________________
૪૦૬
[ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૫ માટે ગુણવાનું પણ સાધુ પાસસ્થાદિના સંસર્ગથી પિતાના ગુણને તજે નહિ.
ગુરૂને ઉત્તર-દ્રવ્યના પરિણામો વિચિત્ર હેવાથી તમે કહે છે તેમ (એકાન્ત) નથી. દ્રવ્ય બે પ્રકારનાં હોય છે, એક ભાવુક અને બીજા અભાવુક, તેમાં “વિરૂદ્ધ ધર્મવાળાં દ્રવ્ય પોતાના ગુણદોષથી જેને પોતાના જેવાં બનાવે, અર્થાત્ બીજાં દ્રવ્યો જેના ઉપર પોતાના ગુણ દેષની અસર ઉપજાવે અથવા તે “વિરૂદ્ધ ધર્મવાળાં જે જે દ્રવ્યો બીજા દ્રવ્યના સંસર્ગથી (અસરથી) તેના જેવાં થાય તે દ્રવ્ય ભાવુક અને બાકીનાં અભાવુક કહેવાય છે. જીવ ભાવુકદ્રવ્ય છે, અનાદિ કાળથી (સ્વરૂપે શુદ્ધ છતાં) પાસસ્થા વિગેરેએ આચરેલા પ્રમાદભાવથી તે વિપરીત પરિણામી બનેલો છે, તેથી તે શુદ્ધ છતાં કુશીલના સંસર્ગથી નાશ પામે (કુશીલ થઈ જાય) છે, તમે કહ્યાં તે વેડૂર્યમણિ તથા નડનામની વનસ્પતિ વિગેરે તે અભાવુક દ્રવ્ય છે, માટે તેના દૃષ્ટાન્તના બળે (ભાવુક એવા) જીવને પણ સંસર્ગજન્ય ગુણ-દોષ ન થાય એમ કહી શકાય નહિ. જેમાં પણ જે કેવલી(વીતરાગ)થએલા હોય અને જે અભવ્ય હોય તે તે અભાવુક જ છે, જે જ સરાગી (અને ભવ્ય) છે તે પાસસ્થાદિની સોબતથી તેવા બને છે. એટલું વિશેષ છે કે-સરાગીઓમાં પણ જેઓના (જ્ઞાનાદિ) વેગ પરિપક્વ થએલા છે તે ઉત્કૃષ્ટજ્ઞાનના પરિણામવાળા છે જો કે અભાવુક છે, તે પણ જે મધ્યમદશામાં વર્તે છે તે તે ભાવુક જ હોય છે. માટે તે પાસસ્થાદિની સાથે છેડે પણ એક વાર બોલવારૂપ) માત્ર આલાપ વિગેરે પણ સંસર્ગ સુવિહિત સાધુઓને નિષેધેલો છે. કહ્યું છે કે
“કાસમા, વિંવારં રિમિતિ તમાāાં
વારાફ, નહા, વજોદ સીક્ષા ૨૦૧૮ના (વાવ નિષિત). વ્યાખ્યા-શતાંશથી પણ ન્યૂન વિરોધી એવા કોઈ અન્ય પદાર્થના સંબંધમાં આવે તે (ભાવુક) દ્રવ્ય “મીઠાના આકર વિગેરેમાં પડેલા અન્ય પદાર્થો ખારા થાય છે તેમ તેના જેવાં થાય છે. અહીં વિગેરે શબ્દથી ખાંડ, સ્વાદિકાનો રસ, વિગેરે સમજવાં. વધારે શું ? લેહ પણ તેના (લુણના) સંસર્ગથી તેના જેવું થાય છે અર્થાત્ ખવાઈ જાય છે, તે અન્ય પદાર્થો માટે કહેવું જ શું? એમ સુવિહિત પણ સાધુઓ પાસત્કાદિની સાથે માત્ર એક વાર બોલવા (આલાપ) જેટલો પણ સંસર્ગ કરે તો તેઓના જેવા થવાને સમ્ભવ છે, માટે કુશીલને સંસર્ગ અવશ્ય તજ જોઈએ.૨૭૧
ર૭૧-સર્વ દ્રવ્ય ગુણ અને પર્યાય યુક્ત છે, તેમાં ગુણ સહભાવી (સહજ) છે અને પર્યાય કમભાવી (કમશઃ પ્રગટે છે. આ પર્યાયે કેટલાંક દ્રવ્યને સ્વભાવપરિણમનરૂપ અને કોઈને પરભાવપરિણમનરૂપ હોય છે, જેના પર્યાયે સ્વભાવ પરિણમનરૂપ છે તે દ્રવ્ય અભાવુક અને જેના પર્યાય પરભાવપરિણમનરૂપ છે તે દ્રવ્ય ભાવુક કહેવાય છે. જીવ દ્રવ્ય નિશ્ચયથી તે અભાવુક છે, કિન્તુ તે કર્મ જન્ય રાગ-દ્વેષાદિથી પ૨પરિણામવાળો થાય છે તેથી વ્યવહારથી ભાવુક છે. આ ભાવુકતાને કારણે જ તે અન્ય દ્રવ્યોના સંસર્ગથી તદ્રુપ બની જાય છે અને પિતાને શુદ્ધ સ્વભાવને પ્રગટ કરી શકો નથી. તેથી તેને કુસંસર્ગના ત્યાગ દ્વારા પર૫રિણમનથી બચવાને ઉપદેશ કરવામાં આવ્યો છે. જે તે ઉપર જણાવ્યો તેવો ભાવુક ન હોત તો તે સંસારી પણ ન કહેવાત અને તે મુક્તિ પણ ન મેળવી શકત. જીવ સ્વભાવના બળે જ સુખ અનુભવી શકે છે, કહ્યું પણ છે કે-“ધર્મે નિધનં યઃ પર મચાવ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org