________________
પ્રાયશ્ચિત્ત અધિકાર-તીર્થ બકુશ-કુશલ સાધુએથી જ ચાલશે].
૪૩૫ સ્નાતક કહેવાય છે, તે સગી અને અયોગી, એમ બે પ્રકારને કહ્યો છે. તેમાં મન, વચન અને કાયારૂપ યેગના વ્યાપારવાળે સગી અને એ યોગોને નિરોધ કર્યો હોય તે અગી સમજ.
આ પાંચ પ્રકારે પૈકી નિગ્રન્થ, સ્નાતક અને પુલાક, એ ત્રણને (આર્યજબૂસ્વામિથી) વિચ્છેદ થએલે છે, પ્રભુ મહાવીર દેવનું તીર્થ(શાસન) ચાલશે ત્યાં સુધી બકુશ અને કુશીલ બે પ્રકારના જ સાધુઓ રહેશે. કહ્યું છે કે –
" निग्गंथसिणायाणं, पुलागसहियाण तिण्ह वोच्छेओ।
समणा बउसकुसीला, जा तित्थं ताव होहिंति ॥" प्रवचनसारो० ७३०॥ ભાવાર્થ-નિગ્રન્થ, સ્નાતક તથા પુલાક, એ ત્રણને આર્યજબૂસ્વામિથી વિરછેદ થએલે હવાથી શેષ બકુશ અને કુશીલ સાધુઓ શાસનના અંત સુધી થશે (રહેશે).૮૭
૨૮૭-જગતના સ્વરૂપને વિચારતાં એમ સમજાય છે કે તે તે કાળ વિગેરે નિમિત્તોને પામીને જગતના ભાવની ઉત્પત્તિ-નાશ થયા કરે છે. જો કે વસ્તુને સર્વથા નાશ થતો નથી, તેનાં રૂપાન્તર થાય છે, તો પણ વ્યવહારમાં પૂર્વરૂપના વિયોગને નાશ અને નવા રૂપના સંગને ઉત્પત્તિ માનવામાં આવે છે, આ રૂપાતરાને જેના પરિભાષામાં પર્યાયે કહેવાય છે.
એમ વસ્તુ શાશ્વત છતાં નાશ અને ઉત્પત્તિ ધર્મવાળી પણ છે શ્રી જિનેશ્વરએ કહેલી “જે વા વિના વા ખુદ રા” એ ત્રિપદી પણ આ સત્યનું જ નિરૂપણ કરે છે કે વસ્તુ માત્ર ધ્રુવ છતાં તેની ઉત્પત્તિ અને નાશ પણ છે, સર્વ સત્યનું આ મૂળ છે.
એમ છતાં “વસ્તુ માત્ર તેના સ્વભાવથી જ બદલાય છે એમ માનવું તે એકાન્તિક હોવાથી મિથ્યા છે, વસ્તુતઃ સ્વભાવથી બદલાતી પણ વસ્તુ તે તે નિમિત્તના બળે બદલાય છે. વર્તમાનકાળ અવસર્પિણીને છે, અર્થાત્ પ્રત્યેક ભાવો નીચા ઉતરતા જાય તેવું વર્તમાનકાળ છે. એ કારણે શ્રમોમાં પણ મુલાક, નિર્ગથ અને સ્નાતક એ ત્રણને વિચ્છેદ થયો છે એમ સમજવું. સામાન્યતયા નાશ-
વિચ્છેદ તેને થાય છે કે તત્કાલીન છે જેની રક્ષા કે સદુપયોગ વિગેરે કરવાનું બળ (પુણ્ય) વિગેરે ન ધરાવતા હોય, ઉત્પત્તિ પણ તેની થાય છે કે તે કાળના જીવમાં તેની રક્ષા અને સદુપયોગાદિ કરવાનું બળ હાય.
સાધુતા નિશ્ચયથી આત્મપરિણામરૂપ અને વ્યવહારથી તેને અનુસરતા અનુષ્ઠાનાદિને આચરવારૂપ છે. અહીં પલાક વિગેરે પાંચ પ્રકારે કહ્યા તે વસ્તુતઃ સાધુતાના નહિ પણ તેને પાળનારા આત્માઓના છે. તે તે જીવ સ્વ-સ્વ ક્ષયે પશમને (ગુણ પ્રાગટ્યને) અનુસરીને તથા પુરયથી મળેલી સાધન-સામગ્રીને અનુસરીને સાધુતાનું આરાધન કરી શકે છે. આ ક્ષપશમ અને પુણયબળ સર્વને સમાન હોતાં નથી, પ્રત્યેક જીવમાં તેનું તારતમ્ય હોય છે, આ તારતમ્યને જ પાંચ ભાગમાં વહેચીને શ્રમણાના પાંચ પ્રકારે કહ્યા છે. પ્રત્યેકના ભિન્ન ભિન્ન તારતમ્યની અપેક્ષાએ તે જેટલા સાધુ તેટલા પ્રકારે થઈ શકે.
આ શોપશમ અને પુરુયાદિની તારતમ્યતાને કારણે દરેક કાળમાં દરેક ક્ષેત્રમાં દરેક ને દરેક ભાવે ઉપકાર કરી શકતા નથી, જેની રક્ષા અને સદુપયેગાદિ કરી શકાય તે તે ભાવે જ ઉપકાર કરી શકે છે. માટે ઉપકારક થઈ શકે અથવા ઉપકારક બનાવી શકાય તેવા ભાવે છે તે ક્ષેત્રમાં તે તે જીવોને પ્રાપ્ત થાય અને ઉપકારી ન થઈ શકે-જેને ઉપકારક ન બનાવી શકાય તેવા ભાવોને વિયોગ થાય. આ બધું જગતસ્વભાવે થાય છે, તે પણ એ ભૂલવા જેવું નથી કે એની પાછળ શ્રીઅરિહંતાદિ પંચપરમેષિઓને અને સમાદિ ધર્મ વિગેરેને અગમ્ય-અચિત્ય પ્રભાવ રહેલો છે. આ સાધતા માત્ર તેને પાળનારા સાધુનું જ નહિ, અન્ય સાધુએનું, ગૃહસ્થાનું અને આગળ વધીને સમગ્ર જીવનું કલ્યાણ કરનારી છે. તેથી જેને તે ઉપકારક છે તે દરેકની સ્વશક્તિ અનુસાર જવાબદારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org