SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ [ધસં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૫ સમજવા છતાં પ્રજાની સાથે મૂર્ખ બનીને રાજાએ પિતાના રાજ્યની રક્ષા કરી તેમાં કારણે પ્રમાદીગચ્છમાં પણ રહે. (પણ નિરાધાર એકલો વિચરે નહિ) આ વિષયમાં વિવેક જણાવ્યું છે કે – “શનીવાવાઝુom, વેર અUી દિલમાસ્મિા. भावाणुवघायणुवत्तणाए तेसिं तु वसिअव्वं ॥" उपदेशपद-८४१॥ વ્યાખ્યા–અગીતાર્થોએ તથા આદિ શબ્દથી ગીતાર્થોએ પણ બીજા અગીતાર્યાદિ જ્યાં હેય તે ક્ષેત્રમાં દુષ્કાળ વિગેરેના કારણે રહી શકાય તેમ ન હોય ત્યારે પાર્થસ્થ વિગેરે જ્યાં હોય તે ક્ષેત્રમાં જઈને પણ શુદ્ધપ્રરૂપણારૂપ અને શુદ્ધસામાચારીના પાલનરૂપ પિતાના ભાવને (ચારિત્રના પરિણામને) હાનિ ન પહોંચે તેમ તેઓનું “વાણીથી નમસ્કાર કરે” વિગેરે ઔચિત્ય સાચવીને તેઓના ક્ષેત્રમાં રહેવું. એમ (બાહ્ય દેખાવરૂપે તેને અનુસરવાથી તેઓના હૃદયમાં બહુમાન પ્રગટે અને તેથી દુષ્કાળ વિગેરેના સંકટમાં સહાયક પણ થાય. અહીં દષ્ટાન્ત કહ્યું છે કે— " एत्थं पुण आहरणं, विष्णेयं णायसंगयं एयं । __ अगहिलगहिलो राया, बुद्धीए अणट्ठरज्जो त्ति ॥" उपदेशपद० ८४३॥ ભાવાર્થ...આ વિષયમાં ન્યાયયુક્ત આ ઉદાહરણ સમજવું કે “સુબુદ્ધિ નામના મંત્રીએ બુદ્ધિમાન એવા પણ પિતાના રાજાને (કૃત્રિમ રીતે) ઘેલો બનાવીને રાજ્યનું રક્ષણ કરાવ્યું અર્થાત્ મંત્રીની સલાહથી રાજાએ ઘેલા બનીને પણ રાજ્ય રાખ્યું.ર૪૯ પ્રશ્ન-પહેલાં કહેલા ગુરૂકુળવાસના વર્ણનમાં “ગચ્છવાસને અર્થ આવી જ ગયે, કારણ કે “ગચ્છ એટલે ગુરૂપરિવાર એ અર્થ હોવાથી ગુરૂકુલવાસ અને ગુરૂપરિવારરૂપગચ્છવાસએ બેને અર્થ એક જ થાય, માટે આ વર્ણન પુનરૂક્ત (બીજીવાર કહેવારૂપ)ષવાળું છે, તેનું શું? ઉત્તર–પ્રશ્ન સાચે છે, કિન્તુ જેમ ગુરૂકુળવાસથી “એક ગુરૂને વિનય વિગેરે થાય તેમ ર૬૯–પૃથ્વીપુરમાં પૂર્ણ નામના રાજાને સુબુદ્ધિ નામે મંત્રી હતા, એકદા એક નિમિત્તિઓએ સભામાં કહ્યું કે “મહિના પછી એ ઝેરી વરસાદ થશે કે તેનું પાણી પીનારા ઉન્માદી થશે, અને પુનઃ કેટલાક સમયે સારી વૃષ્ટિ થશે તેનું પાણી પીવાથી બધા સ્વસ્થ થશે” એ જાણીને રાજાએ પડતું વજ.. ડાવીને પ્રજાને પાણી સંગ્રહ કરવા સૂચવ્યું, પોતે પણ સંગ્રહ કર્યો, મહિના પછી વરસાદ થયો, , ત્યારે તેનું પાણી કેાઈએ ન પીધું, પણ સંગ્રહ કરેલું જેમ જેમ ખૂટવા લાગ્યું તેમ તેમ નવું પાણી પીવાથી લોકોમાં ઉન્માદ થતો ગયો. એમ કરતાં સમગ્ર પ્રજાવર્ગ ગાંડો થઈ ગયો, સામંતરાજાઓનું પણ એમ જ બન્યું. ૫ણી વધારે સંઘરેલું હોવાથી મંત્રી અને રાજા બે સ્વસ્થ રહ્યા, તેઓએ બધાને ઉન્માદી માની તેમના કાર્યોમાં સાથ ન આપવાથી લોકેએ પરસ્પર મંત્રણા કરી કે “આપણા સહકારથી રાજા સુખી થઈ શકે, જે એમ ન કરે તે દુઃખી થાય, માટે આપણે રાજાને બાંધી લેવું જોઈએ.’ એ વાત મંત્રીએ જાણી લીધી અને રાજાને પણ જણાવી. લોકોમાં પોતાનું અને રાજયનું રક્ષણ કરવાને બીજે ઉપાય જ ન હતો, એથી મંત્રીની સલાહ પ્રમાણે રાજાએ ઉમાદી બનેલા સામને અને પ્રજાજનની સાથે ઉન્માદી જેવું જીવન બનાવી પિતે પણ તેમના જેવો દેખાવ કર્યો. એથી બધા શાન્ત થયા, પુનઃ સુવૃષ્ટિ થતાં તેનું પાણી પીવાથી બધા સ્વસ્થ થયા અને રાજાએ પણ પૂર્વની જેમ જીવવા માંડયું. એમ ગાંડાની સાથે ગાંડા બનીને પણ પિતાનું અને રાજ્યનું રક્ષણ કર્યું તેમ ગીતાર્થોએ પણ સમયને પારખીને પિતાની અને સંયમની રક્ષા માટે પાસસ્થાદિની સાથે પણ રહેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy