ય અને ર–પ્રતિસેવા અનવસ્થા. તેમાં પહેલું તીર્થકર, ગણધર વિગેરે ઉત્તમોત્તમ પુરૂષોની અવહેલના કરે તેને જઘન્યથી છ મહિના સુધીનું અને ઉત્કૃષ્ટથી એક વર્ષ સુધીનું અપાય છે. બીજું તે હાથથી માર મારે, સમાનધમીની(સાધુઓની) કે અન્યધમીની ચોરી કરવી, વિગેરે કુકૃત્ય કરનારને જઘન્યથી એક વર્ષ અને ઉત્કૃષ્ટથી બારવર્ષ સુધીનું અપાય છે. કહ્યું છે કે-“તેમાં આશાતનાઅનવસ્થાપ્ય જઘન્યથી છ મહિના–ઉત્કૃષ્ટથી સંવત્સર અને પ્રતિસેવનાઅનવસ્થાપ્ય જઘન્યથી બાર મહિના–ઉત્કૃષ્ટથી બાર વર્ષો સુધીનું અપાય છે.
- નવમું અને દશમું બે પ્રાયશ્ચિત્ત ચૌદપૂવીઓ અને પહેલાસંઘયણવાળા સાધુઓ સુધી હતાં, તે પછી વિરછેદ પામ્યાં છે. મૂળ સુધીનાં આઠ તે શ્રીદુષ્ણસહસૂરિજી સુધી રહેશે. કહ્યું છે કે–
"दस ता अणुसज्जती, जा चउदसपुस्विपढमसंघयणी ।
तेण परं मूलंतं, दुप्पसहो जाव चारित्ती ॥” प्रवचनसारो० ७५८॥ ભાવાર્થ-દશે પ્રાયશ્ચિત્ત ચૌદપૂર્તિઓ અને પ્રથમસંઘયણવાળા હશે ત્યાં સુધી અને તે પછી મૂલ સુધીનાં આઠ દુષ્ણસહસૂરિજીના કાળ સુધી ચાલશે.
એ પ્રમાણે દશવિધ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ લેશ માત્ર૮૯કહ્યું.
૨૮૮–પ્રાયશ્ચિત્ત, પશ્ચાત્તાપ, શાધિ, વિશુદ્ધિ, વિગેરે શબ્દો એક જ અર્થના વાચક છે. જેનાથી પ્રાય: ચિત્ત (આત્મા) નિર્મળ થાય જેમાં કરેલી ભૂલને પસ્તાવો હેાય, જે આત્માને કર્મ મેલ સાક કરે, અને જે વિશેષ શુદ્ધિ કરે, તે પ્રાયશ્ચિત્ત કહેવાય. પ્રાયશ્ચિત કરવા છતાં પણ જે પ્રાયશ્ચિત્ત કરનારનું ચિત્ત દેથી પરાકુમુખ ન બને, ભૂલને પસ્તા ન હોય, ભૂલ કરવાથી લાગેલા અતિચારના મેલને જે સાફ ન કરે કે આત્માને સવિશેષ નિર્મળ ન બનાવે, તે માત્ર વ્યવહાર પ્રાયશ્ચિત્ત છે. કોઈ વાર તે દે સેવવામાં નિર્ભય બનાવી દે છે, માટે પ્રાયશ્ચિત્ત નિર્મળભાવથી શાસ્ત્રોક્ત વિધિથી કરવું. પ્રાયશ્ચિત્તનું મહત્વ વિગેરે ટીપ્પણી નં. ૨૬૬ માં કહ્યું છે, ઉપરાત આલોચનાચાર્ય અને આલેચકની થેગ્યતા વિગેરે પહેલા ભાગમાં પૂ. ૬૬પ થી જોઈ લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org