SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ વ્રતાદિના પાલન માટે આલેચના અને દશ પ્રાયશ્ચિત્તોનું સ્વરૂપ] દુક્કડં દે. આ પ્રાયશ્ચિત્ત ઈષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયમાં રાગ-દ્વેષ વિગેરે સંશય હોય તેને સમજવું. પણ રાગદ્વેષ વિગેરે કર્યાને નિશ્ચય હોય તેને છઠું “તપ” પ્રાયશ્ચિત્ત આવે. ૪-વિવેક દોષવાળાં આહાર, પાણી, ઉપકરણ, વસતિ, વિગેરેને ત્યાગ કરવો નહિ વાપરવાં) તેને વિવેક કહ્યો છે. આ વિવેક સમ્યગઉપયોગપૂર્વક “આ વસ્તુ શુદ્ધ છે એમ સમજીને લેવા છતાં લાવેલી આહારાદિ વસ્તુ “અશુદ્ધ છે એમ પાછળથી સમજાય, ત્યારે તેને ત્યાગ કરવાથી થાય છે. ઉપલક્ષણથી (પૂર્વે પિંડવિશુદ્ધિમાં જણાવ્યાં તે) ક્ષેત્રાતિકાન્ત, કાલાતિકાન્ત વિગેરેને પણ ત્યાગ કરે તે સર્વ “વિવેક” પ્રાયશ્ચિત્ત સમજવું. પ-ટ્યુન્સગ–ઉપર્યુક્ત અનેષણીય (દેષિત) વિગેરેને ત્યાગ, ગમન-આગમન, સાવદ્યસ્વપ્નદર્શન, નાવડીથી જળાશય ઉતરવું, વડીનીતિ–લઘુનીતિ પરઠવવી, વિગેરે પ્રવૃત્તિ કર્યા પછી વિશિષ્ટ એકાગ્રતાપૂર્વક મન-વચન-કાયાના વ્યાપારને ત્યાગ (કાયેત્સર્ગ) કરે, તેને વ્યુત્સર્ગ કહ્યો છે. ૬-તપ છેદગ્રન્થમાં અથવા તકલ૫માં કહ્યા પ્રમાણે જે જે તપથી (જે અતિચારોની) શુદ્ધિ થાય તે તે તપ આલેચકને આપવું અને તે પ્રમાણે તેણે કરી આપવું, તેને તપપ્રાયશ્ચિત્ત સમજવું. આ પ્રાયશ્ચિત્ત સચિત્તપૃથ્વી આદિને સંઘટ્ટો (વિગેરે) થાય ત્યારે જઘન્યતયા નીવિથી આરંભીને ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસ સુધીનું અપાય છે. ૭–છેદ તપ પ્રાયશ્ચિત્ત આપવા છતાં સુધરે તેમ ન હોય તેવા સાધુને પાંચ અહોરાત્ર, દશ અહોરાત્ર, વિગેરે ક્રમથી ચારિત્રપર્યાયનો છેદ કરો (પર્યાયને ઘટાડવો), તે છેદ પ્રાયશ્ચિત્ત જાણવું. જે આત્માને તપ પ્રાયશ્ચિત્તથી સુધારી ન શકાય, તે ક્લિષ્ટ(અકુમાદિ)તપ કરવામાં પણ સમર્થ સાધુ તપથી ઉલટો ગર્વ કરે કે “ભલેને ગમે તેટલો તપ કરાવે એથી મને શું કઈ છે ?” એવાને, અથવા તપ કરવામાં અસમર્થ એવા ગ્લાન વિગેરેને, અથવા વિના કારણે અપવાદ માર્ગને ( ને) સેવવાની રૂચિવાળાને આ છેદ પ્રાયશ્ચિત્ત અપાય, એમ સમજવું. ૮-મૂળ=મહાવ્રતને પુનઃ ઉશ્ચરાવવાં (અર્થાત્ પૂર્વના સઘળા પર્યાય છેદ કરો) તે પ્રાય- ' ત્તિને મૂળ કહેવાય. આ પ્રાયશ્ચિત્ત “આકુટ્ટીથીએટલે વારંવાર, કે જાણી સમજીને પંચેન્દ્રિય જીવને વધ કરે, ગર્વ–અહંકારથી મૈથુન સેવે, ઉત્કૃષ્ટ મૃષાવાદ સેવે, અદત્તાદાન કે પરિગ્રહ કરે, અથવા ન્હાના પણ એ મૃષાવાદાદિ દોષોને જાણવા છતાં વારંવાર સેવે, તેને આપવામાં આવે છે. અનવસ્થાપ્યતા–“અવસ્થાપનં એટલે પુનઃ વ્રતે ચારણું, તે પણ ન કરી શકાય તેવી મોટી વિરાધના કરનાર સાધુ અનવસ્થાપ્ય કહેવાય અને એવા અતિદુષ્ટપરિણામવાળા સાધુને આપેલો તપ જ્યાં સુધી તે પૂર્ણ ન કરે ત્યાં સુધી પુનઃ વ્રતે નહિ ઉચ્ચરાવવાં, એવું પ્રાયશ્ચિત્ત તેને પણ અનવસ્થાપ્ય કહેવાય. એવા વિરાધકને તપકર્મ પણ એવું અપાય છે તે પૂર્ણ કરતાં તેનામાં “ઉઠવું બેસવું વિગેરે કાર્ય કરવાની પણ શક્તિ ન રહે અને જ્યારે તે તપ કરતાં તદ્દન અશક્ત બની જાય ત્યારે અન્ય સાધુઓને પ્રાર્થના કરે કે-“હે આર્યો! મારી ઉભા થવાની ઈચ્છા છે. ત્યારે અન્ય સાધુઓ એની સાથે વાત પણ નહિ કરતાં તેનું માત્ર કામ કરે. એ પ્રમાણે તપ કર્યા પછી એને ત્રચ્ચારણ કરાવાય. આ પ્રાયશ્ચિત્ત જે સાધુ લાઠી, મુદ્દી વિગેરેથી મરવાનેમારવાને પણ ભય છોડીને નિર્દયપણે પિતાને અથવા પર પ્રહાર કરવારૂપ અતિદુષ્ટ-રૌદ્વઅધ્યવસાયને સેવે તેને અપાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy