SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતાદિના પાલન માટે કુસંસર્ગને ત્યાગ, વિધિ અને તેમાં વિવેક]. ૪૦૭. સંવેગી સાધુઓ ઘણા હોય તે કાળની અપેક્ષાએ આ ઉત્સર્ગ માર્ગ જાણ. (અપવાદ માગે તે) સંક્ષિણ (છો બહુ હોય તેવા) કાળમાં તેવા (શુદ્ધ સંવેગી) સહાયક ન મળે ત્યારે તે પાસસ્થા, કુશીલ, વિગેરે કઈ શિથિલાચારીની સાથે પણ રહેવું. પચ્ચક૫ભાષ્યમાં કહ્યું છે કેઅર્થાત્ સ્વધર્મમાં મરવું પણ સારું છે, કારણ કે પરધર્મ ભયનું કારણ છે. ફલિતાર્થ એ થયો કે-સુખને અનુભવ કરવો હોય તો પોતાના ધર્મમાં (સ્વભાવમાં) વર્તવું જોઈએ. એમ છતાં વિના ઉપાયે સ્વભાવમાં ટકી શકાતું નથી. એથી સ્વભાવના પ્રગટીકરણ માટે અહી કુસંસર્ગના ત્યાગનું વિધાન કરેલું છે. અહીં પ્રશ્ન થાય કે કુસંસર્ગથી સ્વભાવને શું બાધા થાય ? તેનું સમાધાન એ છે કે ચૌદ રાજલોકમાં પ્રતિપ્રદેશે અનંતાં પુદ્ગલો(ને જથ્થ-વગણ) છે, સર્વ જીવે પોતપોતાને યોગ્ય દારિકાદિ ભિન્ન ભિન્ન શરીર, ભાષા, શ્વાસોશ્વાસ, કે મનરૂપે તેને ઉપયોગ કરે છે અને છોડી દે છે. સર્વ ને યથાયોગ્ય આ વ્યાપાર સતત ચાલુ છે, થી તે તે રીતે ભગવાએલાં પગલો તેઓના શભા ગવ્યાપારથી વાસિત થઈને છૂટે છે અને તેની અસર સર્વત્ર ફેલાય છે. તેવું વાતાવરણ સરજાય છે. અનુભવસિદ્ધ છે કે એક સભામાં પ્રસન્ન વાતાવરણ વચ્ચે કોઈ પ્રસંગને પામીને જ્યારે કઈ ક્રોધથી કડવું–અપમાનકારક વિગેરે બોલે છે, કે એવું બીજું પણ કંઈ અયોગ્ય ઉચ્ચારે છે ત્યારે બધા સભાસદેની પ્રસન્નતા ઉડી જાય છે, પુનઃ કોઈ મધુર, માનવાચક, આશ્વાસનરૂપ, કે એવું કંઈ સુંદર વચન બોલે છે–સમજાવે છે ત્યારે મન શાન્ત અને પુનઃ પ્રસન્ન પણ બને છે. એ રીતે બેલનારના શુભાશુભ ભાષાપુદ્ગલોની અસર અનુભવાય છે. તેમ મનના પુલની પણ અસર અનુભવાય છે. એક પ્રેમાળ અને પરોપકાર૫રાયણ મનુષ્યની છાયા માત્ર મનુષ્યના સંતાપને છેદી નાખે છે, બીજી બાજુ અભિમાની અને સ્વાથી મનુષ્યની છાયા સંતાપને ઉપજાવે છે. એ રીતે શબ્દના, વર્ણના, ગન્ધના, રસના, સ્પર્શના વિગેરે તે શુભાશુભ પ્રત્યેક પુદ્ગલોની અસર ભાવુક આત્માને થાય છે એ સહુ અનુભવે છે. સારા કે નઠારા વર્ણથી, ગધેથી, રસેથી, સ્પર્શેથી, કે વિચાર વિગેરેથી પ્રસન્નતા–અપ્રસન્નતા પ્રગટે છે. જે પુદ્ગલેને ગ્રહણ કરનારી ઇન્દ્રિઓ દ્વારા તે તે પુગલોના સંબંધમાં આવતા ભાવુક જીવનું આવું સ્વરૂપ છે તે ત્યાં સુધી તેણે શુભાશુભ પુગલોના સંબંધમાં પણ રાગશ્રેષ વિગેરેની પરિણતિ ન થાય તેવા આશ્રય તળે રહેવું એ જ હિતાવહ છે. આ એને અનાદિને રોગ છે, માટે તેને નાશ કરવાનું બળ જયાં મળે ત્યાં રહેવું અને એ રોગ વધે તેવા વાતાવરણથી બચવું, એ એને માટે જરૂરી છે. જ્યાં વિષયાદિ પ્રત્યે રાગ-દ્વેષના કે ક્રોધ, માન, માયા, લોભ, કલહ, વિગેરેના પરિણામ થાય તેને કુસંસર્ગ કહેવાય છે અને જ્યાં રાગાદિ પરિણતિવાળા પણ આત્માને એ પરિણતિ સુધરીને ત્યાગ, વૈરાગ્ય અને સમભાવની પરિણતિ વધે તે સુસંસર્ગ કહેવાય છે. આવા સુસંસર્ગ માટે કુસંસર્ગથી બચવું એ સહુથી પ્રથમ આવશ્યક છે, માટે જૈનદર્શનમાં વિરતિ (ત્યાગ) ધર્મની પ્રરૂપણ કરી છે, એ ત્યાગ દ્વારા વૈરાગ્ય સધાય છે. એમ ત્યાગ અને વૈરાગ્યદ્વારા સમતા (સામાયિક) સિદ્ધ થાય છે માટે વૈરાગ્યની જરૂર છે. સમતા વિના નવા કમબધથી બચી શકાતું નથી અને મુક્તિ પણ થતી નથી, માટે સમતા(સામાયિક)ની, તેને માટે વૈરાગ્યની અને તેને માટે સંસર્ગના ત્યાગની જ૩૨ સ્વીકારી છે, એનું ઉલ્લંઘન કરીને સમતાની સિદ્ધિ થતી નથી. હા, પૂર્વભવની આરાધનાથી પવિત્ર (સાત્વિક) બનેલા જ્ઞાની આત્માને કે આ ભવમાં પણ ઉપર્યુક્ત અને વિરાગી અને સમતાનિક બનેલા આત્માને કસંસર્ગ - સુસંસર્ગને ભેદ રહેતું નથી પણ જ્યાં સુધી એ અવસ્થા પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સધી આ સંસર્ગ ત્યાગની અતિ આવશ્યકતા છે. પ્રાય: પ્રત્યેક અનુષ્ઠાને સમતાની સિદ્ધિ માટે છે, તેમ કુસંસર્ગ ત્યાગ પણ સમતાને સાધક છે. એ સિવાય સામાયિક સિદ્ધ થતું નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy