SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતાદિના પાલનમાં શાચિંતનનું મહત્ત્વ અને તેને વિધિ] થતું નથી. કારણ કે-બ્રાહ્મી વિગેરેએ પણ તે આલોચના કરી હતી, છતાં અતિચારને ક્ષય થયો ન હતો. અહીં સંવરભાવનામાં (પૃ. ૩૭૩ માં)કહ્યો તે ક્રોધાદિને પ્રતિપક્ષી ક્ષમા દિને અધ્યવસાય (વિગેરે તે તે દેષને પ્રતિપક્ષી તે તે અધ્યવસાય)સમજ. એ રીતે તે તે અતિચારના પ્રતિપક્ષી તુલ્યગુણ (સરખા બળવાળા) અથવા અધિકગુણવાળા શુદ્ધઅધ્યવસાયે જેનામાં પ્રગટે તે પ્રમત્તચારિત્રવંતને પણ ચારિત્રનું પાલન અઘટિત નથી. સારી રીતે પ્રતિકાર કરવાથી ઝેર પિતાનું કામ કરી શકતું નથી તેમ અતિચારે પણ તેના તુલ્યગુણ કે અધિકગુણવાળા પ્રતિપક્ષી અધ્યવસાયે દ્વારા પ્રતિકાર થવાથી નિષ્ફળ થાય છે, પિતાનું કામ કરી શકતા નથી. પ્રશ્ન-“જો એમ પ્રતિપક્ષી અધ્યવસાયથી અતિચારને પ્રતિકાર થઈ શકે તે પ્રાયશ્ચિત્ત વિગેરે કરવા-કરાવવાને વ્યવહાર (બાહ્ય વ્યવહારરૂપ હોવાથી નિરર્થક છે?” ઉત્તર-પ્રાયશ્ચિત્ત વિગેરે યતનાને (સંયમન) વ્યવહાર જ્યાં અતિચારની તુલના ન કરી શકે (અર્થાત્ પ્રાયશ્ચિત્ત કરવા છતાં અતિચાર આકરે હોવાથી નિષ્ફળ ન થાય) ત્યાં “પ્રતિપક્ષી અધ્યવસાયે પૂર્વક તે આલોચનાદિ પ્રાયશ્ચિત્ત કરવું એમ કહેવાથી પ્રાયશ્ચિત્તની વિશિષ્ટતા જણાવનારું “પ્રતિપક્ષી અધ્યવસાયે પૂર્વક” એ વિશેષણ સફળ છે-ઘટે જ છે. કારણ કે વિશેષણ દ્વારા વિશેષ્યને ઉત્કર્ષ થવાથી વિશેષ્ય સફળ થાય છે. (તાત્પર્ય કે પ્રતિપક્ષી અધ્યવસાય પૂર્વકનું પ્રાયશ્ચિત્ત સફળ થઈ શકે છે, માટે પ્રાયશ્ચિત્ત કરવા છતાં તે “પ્રતિપક્ષી અધ્યવસાય પૂર્વક કરવું એમ કહેવું નિરર્થક નથી) એમ છતાં વિશેષ-વિશેષણ પિકી કેણ બળવાન? તેને નિર્ણય નયના ભેદની અપેક્ષા રાખે છે, એથી એના નિર્ણયને અભાવ ટાળવે (નિર્ણય કરે) તે દુષ્કર જ છે. પ્રશ્ન-ઉપર્યુક્ત સમાધાન સ્વીકારવા છતાં એ પ્રશ્ન ઉઠે છે કે-વારંવાર કરેલું પ્રમાદાચરણ કમિક હોય, તેને પ્રતિપક્ષી એક અધ્યવસાયથી કેમ ટાળી શકાય ? કારણ કે વારંવાર મિથ્યાદુષ્કત દેવા છતાં પણ વારંવાર કરેલા અતિચારે ટળી શકતા નથી. ઉત્તર-એ સમાધાન કરવા માટે જ અહીં માત્ર “પ્રતિપક્ષી અધ્યવસાય એમ નહિ કહેતાં તુલ્યગુણ અથવા અધિકગુણ પ્રતિપક્ષી અધ્યવસાય” એમ કહ્યું છે, એથી એમ સમજવું કે માત્ર એક પણ બલવાન પ્રતિપક્ષથી ઘણા પણ અનર્થોને પરાભવ (નાશ) થાય છે, તેમ કર્યજનિત જડતાથી થતા હોવાથી અનેક પણ અતિચારે નિર્બળ છે, તેની સામે આત્માના સ્વભાવથી પ્રગટેલે થડો (ન્હાનો) પણ (ચૈતન્યરૂપ) પ્રતિપક્ષી અધ્યવસાય બલવાન હોવાથી તેનો નાશ કરે છે, એ વાત ઉપદેશપદ વિગેરે ગ્રન્થમાં પ્રગટ જણાવેલી છે જ. ૨૭૫-જે કે બ્રાહ્મી-સુન્દરીના પૂર્વભવના જીવ પીઠ અને મહાપીઠ આચના કર્યા વિના જ કાલધર્મ પામ્યા હતા, એવા પાઠે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, પ~ચાશક, વિગેરે અન્ય ગ્રન્થોમાં મળે છે, તે પણ તે વસંવાદી નથી. કારણ કે અહીં જણાવ્યા પ્રમાણે આલોચના કરવા છતાં તે સમાનભળવાળા પ્રતિપક્ષી અધ્યવસાય પ્રગટ્યા વિનાની નિબળ હોવાથી તેનું ફળ પૂર્ણ ન મળ્યું હોય. અર્થાત્ અતિચારજન્ય પાપને ક્ષય નહિ થવાથી પ્રાયશ્ચિત્ત કરવા છતાં ન કરવા તુલ્ય માનીને ત્યાં “આલોચના વિના એમ જણાવ્યું હાય, ઇત્યાદિ સમાધાન થઈ શકે છે. શાસ્ત્રપાઠે પરસ્પર વિસંવાદી ન બને તે રીતે તેનો અર્થ વિચારવો એ સમ્યમ્ જ્ઞાનનું લક્ષણ છે, અર્થાત્ તે જ વસ્તુતઃ અર્થપદનું ચિતન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy