________________
૪૧૮
દૂધ સં૦ ભાવ ૨ વિ. ૩-ગા૦ ૧૨૬ ભાવાર્થ–પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત તથા સત્તરવિધ સંયમમાં, બાર પ્રકારના તપમાં અને ચારિત્રઅનુષ્ઠાનમાં ઉદ્યમી સાધુઓને સે વર્ષો સુધી એક સ્થળે રહેવા છતાં પણ આરાધક કહ્યા છે. ૨૭
૨૭૭–અનાદિ કાળથી પરિગ્રહ સંજ્ઞાને વશ પડેલા જીવને જીવવાની અન્ય સામગ્રીઓના પરિગ્રહની જેમ સ્થાન(રહેઠાણ)ને પણ પરિગ્રહ લાગેલો છે, એ કારણે આજસુધી અનુકૂળ-પ્રતિકૂળ રહેઠાણમાં પણ તે રાગવૈષ કરતો આવ્યો છે, એને વિજય કરવા માટે વિહાર (અન્ય અન્ય સ્થળે પર્યટન કરવું તે) એક ઉત્તમ ઉપાય છે. વિહારથી સ્થાનની મૂછ થતી નથી. ઉદાહરણ તરીકે એક મનુષ્ય યોત્રાર્થે જવા માટે નીકળે, જેના દ્વારા જવાનું હોય તે રેલ્વે વિગેરે સાધન તુર્ત મળી જાય તે રેયાડ વિગેરે ત્યાંની ભૂમિ પ્રત્યે તેને કંઈ મૂછ ન થાય, કારણ કે ત્યાં રોકાવાનું નથી. પણ હવે મોડી પડી હેય, બે કલાક કાવું પડે તેમ હોય, તો તુર્ત સ્થાનને શોધશે, પસંદ કરીને મમત્વ કરશે અને એ સ્થાને બીજો ન બેસી જાય તે માટે કાળજી કરશે. એ જ રીતે એક કલાક માટે રેલ્વેમાં બેસવાનું હોય ત્યારે અને બાર કલાક બેસવાનું હોય ત્યારે બેઠક મેળવવાની વૃત્તિમાં ભેદ પડે છે, યાત્રા કરીને એક જ દિવસમાં પાછા ફરવાનું હોય ત્યારે અને એક બે અઠવાડીયાં ત્યાં રોકાવાનું હોય ત્યારે ધર્મશાળાના ઓરડાની પસંદગી વિગરેમાં પણ મેટે ભેદ પડે છે. જાણે ત્યાં જ કાયમ રહેવાનું ન હોય ? તેમ દરેક જાતિની સગવડોને મેળવવાની ખટપટમાં પડે છે, ઈત્યાદિ અનુભવો પ્રાય: સહુને થાય છે. તે પ્રમાણે સાધુજીવનમાં પણ છવ સ્થાન પ્રત્યે, કે તે સ્થળની અનુકૂળ-પ્રતિકૂળ દ્રવ્યાદિ (આહારાદિ) સામગ્રી પ્રત્યે રાગ-દ્વેષના રવાડે ન ચઢી જાય, સમતા સાધી શકે, અને મમતાને તોડી શકે, એ ઉદ્દેશથી વિહાર કરવામાં છકાય જેની હિંસાને સંભવ છતાં જૈન મુનિઓને અન્યાન્ય સ્થળે વિચરવાનું વિધાન છે. છકાયની હિંસાને સંભવ છતાં હિંસા કરવાના પરિણામ નહિ હેવાથી, ઈર્યાસમિતિના પાલનપૂર્વક ચાલવાનું હોવાથી અને રાગ-દ્વેષને વિજય કરવારૂપ ભાવઅહિંસાની સાધના માટે વિહાર કરવ હોવાથી વિહારથી હિંસાની નહિ પણ અહિંસાધર્મની સાધના થાય છે, એમ શુદ્ધ ઉદ્દેશપૂર્વક વિધિથી વિચરનારા મુનિને વિહારથી સંયમની (સમતા સામાયિકની) શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. અનેકવિધ શાસ્ત્રોને વિશિષ્ટ અભ્યાસ કરનારા જ્ઞાનીને પણ અનાદિ રાગ-દ્વેષાદિ અન્તરંગ શત્રુઓને વિજય કરવા માટેના ઉચિત ઉપાય કર્યા વિના તે નબળા પડતા નથી અને સમતારૂપ સામાયિકની સિદ્ધિ કે રક્ષા પણ થતી નથી, માટે જ્ઞાની મુનિ શક્ય હોય ત્યાં સુધી વિચારવામાં સંયમની સાધના માનીને વિધિથી વિહાર કરે છે. રોગાદિ પ્રસંગે, વૃદ્ધત્વાદિ કારણે, દુષ્કાળાદિ નિમિત્તે, કે એવા બીજા પણ કારણે સ્થિરવાસ (એક સ્થળે) રહેવું પડે તે પણ ઉપર જણાવ્યાં તે દ્રવ્યાદિન પ્રતિબધેથી સંયમની હાનિ ન થાય તે માટે સતત જાગ્રતિ ૨ાખે છે. કહેવાય પણ છે કે “વહેતાં પાણી નિર્મળાં, બાંધેલાં ગન્ધાય” અર્થાત્ નદીનું પ્રતિદિન વહેતું પાણી અનેક મલિન પદાર્થો તેમાં મળવા છતાં નિર્મળ રહે છે અને નિર્મળ પણ સરવરાદિનું બાંધેલું પાણી અમુક કાળે મલિન (દુર્ગન્ધવાળું) થાય છે, તેમ માત્ર અષ્ટપ્રવચનમાતાને પાલક પણ મુનિ સંયમના ધ્યેયથી વિધિપૂર્વક વિહાર કરે તો તેનું સંયમ નિર્મળ અને ઉત્તરોત્તર વિવૃદ્ધ બને છે અને જ્ઞાની પણ વિના કારણે દ્રવ્યાદિના પ્રતિબન્ધને વશ બનીને સ્થિરવાસ ૨ તેન સંયમ અનેક દેથી દૂષિત થઈ જાય છે. માટે મહાવ્રતના પાલન માટે વિહાર અતિ ઉપકારક છે. વિહારથી જિનાજ્ઞાનું પાલન થતું હોવાથી કર્મોની નિર્જરા થાય છે, પરિણામે પરીષહાને સહવાનું સત્વ પ્રગટે છે, દ્રવ્યાદિનું મમત્વ કે શુભાશુભ દ્રવ્યાદિ પ્રત્યે રાગ-દ્વેષાદિ તૂટે છે. જીવનમાં નિસ્પૃહતા પ્રગટે છે અને પરિણામે સ્વાશ્રયી બની શકાય છે. એમ વિહાર સંયમ માટે ઘણે ઉપકારક છે.
એમ વિહારનું મુખ્ય ધ્યેય સંયમ સાધના છે અને ગૌણપણે જૈનશાસનની પ્રભાવના અને તે દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrareorg