SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતાદિના પાલન માટે વિહાર અને તેને વિધિ] ૪૩ पत्ते अइच्छिए वा, असाहगं तेण णिति अप्पत्ते । नाउं निग्गमकालं, पडिचरए पेसविति तहा ॥" बृहत्कल्पभाष्य-१४५२॥ ભાવાર્થ-કાર્તિકીચેમાસી બેસે તે દિવસે કે તે પહેલાં મુહૂર્ત અનુકૂળ ન હોય, અથવા કાર્તિક પૂર્ણિમાને મહત્સવ હોવાથી સાધુને આવતા જોઈને અજ્ઞાન લેકે “આ મુંડ સાધુઓ અમારા વિરોધી છે માટે આવા દિવસે અમને અપશુકન કરે છે ઈત્યાદિ બેલે તેમ હોય, તે માસીને એક દિવસ ગયા પછી નીકળવું (૧૪૫૧) અને માસીને પહેલો કે તે પછીના દિવસો પણ નક્ષત્રથી અનુકૂળ ન હોય, ઉપલક્ષણથી અતિશાયિજ્ઞાન દ્વારા ભવિષ્યમાં વરસાદની કે માર્ગમાં કાદવની સંભાવના જણાય, તે ચોમાસી બેઠા પહેલાં પણ નીકળવું. એમ જવાને સમય જાણીને ક્ષેત્રની ગવેષણ કરનારા સ્થવિરેને એવી રીતે મેકલવા કે નીકળતાં પહેલાં પાછા આવે. (૧૪૫૨) - જ્યાં જવાનું હોય તે ક્ષેત્ર પૂર્વે જેએલું હોય કે ન હોય, પણ તેની પ્રત્યુપેક્ષણ (માહિતી) અવશ્ય કરવી, અન્યથા (ત્યાં જાય ત્યારે સ્થાન ન મળે વિગેરે) દેશે થાય. કહ્યું છે કે – "अप्पडिलेहियदोसा, वसही भिक्खं व दुल्लहं होज्जा। बालाइगिलाणाण व, पाउग्गं अहवसज्झाओ॥" बृहत्कल्पभाष्य-१४५३॥ ભાવાર્થપહેલાં ક્ષેત્રની માહિતી મેળવ્યા વિના ત્યાં જવાથી દેષ થાય, જેમકે–પૂર્વે જેએલ ઉપાશ્રય પણ ભાડા વિગેરેથી કેઈને સેખે હેય, પડી ગયે હોય, અથવા બીજા સાધુઓ ત્યાં ઉતર્યા હોય તે રહેઠાણ ન મળે, (વિના અનુમતિએ જવાથી) તે ક્ષેત્રના લોકોની અરૂચિ થઈ હાય (થાય) તે ભિક્ષા પણ ન મળે, અથવા બાળ કે બીમાર વિગેરે સાધુઓને ગ્ય આહારાદિ વસ્તુ દુર્લભ થાય, માંસ-રૂધિરાદિ વારંવાર પડતાં હોય તે ત્યાં સ્વાધ્યાય કરી ન શકાય, (લોકે રૂધિરાદિને દૂર ન કરે,) ઈત્યાદિ દે (વિ) ઉભા થાય. (૧૪૫૩) ક્ષેત્રની શોધ માટે ગીતાને મેકલવાને વિધિ આ પ્રમાણે છે–સાંજે પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા પૂર્ણ થયા પછી આચાર્ય બધા સાધુઓને ભેગા કરીને તેઓને પૂછીને ચારે દિશામાં, અથવા અશિવ વિગેરે ઉપદ્રવ હોય તે શેષ ત્રણ, બે કે એક દિશામાં પ્રત્યુપ્રેક્ષકોને મોકલે. જો સાધુઓને પૂછ્યા વિના એકલે તે જનારને માર્ગમાં ચાર વિગેરેને, કે ત્યાં પહોંચ્યા પછી કેઈ દુશમન વિગેરેને ભય ઉભો થાય તે પાછળ રહેલા સાધુઓ તેઓની શેધ–સહાય માટે ન જાય. તેમાં પણ દરેક દિશામાં ઉત્કૃષ્ટથી સાત, તેટલા ન હોય તે પાંચ, અથવા જઘન્યથી નિયમ ત્રણ ત્રણ અભિગ્રહધારીઓ (ક્ષેત્રની શોધ કરવારૂપ વૈયાવચ્ચના અભિગ્રહવાળા ક્ષેત્રના પ્રત્યુ પક્ષક) જાય. (બૃહત્કલ્પભાષ્યની ગા. ૧૪૬૩ના ઉત્તરાદ્ધમાં પણ) કહ્યું છે કે–ચાર, ત્રણ, બે, કે એક દિશામાં સાત સાત, પાંચ પાંચ કે જઘન્યથી ત્રણ ત્રણ સાધુઓને મોકલવા ઈત્યાદિ. - એવા અભિગ્રહવાળા ન હોય તે ગણવચ્છેદક (ગચ્છનાં સર્વ કાર્યોની ચિંતા કરનારે) જવું જોઈએ, તેના અભાવે કેઈ અન્ય ગીતાર્થને, તેના અભાવે અનુક્રમે અગીતાર્થ, દ્વાહી, તપસવી, વૃદ્ધ, બાળ, અને તે પણ ન હોય તે વૈયાવચ્ચકારકને મોકલવા. કહ્યું છે કે – "वेयावच्चगरं बाल, बुड्ढ खमयं वहंतज्गीअत्थं । गणवच्छेइअगमणं, तस्स व असती य पडिलोमं ॥" बृहत्कल्पभाष्य-१४६४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy