________________
વ્રતાદિના પાલન માટે વિહાર અને તેને વિધિ].
૪૧૯ એમ છતાં અજયણાવાળાને પણ વિહાર તે થઈ શકે, માટે તેના પ્રતિકાર માટે મૂળમાં કહ્યું છે કે વિહાર “સમ્યગ એટલે દ્રવ્યાદિની જયણાથી કર, તેમાં દ્રવ્યથી માર્ગમાં જીને જેતા જેતા, ક્ષેત્રથી આગળ ચાર હાથ ભૂમિને જોતા જોતા, કાળથી ચાલવું જરૂરી હોય ત્યાં સુધી અને ભાવથી ઉપગ પૂર્વક ચાલવું, એમ દ્રવ્યાદિયતનાથી વિહાર કરવો. કહ્યું છે કે
" दबओ चक्खुसा पेहे, जुगमित्तं तु खित्तओ।
कालओ जाव रीएज्जा, उवउत्तो अ भावओ॥" प्रवचनसारो० ७७१॥ ભાવાર્થ-દ્રવ્યથી નેત્ર વડે જોઈને, ક્ષેત્રથી યુગ પ્રમાણ આગળ ભૂમિને જેતે, કાળથી ચાલે ત્યાં સુધી અને ભાવથી ઉપગપૂર્વક, એમ ચતુર્વિધ જયણાથી વિહાર કરે. તથા
"पंथं तु वचमाणो, जुगंतरं चक्खुणा व पडिलेहे ।
अइदूरचक्खुपाए, सुहुमतिरिच्छग्गय न पेहे ॥" ओपनियुक्ति० ३२५॥ ભાવાર્થ-માર્ગે ચાલતે મુનિ એક યુગ જેટલી ભૂમિને નેત્રેથી પડિલેહે (તે ચાલે), કારણ કે દષ્ટિ અતિ દૂર પડે તે ભૂમિ ઉપરના સૂક્ષમ ને જોઈ ન શકાય. વળી–
“ગમન, ટુર્વ પિવાથvi |
छक्काय विउ(ओ)रमणं, सरीर तह भत्तपाणे य ॥" ओघनियुक्ति० ३२६॥ અન્યજીને જૈનધર્મની પ્રાપ્તિ કરાવવાનું પણ છે. જો કે શાસનપ્રભાવના કરવી, બીજાઓને ધર્મ પ્રાપ્ત કરાવો. ઇત્યાદિ પણ-પિતાના સંયમ માટે જ વ્યાપાર છે, તો પણ તેમાં ગૌણપણે પરેપકાર રહે છે. માટે અન્ય જીવોને પણ જૈનશાસનનું (સાધુતાનું) મહત્ત્વ સમજાય અને જૈનધર્મ પ્રત્યે આદર વધે તે રીતે વિહાર કરવો જોઈએ. તે ત્યારે જ બને કે જ્યાં જ્યાં વિચરે ત્યાં વસતા તે તે ગૃહસ્થોની ધર્મભાવના, શક્તિ, કે સામગ્રીને અનુરૂપ મળે તે સાધનાથી સંયમને નિર્વાહ કરી શકાય. એમ ન કરી શકાય તે ગૃહસ્થાની દાનરૂચિ ઘટે અને પરિણામે અનાદર પણ વધે. આ કારણે વિહાર જયણપૂર્વક અને ગીતાર્થ કે તેની નિશ્રામાં કરવાનું કહ્યું છે. સમ્યફત્વની પ્રાપ્તિ કે નિર્મળતા વિગેરેના કારણભૂત પણ તીર્થયાત્રાનું કે તે તે દેશનાં ઐતિહાસિક સ્થળો વિગેરેને જોવાનું લય પણ વિહારમાં ગૌણ જોઈએ. જેમ સાધુતાનાં પ્રત્યેક અનુષ્ઠાનમાં એક જ સંયમયાત્રાનું (અર્થાત્ રોગ-દ્વેષાદિના વિજયનું), તે માટે જરૂરી જ્ઞાનાદિ ગુણેને પ્રગટ કરવાનું અને પરીષહાદિ સહન કરવા દ્વારા કર્મનિર્જરાનું વિગેર ધ્યેય મુખ્ય છે, તેમ વિહાર પણ એ જ ધ્યેયથી કરવાનું વિધાન છે. સંયમસાધનાને ગૌણ કરીને તીર્થયાત્રાદિ માટે વિહાર કરે તે હીરાને બદલે કાચ મેળવવા જેવું છે. માટે આ ધ્યેયની સિદ્ધિ ન થઈ શકે તેવાં ક્ષેત્ર કાળ કે અવસ્થામાં વિહારને બદલે સ્થિરવાસ કરવો તે પણ હિતાવહ છે. કિન્તુ સ્થિરવાસ રહીને તે તે દ્રવ્યાદિ પ્રતિબન્ધાથી આત્માને બચાવ (રાગાદિને વિજય કરવો) તે અતિદુષ્કર છે. માટે મધ્યસ્થ બની સંયમની . અને સંઘની રક્ષા તથા ધર્મની વૃદ્ધિ થાય તે માર્ગ સ્વીકારવું જોઈએ. વર્તમાનમાં આ વિષયમાં અધિક જાગ્રતિની જરૂર છે. “રંગ ફુ સુ દ્દે અવિરત૬' અર્થાત “સંયમ નિત્યે દુરારાધ્ય બનશે” એમ પ્રભુ મહાવીર દેવે સ્વમુખે ઉચ્ચાર્યું છે, તે પ્રમાણે વિહારનાં ક્ષેત્રો ઘટતાં જાય, ગૃહસ્થાની ધર્મભાવના કાળબળે હીન થતી જાય ત્યારે સ્વ–પરહિતને ઈછતા જ્ઞાની મુનિઓ ત્યાગ અને વૈરાગ્યને વધારવા પૂર્વક પિતાની સંયમ યાત્રાને નિર્વિઘ અને નિર્દોષ બનાવવા શક્ય ઉદ્યમ કરે જ. જેન શાસનની પ્રાપ્તિને એ જ અનુપમ ઉપકાર છે, એમાં જ એની સફળતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org