SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ કરો - -- - -- -- - 15 = પરિવાર - = = = ====== = === = = == = = . ! = = . . . . યામ ૩૯૮ [ધવ સં૦ ભા૨ વિ. ૩-ગાઢ ૧૨૫ હવે (૧૨૫ માનું ઉત્તરાદ્ધ તથા ૧૨૬-૧૨૭ શ્લેક, એમ) અઢી ગ્લૅકથી મહાવ્રતના પાલનમાં ઉપાયભૂત સાપેક્ષયતિધર્મના કેટલાક (આવશ્યક) ક . (અનુષ્ઠાને) કહેવા માટે (૧૨૫ માના ઉત્તરાદ્ધમાં) “ચ્છવા વિગેરે કહ્યું છે, તેમાં “ગચછ' એટલે ગુરૂ-શિષ્ય-પ્રશિષ્યાદિ મુનિ પરિવાર અને તેમાં “વાસ એટલે રહેવું, તેને સાપેક્ષયતિધર્મ કહ્યો છે, એમ વાક્ય સંબંધ જોડે. જ્ઞાતા અને દષ્ટ બનવા છતાં સ્વસ્વરૂપમાં રમતારૂપ આનંદ અનુભવ તે તેનું શુદ્ધ ચારિત્ર છે. ટૂંકમાં આત્માના જ્ઞાનાદિ ગુણો એ જ એનું સ્વરૂપ છે, એ ગુણને આનંદ ભોગવવો એ જ એનું નિરૂપાધિક શાશ્વત એવું સહજ સુખ છે અને તેને મેળવવા પ્રયત્ન તે જ સુખને પ્રયત્ન કહેવાય છે. માટે તે તે ગુણોના પ્રગટીકરણ માટે તે તે જ્ઞાનાચારાદિ આચરેના પાલનનું જિનદર્શનમાં વિધાન કરેલું છે. પહેલા ભાગમાં કહેલા જ્ઞાનાચારના કાલાદિ આઠ પ્રકારો, દશનાચારના નિઃશંકિતાદિ આઠ પ્રકારે, ચારિત્રાચારના અષ્ટપ્રવચનમાતાના પાલનરૂપ આઠ પ્રકારે, તપાચારના અહીં કહેલા બાર પ્રકારે અને વીર્યાચારની ત્રણે પ્રકારે છે. તેમાં તમાચાર અંગે અહીં કંઇક જણાવીએ છીએ. ધમને અને તપને એ સંબંધ છે કે તપ વિના કોઈ ધર્મ વસ્તુતઃ ધર્મ બની શકતો નથી. કારણ કે 'કર્મક્ષયો અને મુક્તિ માટે તપનું આચરણ અનિવાર્ય છે. એ કારણે દરેક ધર્મમાં તપને એક ચા બીજા રૂપમાં સ્વીકારવામાં આવ્યો છે, તે પણ જૈનધર્મમાં તપને જે વિશિષ્ટ સ્થાન છે તે બીજે ક્યાંય નથી. એમ પણ કહી શકાય કે તમય ધર્મ એ જ જૈનધર્મ. આજે પણ લોકમાં જૈનધર્મની એળખ પ્રાયઃ તપથી થાય છે, એનું એ કારણ છે કે જેના પ્રત્યેક પર્વે તપથી સંકળાએલાં છે, જેનાં પ્રત્યેક તીર્થો તપની સાધનાના ધામ સરખાં છે, તેમ જૈનેના પ્રત્યેક આચાર-વિચારમાં તપની મુખ્યતા પ્રગટ દેખાય છે. રાત્રિભોજનને ત્યાગ, સવારે નમુક્કારસહી, પિરિસી, સાપેરિસી, પુરિમડૂઢ, અને અવઢ પર્યાના નિત્યના પચ્ચક્ખાણ તથા એકાશન, આયંબિલ, ઉપવાસ, છ, અમ, કે તેથી પણ અધિક તપશ્ચર્યાની વારંવાર આરાધના કરવી એ જૈનેની બાહ્ય તપધર્મ પ્રત્યેની તત્પરતાનાં દૃષ્ટા છે. આટલું જ પર્યાપ્ત નથી, અજેને જેને પ્રાયઃ તપ તરીકે સમજતા કે માનતા પણ નથી તેવો પ્રાયશ્ચિત્તાદિ મા અભ્યત્તર તપ એ તો જૈનધર્મની એક અનોખી વિશિષ્ટતા છે. સંખ્યામાં અલ્પ છતાં પણ જૈનસંઘ જૈનધર્મનું ગૌરવ દિગંતવ્યાપી બનાવી શક્યો હોય તે તે જૈનધર્મના તપને આભારી છે એમ કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી. તપનું આટલું મહત્ત્વ એ કારણે છે કે અહીં કહેલા બાર પ્રકારના તપને જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે ઉપર કહ્યા તે ગુણે સાથે ઘનિષ્ટ સંબંધ છે. પ્રાયશ્ચિત્તાદિ અધ્યક્ત૨ તપ કર્મોને તપાવનાર હેવાથી જ્ઞાનીઓ તેને જ્ઞાન (ગ) સ્વરૂપ માને છે અને અનશનાદિ બાહ્યતપને અભ્યતરતપને સહાયકપિષક માને છે. વિચાર કરતાં સમજાય પણ છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે, તપ ચારિત્રમાં-વિરતિમાં વ્યાપક હોવાથી તે વિરતિસ્વરૂપ છે માટે તપને જ્ઞાનના ફળ તરીકે ઉપચારથી જ્ઞાનસ્વરૂપ પણ કહી શકાય. બાલકની જેમ અજ્ઞાની જીવો સુખશીલિઆ હેવાથી ભલે તપના કષ્ટથી ડરે, પણ પંડિત બુદ્ધિવાળા જ્ઞાનીએ ઈટસુખ માટે સદેવ કષ્ટનો સામને કરનારા હેવાથી સાચા સુભટની જેમ કદી ડરતા નથી. અર્થાત તપના આદરવાળો જીવ સાચે જ્ઞાની કહેવાય છે. કારણ કે ધન વિગેરેની ઇચ્છાવાળા વ્યાપારીઓ વિગેરે ઠંડી-ગરમી-ભૂખ-તૃષા વિગેરે અનેક કષ્ટો સહવા તત્પર હોય છે તેમ સમ્યગૃજ્ઞાનના બળે સંસારથી વિરાગી બનેલા તત્ત્વજ્ઞાનના અથી જ્ઞાની તપથી વિવિધ જ્ઞાનાદિ ઈષ્ટ લાભ થતા હોવાથી તપના કષ્ટને કષ્ટ માનતા નથી, ઉલટું “સ્વસાધ્યની સિદ્ધિ થાય છે એમ સમજીને તપમાં પ્રતિદિન આનંદ અનુભવે છે. એમ છતાં એ તપ જેમ તેમ જેના તેનાથી કરી શકાતો નથી. “ દુષ્યન ન થાય, સંયમના અન્ય પ્રતિલેખન પ્રતિકમણાદિ વ્યાપારને હાનિ ન પહેચે અને નેત્રોનું તેજ વિગેરે ઇન્દ્રિઓનું બળ ક્ષીણું ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy