________________
૪૦૩
વ્રતાદિના પાલન માટે કુસંગનો ત્યાગ, વિધિ અને તેમાં વિવેક] (ગચ્છવાસથી) બીજાઓને પણ વિનય વિગેરે થઈ શકે, તે માટે ગ૭માં રહેવું જોઈએ એમ જણાવવા માટે ગુરૂકુલવાસ કહેવા છતાં ગચ્છવાસને ભિન્ન કહ્યો. તાત્પર્ય કે ગુરૂકુળવાસ માત્ર એક ગુરૂનો જ વિનયાદિ કરવાથી પણ થાય, અને ગચ્છવાસથી બીજાઓના પણ વિનયાદિ થાય, માટે ગરછવાસને જુદે જણાવ્યું છે. અર્થાત્ અન્ય સાધુઓને પણ એક બીજાથી ઉપકાર થાય એ રીતે ગુરૂ પાસે રહેવું તેનું નામ ગચ્છવાસ. અન્યથા પરસ્પર સાધુઓને ઉપકાર ન થાય તે ગચ્છમાં (રહેવા છતાં, નહિ રહેવા બરાબર છે. કહ્યું છે કે –
p()ળ મિgવયા, વળorriામાવસંવા
છન્ન(૪)મછત્તતુલ્યો, વાસો ૩ જા વચ્છરાત્તિ " પદ્મવતુ ૭૦૪ll. ભાવાર્થ–પરસ્પરના ગુણ વિગેરેમાં બહુમાન વિગેરે કરવારૂપ ભાવસંબંધથી પ્રધાન-ગણિ ભાવે, (એટલે પૂજ્ય-પૂજકપણાને સંબંધથી) ગચ્છવાસી સાધુઓને પરસ્પર ઉપકાર ન થાય તે તે ગચ્છવાસ છત્રમઠના (કે ઢાંકેલા મઠના) છત્ર તુલ્ય સમજવો. વસ્તુતઃ તેને ગચ્છવાસ નથી કહ્યો. તાત્પર્ય કે ઉપરથી ઢાંકેલા છાપરાવાળા મઠની (આશ્રમની) ઉપર છત્રી હોય તે માત્ર શેભા રૂપે છે, તેનાથી કંઈ કાર્ય સરતું નથી (અથવા ઉપર છાપરા વિનાના મઠ ઉપર માત્ર છત્રી બાંધવાથી વરસાદ કે ચોર વિગેરેથી રક્ષણ થતું નથી, તેમ ગચ્છમાં રહેવા છતાં ગુણવાનરત્નાધિકસાધુઓ પ્રત્યે ન્હાનાને સન્માન ન જાગે કે રત્નાધિકને ન્હાના પ્રત્યે વાત્સલ્ય ન પ્રગટે તે ગચ્છમાં રહેવા છતાં તેનું પ્રાયઃ કંઈ ફળ નથી, તે ગચ્છવાસ માત્ર પરસ્પરની શોભા પૂરતો જ ગણાય, છત્રની જેમ દેખાવ પૂરતા ભલે સાથે રહે કે રાખે, પણ પરસ્પર કઈ ઉપકાર ન થાય.૨૭૦ - ૨૭૦-સંસાર પ્રતિકૂળ અને અનુકૂળ નિમિત્તોની ખાણ સમાન છે, તેમાં રહેવા છતાં પ્રતિકૂળતાઅનુકુળતાની અસરથી દૂર રહે (બચે) તે આત્માને કર્મબન્ધ થતું નથી, તેથી વિરૂદ્ધ તેની અસર તળે આવી રાગ-દ્વેષાદિના પરિણામ કરનારને કર્મબન્ધ થાય છે. જીવને નવાં કર્મબન્ધનથી બચવું અને પૂર્વે બાંધેલાં કર્મોથી છૂટવું એ મુક્તિ માટેનું કર્તવ્ય છે, માટે રાગ-દ્વેષાદિનાં અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્ત મળવા છતાં આત્માએ તેની અસરથી બચવું જોઈએ. એમ છતાં જીવમાં એનાથી બચવા માટેનું સત્વ ખૂટે ત્યાં સુધી અનિચ્છાએ પણ તેની અસર તેને થાય છે અને પરિણામે રાગદ્વેષાદિ થવાથી કર્મબન્ધ પણ થાય છે. જેમ રોગી મનુષ્યને શરદી-ગરમી વિગેરેની અસર થવાથી ઈચ્છી ન હોવા છતાં રોગ વધે છે માટે શરદી-ગરમી વિગેરે પ્રતિકુળ અસરથી બચવા તે તે જનાઓ કરે છે અને તેની અસર ન થવા દેવા માટે કે થએલી અસરને ટાળવા માટે ઔષધોપચાર કરે છે તેમ જીવને પણ પિતાના રાગદ્વેષાદિના ઉદયરૂપ કરેગના પ્રભાવે અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્તેની અસર થાય છે, તેથી ઈચ્છા ન છતાં સત્ત્વના અભાવે રાગ-દ્વેષાદિને વશ થઈ નવાં કર્મોને બન્ધ પણ કરે છે. એ જ કારણે આજ સુધી અનેક ભવોમાં ધર્મરૂપ ઔષધ સેવવા છતાં તે કમરેગથી મુક્ત થયા નથી. " આ પરિસ્થિતિમાં નવાં કર્મોથી બચવા અને જુનાં કર્મોથી છૂટવા માટે સમતીધર્મના સેવન(અભ્યાસ માટે જૈન શાસનમાં પ્રવજ્યા અને મહાવ્રતનું વિધાન કર્યું છે અને તેને પાલન માટે ગચ્છવાસ અને જિનકલ્પ વિગેરે એકાકી વિહાર (સાપેક્ષ અને નિરપેક્ષ), ઉભય પ્રકારના માર્ગ આવશ્યક માન્યો છે.
તેમાં ગચ્છવાસના સેવનથી શિષ્યમાં પ્રતિકૂળતાને સામને કરવા માટેનું સર્વ પ્રગટે છે. પ્રતિકૂળતાથી બચવાનું સત્વ જેનામાં નથી તે અનુકૂળતાથી બચી શકતા નથી, કારણ કે પ્રતિકૂળતા સહવી સહેલી છે, અનાદિકળથી માયા જીવ પ્રતિકૂળતામાં આવ્યા છે, તેથી તેને તેને અભ્યાસ પણ છે. અનુશળતામાં સમતા અનુભવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org