________________
વ્રતાદિના પાલન માટે વિહાર અને તેને વિધ]
४२७ આવવાનું બને ત્યારે સ્થાન ન મળે. માટે બીજા પણ ગએલા પ્રત્યુપેક્ષક (વસતિની શોધ કરનારા) પાછા આવ્યા પછી ગુરૂની ઈચ્છા પ્રમાણે નિર્ણય થશે એમ કહેવું.
તે પછી બે જણ ગુરૂ પાસે જઈને (પતે જેએલા) ક્ષેત્રનું સ્વરૂપ જણાવે. એમ (બીજી દિશામાં ગએલા પણ આવીને પોતે નક્કી કરેલા ક્ષેત્રનું સ્વરૂપ જણાવે. પછી ગુરૂ સર્વક્ષેત્રોનું સ્વરૂપ વિચારીને ક્યારે ક્યાં જવું? તે નક્કી કરીને સમગ્ર ગ૭ની સંમતિ પૂર્વક જે ક્ષેત્ર નિર્દોષ જણાય ત્યાં જવા માટે નિર્ણય કરે. જવાના પૂર્વના દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી જેના મકાનમાં રહ્યા હોય તે ગૃહસ્થને ધર્મોપદેશ કરીને પિતાને જવાને સમય (નિર્ણય) જણાવે. પહેલાંથી જણાવે તે (ગુરૂ હવે જશે એમ સમજીને) સારું જમણ બનાવે અને જતી વેળા જણાવે તો (ગુરૂવિરહના દુઃખથી) રડે, વિગેરે અનેક દોષ લાગે. તે પછી બીજા દિવસે સવારે સૂત્રની-અર્થની બે પિરિસી પૂર્ણ કરીને (વાચના પછી) અને અપવાદથી સૂર્યોદય પછી કે પહેલાં પણ વિહાર કરે. (બૃહત્કલ્પ ભાષ્ય ગાથા ૧૫૪૩ માં) કહ્યું છે કે- સૂત્રપેરિસી અને અર્થપોરિસી ઉભય કરીને, ક્ષેત્ર દૂર હોય તે પાદેન પારસીએ પાત્રનું પડિલેહણ કરીને, વધારે દૂર હોય તે સૂર્યોદય પછી તુર્ત, અથવા અતિશય દૂર હોય તે સૂર્યોદય પહેલાં પણ વિહાર કરી શકાય. (સર્વ સાધુઓ મકાનથી બહાર નીકળીને સાથે કરીને ચાલે, એકાકી કે ઘણા પણ આગળ પાછળ ચાલવાથી ચોરને ભય, કે સૂર્યોદય પહેલાં અંધારામાં ચાલવાથી પરસ્પર બેલાવતાં અવાજ થવાથી ગૃહસ્થ જાગીને આરમ્ભ કરે, વિગેરે દોષ લાગે.) કોઈ નિદ્રાળુ વહેલો જાગી શકે નહિ) અથવા કોઈ ધર્મશ્રદ્ધાળુ (અંધારે ચાલવા ન ઈચ્છતી હોય તે તેવાને “અમુક માર્ગે અમુક ક્ષેત્રમાં આવવું વિગેરે સંકેત કરીને તેની સાથે બીજા સહાયક સાધુને રાખીને જાય, ઉપરાન્ત પાછળ રહે તેને ઉપાડવા ઉપધિ જુની હોય તે આપવી. (કે જેથી તેને ચિરાદિના ઉપદ્રવને ભય ન રહે.)
વિહારના દિવસે સાધુઓ સવારે પડિલેહણ કરતાં જ વસ્ત્રોનાં વિટલાં કરે, પછી “ચરમ એટલે પદનપરિસી (સુધી સ્વાધ્યાય કરી સમય) થાય ત્યારે પાત્રોનું પડિલેહણ કરીને તેને ગાંઠ વિગેરેથી બાંધે (પછી વિહાર કરે). શુભમુહૂર્ત વિહાર કરતાં વૃષભ (પ્રૌઢ) સાધુઓ ગુરૂની ઉત્કૃષ્ટ ઉપધિરૂપ અક્ષ (સ્થાપનાજી) લઈને શકુન જોઈને પહેલાં ચાલે, કારણ કે ગુરૂ પહેલા ચાલે અને કદાચ અપશકુનના કારણે પાછા વળવું પડે તે તેઓની હલકાઈ થાય, માટે ગુરૂ વૃષભેને શુભ શકુન થતાં શય્યાતરની અનુમતિ લઈને પછી ચાલે. શેષ સાધુઓ પડદે બાંધીને તેના અંતરે ઉપાશ્રયનું સંમાર્જન કરીને ઉપધિને એકઠી કરે. તેમાંથી બાળ, વૃદ્ધ, કે રાજા, વિગેરે દીક્ષિત થએલા જે અશક્ત હોય તેઓ ઉપડે તેટલી જ ઉપાધિ ઉપાડે, બાકીની વૈયાવચ્ચના અભિગ્રહવાળા મહામુનિઓ વહેંચીને ઉપાડી લે અને તેવા અભિગ્રહવાળા ન હોય તે બીજા સમર્થ સાધુઓ ઉપાડે. તેમાં પણ એક ખભે ગુરૂની ઉપધિનું અને બીજા ખભે પિતાની ઉપધિનું વિંટલું ઉપાડે. - તે પછી ક્ષેત્ર પ્રત્યુપેક્ષકો બતાવે તે માર્ગે ક્રમશઃ મૂળ ગામે (ક્યાં જવાનું નક્કી કરેલું હોય ત્યાં) પહોંચે. ત્યાં પહોંચ્યા પછી પ્રથમ ક્ષેત્રની ગવેષણ કરનારા પ્રત્યુપ્રેક્ષકો પડદે, દાંડો અને દંડાસણ લઈને જ્યાં ઉતરવાનું નિર્ધાયું હોય ત્યાં જાય અને “અમારા ગુરૂ પધારે છે એમ શય્યાતરને જણાવીને વસતિને પ્રમાજીને બારણે પડદે બાંધે અને ધર્મકથા કરનાર એકને ત્યાં શાતરની પાસે મૂકીને બીજા પાછા ગુરૂ પાસે જઈને સઘળું જણાવે. પછી વૃષભસાધુએ શકુનેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org