SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતાદિના પાલન માટે કારણે પાસત્યાદિને સંસર્ગ કરવામાં વિવેક] ૪૧૩ ખાવું અને પીવાનું પીવું, ઈત્યાદિ. (આચારાંગદ્વિતીયશ્રુતસ્કંધ, અધ્ય૦ ૧લું, ઉદેશે ૫-૨૯) વસ્ત્ર વિગેરેને લેવા-આપવામાં પણ એ જ વિધિ છે. તેમાં આ પ્રમાણે અપવાદ કહેલો છે કે-ગૃહસ્થ કે કોઈ અન્યધર્મ સાધુ દીક્ષા લેવા ઈચ્છે તે તેને પોતાનાં વસ્ત્ર–પાત્રાદિ આપી શકે, વસ્ત્ર સુલભ હોય ત્યાં-ત્યારે પાર્શ્વસ્થાદિ પાસેથી લેવાય અથવા તેને અપાય, માર્ગે જતાં (વિહારમાં) ચેરેથી ચેરાયા કે (ધાડ કે લૂંટથી) લૂંટાયા હોય તેવા પ્રસંગે બીજેથી વસ્ત્રો ન મળે તે પાસસ્થાદિ પાસેથી પણ લેવાય, કેઈ હીમ(ઠંડી)વાળા પ્રદેશમાં શીતાદિ પરીષહ સહન ન થાય ત્યારે પ્રાતિહારિક (ઉછીનું પણ લેવાય, અથવા કેઈ બીમાર સાધુ માટે આસ્તરણ (પાથરવા) એગ્ય જરૂર પડે તે માગીને પણ લેવાય. ઈત્યાદિ અપવાદ સમજ. - તથા પાર્થસ્થાદિને વાચના આપવામાં પણ આ રીતે અપવાદ છે-કઈ પાર્થસ્થાદિ ઉઘતવિહારી પાસે ઉપસમ્મદા સ્વીકારે ત્યારે તે જે ઉદ્યવિહારથી વર્તે તે તેને વાચના આપવી. (મૂળ છાપેલી પ્રતમાં (ર) અને વા છે તે અધિક સમજાય છે, અથવા તેને “ઉદ્યવિહારથી વર્તવા છતાં યોગ્યતા ન જણાય તો નહિ પણ આપવી, એમ અર્થ કરે) અથવા પાસસ્થાદિ છતાં જે સંવેગીપણું સ્વીકારવા ઇરછે તેને જ્યાં સુધી સંવેગી ન બને ત્યાં સુધી પાસસ્થાદિપણામાં પણ વાચના આપવી. ઈત્યાદિ અહીં પ્રસંગાનુસાર ૨૭ કહ્યું. હવે મૂળમાં કહ્યું કે- ૨૭૩-જગતના પ્રત્યેક વ્યવહારમાં ઉત્સર્ગ અને અપવાદ, ઉભયમાર્ગનું અનુસરણ હોય છે. ઉત્સર્ગ એટલે અકારણિક વ્યવહાર અને અપવાદ એટલે કારણિક વ્યવહાર. ચાલવામાં પણ રાજમાર્ગ અને છીંડી કે ગલીનો સંકે કે સુરક્ષિત માર્ગ હોય છે, તેમાં ઉત્તમ પુરૂષે મુખ્યતયા રાજમાર્ગે ચાલે છે અને તે સુરક્ષિત ન હોય ત્યારે છીંડી વગેરેને માર્ગ સ્વીકારે છે, રાજમાર્ગ સુરક્ષિત છતાં છીંડી વિગેરેના માર્ગે ચાલનાર પ્રત્યે લોક આચાર વિગેરેની શંકા ધરાવે, એથી અકારણ એવા માર્ગે ચાલનાર પિતાની ઉત્તમતાને હાનિ પહોંચાડે છે, લોકમાં હલકા ગણાય છે, એ રીતે સર્વત્ર સમજવાનું છે. વસ્તુતઃ જગતના સર્વ વ્યવહાર, નિયમે, કે કાયદાઓ, જીવન વિગેરેની રક્ષા અને વિશુદ્ધિ માટે હોય છે. છતાં વિપરીત પરિણામની સંભાવના હોય તેવા સમયે અપવાદમાર્ગને આશ્રય લઈને પણ જીવન વિગેરેની રક્ષાદિ કરણીય છે. એક હજારનું સાચું લેણું છતાં દેવાદાર તેને પૂર્ણ આપે તેવી શક્યતા ન હોય ત્યારે તેની શક્તિ પ્રમાણે ઓછા લઈને પણ ખાતું ભરપાઈ કરવામાં આવે છે, વિશિષ્ટ કારણે કાયદો ન પાલી શકનારને કાયદાનો ભંગ કરવા છતાં નિર્દોષ ઠરાવી છોડી દેવાય છે, શક્ય પ્રયત્ન કરવા છતાં મરણ પામેલ સ્વજન પછી તે ગમે તેટલું સ્નેહનું પાત્ર હોય તે પણ તેને સ્વહસ્તે અગ્નિસંસ્કાર કરાય છે, તેમ રાગ-દ્વેષ-કામ-ધ વિગેરે અન્તરંગ શત્રુઓના વિજય માટે કે જ્ઞાનાદિ ગુણેની વૃદ્ધિ માટે કરાએલા વિધિ-નિધેિ કે જે ધર્મના કાયદાઓ રૂ૫ ઉત્સર્ગ માર્ગ છે, તેનું પણ પાલન સર્વીશે કરવાની શકયતા ન હોય, તેમ કરવા જતાં ૨ાગાદિ વધવાને સંભવ છે, જ્ઞાનાદિ ગુણને હાનિ પહોંચતી હોય, કે જીવન જીવી શકાય તેમ ન હોય, ત્યારે એક બ્રહ્મચર્ય સિવાય સર્વ વિધિ-નિધિની ગૌણતા કરી શક્યતા પ્રમાણે વર્તવું, અર્થાત્ બાહ્ય-અભ્યન્તર શક્તિને ગેપડ્યા વિના નિમયી બનીને રાગાદિથી બચવું, જ્ઞાનાદિની રક્ષા કરવી, કે જીવનને બચાવવું તેને અપવાદ કહેવાય છે. જેમ ઉત્સર્ગમાર્ગના કથક શ્રીજિનેશ્વર દેવે છે તેમ અપવાદમાગના પ્રરૂપક પણ તેઓ જ છે. ઉત્સર્ગની શકયતા હોય ત્યાં સુધી ઉત્સગને આરાધના અને વિશિષ્ટ કારણે અપવાદને આશ્રય લેનારે પણ જિનાજ્ઞાને પાલક મનાય છે, કારણ કે દૃઢ કારણે અપવાદને આશ્રય લેવાનું પણું શ્રીજિનેશ્વરેએ જણાવ્યું છે, તે પ્રમાણે નહિ વર્તવાથી સંચમને હાનિ થાય છે, ઉલટી જિનાજ્ઞાની વિરાધના થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy