SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતાદિના પાલન માટે વિહાર અને તેને વિવિધ] ૪૧૭ એમ (ભક્તો, આહાર, પાત્ર વિગેરે) દ્રવ્યોના પ્રતિબન્ધથી, તથા અમુક ક્ષેત્રમાં ‘પવન રહિત ઉપાશ્રય વિગેરે હાવાથી તે ક્ષેત્ર ઈષ્ટ સુખને આપનારૂં છે, માટે ત્યાં જાઉં એમ ક્ષેત્રના પ્રતિબન્ધથી, તથા આ (અમુક) ક્ષેત્રમાં અમુક ઋતુ સુખકર (અનુકૂળ) છે, (માટે તે ઋતુમાં ત્યાં જાઉં)' એમ કાળના પ્રતિબન્ધથી, તથા સ્નિગ્ધ (માદક) મધુર” વિગેરે આહારાદિ મળવાથી મારા શરીરની પુષ્ટિ વિગેરે સુખ થાય, અહીઁ તેવી આહારાદિ પુષ્ટિકર સામગ્રી મળે તેમ નથી' (માટે તે મળી શકે ત્યાં વિચરૂં) ઈત્યાદિ ભાવ પ્રતિબન્ધથી ઉગ્ર (લાંમા) વિહાર કરે, એટલું જ નહિ, એ રીતે ઉગ્ર વિહારથી વિચરતાં લેાકા મને વિહારી અને અમુક સાધુને તે શિથિલ માનશે ઈત્યાદિ ભાવપ્રતિમ’ધથી વિચરે તા પણુ (સંયમ રક્ષાને બદલે પૌલિક સુખની ઈચ્છા વિગેરે હાવાથી) તેવા શાસ્ત્રાનુસારી માસકલ્પાદિના ક્રમે કરેલેા વિહાર પણ કાર્ય (સંયમ) સાધક બનતા નથી જ. માટે એક સ્થળે રહે કે વિચરે પણ જે સાધુ ઉપર્યુક્ત દ્રષ્યાદિના પ્રતિઅન્ય રહિત હોય તેને જ વિહાર (અથવા ગાઢ કારણે સ્થિરવાસ પણ) શ્રેયસ્કર છે. કારણે તેા ન્યૂનાધિક (એટલે અપૂર્ણ કે અધિક) માસકલ્પ પણ કરી શકાય. તે કારણેા તરીકે (પ્રતિકૂળ) દુષ્ટદ્રવ્યાદિરૂપ દોષો સમજવા. તેમાં જ્યાંનાં આહારપાણી વિગેરે દ્રવ્યેા શરીરને (કે સંયમને) અનુકૂળ ન હેાય તે દ્રવ્યથી પ્રતિકૂળ, સયમને ઉપકાર ન કરે તેવા ઉપાશ્રયાદિ તે ક્ષેત્રથી પ્રતિકૂળ, દુષ્કાળ વિગેરે સમય તે કાળથી પ્રતિકૂળ અને બીમારી કે જ્ઞાનહાનિ થતી (વૃદ્ધિ ન થતી) હાય વિગેરે ભાવથી પ્રતિકૂળ. એમ દ્રવ્યાદિની પ્રતિકૂળતારૂપ દોષો સમજવા. કારણે માહ્યષ્ટિએ માસકલ્પાદિ વિહાર ન થઈ શકે ત્યારે પણ ભાવથી ઉપાશ્રય, મહેલ્લે, (શેરી પળ વિગેરે,) અથવા તે ઉપાશ્રયમાં જ સંથારાની ભૂમિ (ખૂણા) બદલીને પણ એક જ ગામ વિગેરેમાં રહેવું પડે તે પણ પ્રતિમાસ સ્થાન બદલવું. પચવસ્તુમાં પ્રશ્નોત્તરરૂપે કહ્યું છે કે'मोतूण मासकप्पं, अन्नो सुत्तम्मि नत्थि उ विहारो । 44 તા ર્ મામૂળ ?, બ્ને કળામાવો ” ૮૧૬) (વÃવસ્તુ) ભાવાથ–પ્રશ્ન-સૂત્રમાં માસકલ્પની મર્યાદા વિનાના ખીન્ને વિહાર કહેલા નથી, તે અહીં આદિ શબ્દ કેમ કહ્યો ? ઉત્તર-તથાવિધ (જ્ઞાનાદિની વૃદ્ધિ આદિના) પ્રયેાજને માસકલ્પ ન્યૂનાધિક પશુ કરાય, સંયમના કારણે ન્યૂનાધિક પણ થાય, માટે ‘આદિ’ શબ્દ કહ્યો છે. કહ્યું છે કે'कालाइदोसओ जइ, न दव्यओ एस कीरए नियमा । 66 भावेण तहवि कीर, संथारगवच्चयाईहि ||" प्रवचनसारो० ७७४ || ભાવાર્થ-કાલ વિગેરેના દ્વાષથી જો દ્રવ્યથી પરાવન (માસકલ્પાદિ વિહાર) ન કરી શકાય તા પણ છેવટે ‘સંથારાની ભૂમીને બદલવી' વગેરે ભાવથી તા નિયમા વિહાર કરવા જ. એમ એક જ ગામમાં રહીને પણ ભાવથી સ્થાનાન્તર કરતા સાધુઓને તેમ કરવું તે (જિનાજ્ઞાથી) વિરૂદ્ધ નથી. કહ્યું છે કે— ૧૪ Jain Education International “ પંચતમિયા તિપુત્તા, કનુત્તા સંગમે તને ચરો । સતયંત્તિ સંતા, મુળિળો આરાઘના શિલા॥' હવે મારુ-રૂ॰ા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy