SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ४२४ [[ધવ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાહ ૧૨૬ ભાવાર્થ-વૈયાવચ્ચકાર, બાળસાધુ, વૃદ્ધસાધુ, તપસ્વી, વહત એટલે ગવાહી અને અગીતાર્થને ક્ષેત્રની શોધ માટે નહિ મેકલવા, કિન્તુ ગણાવચ્છેદકને મેકલવા. અર્થાત્ ગણાવછેદકને, તેના અભાવે બીજા ગીતાર્થને અને તે પણ ન હોય તે પશ્ચાનુપૂવએ ઉપર કહ્યા તે અગીતાર્થ, ગવાહી, વિગેરેને મોકલવા. ગચ્છની નિશ્રામાં રહેલા યથાલનિક (જિનકલ્પ જેવું ચારિત્ર પાળનારા મુનિઓ, જેનું વર્ણન નિરપેક્ષયતિધર્મમાં કહેવાશે તે) તે એ પણ એક જ દિશામાં જાય અને બાકીની ત્રણ દિશાઓમાં ગએલા ગચ્છવાસી મુનિએ યથાલનિકને એગ્ય ક્ષેત્રની શેધ કરે, એમ સમજવું. તેમાં પણ જે અગીતાર્થને મોકલવું પડે તે તેને ઘસામાચારી (સામાન્ય વિધિ) સમજાવીને, તેના અભાવે ગવાહીને મેકલ પડે તે નિક્ષેપ કરીને નાગ છોડાવીને)અને તપસ્વીને એકલવે પડે તે પહેલાં પારણું કરાવીને પછી “તપ ન કરીશ” એમ કહીને મેકલ. વૈયાવચ્ચ કરનારે જાય તો પાછળ રહેલા સાધુઓને સ્થાપનાકુળ (કારણે જરૂરી આહારાદિ મેળવવા માટે રાખી મૂકેલાં, અર્થાત જ્યાં દરરોજ સાધુઓ વહોરવા ન જતા હોય તેવાં ઘરે) બતાવ્યા પછી, અને બાલ કે વૃદ્ધને મોકલવા પડે તે સશક્તને અથવા વૃષભની (યુવાનની) સાથે મોકલવા. કહ્યું છે કે “સામાજિમg, કોમળાદિ રવમા પા. वैयावच्चे दायण, जुयल समत्थं व सहियं वा ।।" बृहत्कल्पभाष्य-१४७१॥ ભાવાર્થ –અગીતાર્થને (મોકલવા પડે તો) સામાચારી સમજાવીને, અનાગાઢ યોગીને નિક્ષેપ કરીને, તપસ્વીને પારણું કરાવીને આગળ તપ નહિ કરવાની ભલામણ કરીને, વૈયાવચ્ચકારને તેણે સ્થાપનાકુળ બતાવ્યા પછી, બાળ-વૃદ્ધ સમર્થ હોય તેને, અથવા (નિર્બળને મોકલવા પડે તે) બીજા વૃષભ(સમર્થ)સાધુની સાથે મોકલવા. (જનારા પોતાની ઉપધિ પાછળ રહેનારા સાધુને સેંપીને, પરસ્પર ક્ષામણાં કરીને અને પુનઃ ગુરુને પૂછીને જાય, અન્યથા પ્રાયશ્ચિત્ત લાગે.) એ રીતે મેકલેલા તેઓ માર્ગ (રસ્તે) સુગમ છે કે દુર્ગમ? તથા કયાં કયી દિશામાં વળે છે? વિગેરે જોઈને ધારી લે. ઉપરાન્ત વડીનીતિ-લઘુનીતિ માટેની યોગ્ય ભૂમિ, પાણી મળવાનાં સ્થળ, વિસામાનાં સ્થાને, ભિક્ષા સુલભ છે કે દુર્લભ, વચ્ચે રહેવા માટે ઉપાશ્રય મળે તેમ છે કે નહિ, માર્ગમાં ચેર–લુંટારા વિગેરે છે કે નહિ? અથવા દિવસે અને રાત્રે કયાં કયાં કેવાં વિદને વિગેરે આવવા સંભવ છે? ઈત્યાદિ સઘળું જાણું લે. કહ્યું છે કે – “ૉઇશરે ૩, ૪ મિવાવેતર ૫ ઘણીવો तेणा सावय वाला, पञ्चावाया य जाणविही ॥' बृहत्कल्पभाष्य-१४७३॥ ભાવાર્થ-માર્ગ, પ્રશ્રવણની અને ઉચ્ચારની ભૂમિ, પાણીનાં સ્થાને કે જ્યાં બાળ વિગેરે સાધુઓને એગ્ય પ્રાસુક પાણી મળી શકે, તથા વિસામાનાં સ્થાને, વચ્ચે ક્યાં ક્યાં ભિક્ષા મળવાને કે ન મળવાને સંભવ છે, વચ્ચે રહેવું પડે છે તે માટે ઉપાશ્રય સુલભ છે કે દુર્લભ, ચરે, શિકારી પ્રાણિઓ કે સર્ષ વિગેરેને ઉપદ્રવ ક્યાં કે છે, અને દિવસે કે રાત્રે કયાં વિદને સંભવિત છે, ઈત્યાદિ સઘળું સારી રીતે જોતા જોતા જવું, એ જવાને વિધિ જાણુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy