SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ [ધ॰ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૧૨૫ અ પચિન્તન =જે પદ કે વાક્યના આધારે અનુ જ્ઞાન થાય તે ‘અ પદ્મ’ કહેવાય, એવા પદ, વાક્ય, વિગેરેના આધારે અનુ ચિન્તન કરવું, અર્થાત્ પદાદિના વિષયના વિચાર કરીને જે પદ્માદિ જે અના વાચક હોય તે અને ઘટાવવા, તેને અપઢનુ ચિન્તન કહેવાય. ભાવાર્થ એવા છે કે સૂક્ષ્મબુદ્ધિથી વિચાર (ચિન્તન) પ્રધાન બનીને શાસ્ત્રપાઠીના અર્થાના વિચાર કરવા જોઇએ, એમ સ્વયં વિચારીને, ખીજા બહુશ્રુત પાસેથી તેની ખાત્રી મેળવીને, જે પદના જે અર્થ થતા હાય તે જ અર્થ નક્કી કરવા જોઇએ. આ રીતે શાસ્ત્રપાઠાના અની વિચારણા વિના ધર્માંમાં શ્રદ્ધા ઘટતી (પ્રગટતી) નથી. પરમર્ષિનું કથન છે કે–શ્રીઅરિહંત ભગવંતે કહેલા ધર્મને સાંભળીને તેના અપદોના શુદ્ધ વિચાર કરીને નક્કી કરેલો અ’ વિગેરે (શુદ્ધ ગણાય). માટે તે તે પદ્માદિના વિચાર કરીને તેના અને નિશ્ચિત કરવા જોઇએ. જેમકેસૂક્ષ્મ પણ અતિચાર બ્રાહ્મી-સુન્દરીર′વિગેરેની જેમ શ્રીઅવતાર વિગેરેનુ' કારણ અને તેા ‘પ્રમત્ત (ગુણસ્થાને વતા) સાધુઓનું ચારિત્ર (સાતિચાર છતાં) મેાક્ષનુ કારણ અને’ એમ શાસ્ત્રમાં કહ્યું છે તે કેમ ઘટે ? કારણ કે તે ગુણસ્થાને પ્રમાદ હાવાથી ત્યાં અતિચારા ઘણા લાગે ? [એનુ સમાધાન એ રીતે વિચારવું-કે જો સાધુ દીક્ષિત થવા છતાં સૂક્ષ્મ પણ અતિચાર સેવે તે તેને વિપાક અતિરૌદ્ર (આકરા) જ હોય છે, કિન્તુ તે અતિચારના પ્રતિપક્ષી શુદ્ધઅધ્યવસાયા જ પ્રાયઃ તે અતિચારજન્ય પાપનો ક્ષય કરી શકે છે, આલેાચના વિગેરે પ્રાયશ્ચિત્ત કરવા માત્રથી તેના ક્ષય ૪૧૪ એમ છતાં તથાવિધ વિશિષ્ટ (દૃઢ) આલમ્બન (કારણ) વિના અપવાદ માના આશ્રય લેવાથી જિનાજ્ઞાની વિરાધના પણ થાય છે, વિના આલમ્બને કે નિળ આલમ્બને અપવાદને અનુસરનારા શેષકાળે ઉત્સર્ગને અનુસરે તેા પણ તે જિનાજ્ઞાને અનુસરનારા ગણાતા નથી. એ કારણે જ કયા પ્રસંગે ઉત્સ માગે વવું અને કયા પ્રસંગે અપવાદના આશ્રય લેવે, ઈત્યાદિ સમજવું અતિ મહત્ત્વનું છે. તેવી સમજ પ્રાપ્ત કરવા માટે ગીતા તાની ટોચે પહેાંચવું પડે છે, તેવી યેાગ્યતા વિના ઉત્સ-અપવાદના વિવેક કરવા દુષ્કર છે, માટે જ જૈનદર્શનમાં વિધિ-નિષેધો, ઉત્સર્ગ -અપવાદે, વિગેરે જણાવવા છતાં તેને અનુસરવા માટે તેા ગીતા ગુરૂની નિશ્રા કે ગીતા તા ઉપર જ ભાર મૂકયા છે. સ્વયં અગીતા કે ગીતા ગુરૂની નિશ્રા વિનાના આત્મા શાસ્ત્રાનુસારી વન કરે તે! પણ આરાધક થઇ શકતા નથી. સ વ્યવહારામાં આ ન્યાયને સ્વીકારવામાં આવ્યા છે તેમ અહીં જણુાવેલા પાર્શ્વ સ્થાદિના આશ્રયમાં, વસ્ત્રાદિ લેવા આપવામાં, તેની પાસે ભણવામાં કે તેને ભણાવવામાં, ઇત્યાદિ સ` વિષયેામાં ઉત્સર્ગ–અપવાદ જણાવ્યા છે, તે પણ તે એકાન્તિક નથી, મધ્યસ્થભાવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પુરૂષ વિગેરેની અપેક્ષાના વિચાર કરી સ્વ-પરને હાનિ ન થતાં લાભ થાય, શાસનની લઘુતા ન થાય, અન્ય જીવા પણુ ધર્મથી વિમુખ ન થતાં આદરવાળા ખને, ઈત્યાદિ વિચારીને વવું તેમાં શ્રીજિનાજ્ઞાનું પાલન છે. ગીતા તાની ઉત્તરાત્તર હાનિ થતી હૈાય ત્યારે તે આત્માથી એ વિશેષ જાગ્રત થવાની જરૂર છે. ૨૭૪-બાહુ-સુબાહુ-પીઠ અને મહાપીઠ વિગેરે સાથે દીક્ષિત થઈને ઉગ્ર તપ કરતા હતા, તેમાં સાધુઓને આહારાદિ લાવી આપવામાં ખાહુની તથા વૈયાવચ્ચમાં સુખાહુની વિશેષતા હતી, એકદા ગુરૂએ કરેલી તેએની પ્રશંસા સાંભળીને પીઠ અને મહાપીઠને એવા વિકલ્પ થયા કે “ આપણે આટલા આકરા તપ કરીએ છીએ છતાં ગુરૂ પ્રશંસા કરતા નથી અને બાહુની-સુખાહુની પ્રશ'સા કરે છે, ખરેખર ! સહુ પેાતાનું કામ કરનારની પ્રશંસા કરે છે” આવા વિકલ્પ થવાથી સ્ત્રીવેદ બાંધ્યા અને બ્રાહ્મી-સુન્દરી તરીકે જન્મ્યાં. શ્રીમલ્લિનાથ ભગવતે પણ પૂર્વભવમાં થેડી માયા કરતાં સ્ત્રીવેદ બાંધ્યા, વિગેરે પ્રસિદ્ધ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy