SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતાદિના પાલન માટે પંચાચારમાં તપાચારનું સ્વરૂપ]. ૩૯૭. સેવારૂપ ભક્તિ કરવી, ૩-આંતરમાં પ્રીતિરૂપ બહુમાન કરવું અને તેઓના ગુણ, ઉપકાર, વિગેરેની પ્રશંસા કરવી, એમ ચાર પ્રકારે તેનો વિનય કરવાથી બાવન પ્રકારો થાય. (૩૨૬)એ વિનય કહ્યો. ૩–વૈયાવચ્ચ-દશ પ્રકારે વૈયાવચ્ચ ચરણસિત્તરીમાં કહી તે પ્રમાણે સમજવી. ૪-સ્વાધ્યાય-જુ+ાધ્યાચ=Rવાધ્યાય. તેમાં એક યુ સારી રીતે =કાળવેળાને છોડીને (કાળ વિનયાદિ જ્ઞાનાચારપૂર્વક) અથવા પિરિસીની મર્યાદાથી, ગળાચ ભણવું, તેને સ્વાધ્યાય કહેવાય. તેના વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા, એમ પાંચ ભેદો છે. તેમાં ૧-વાચના=શિષ્યને ભણાવવું. ર–પૃચ્છના=ભણેલામાં શંકિત વિગેરે હોય તે પૂછવું, ૩-પરિવર્તિના ભણેલું ભૂલી ન જવાય તે માટે “ઘોષ વિગેરે ઉચ્ચારની શુદ્ધિથી વિધિપૂર્વક ભણવું (વારંવાર પાઠ કર), ૪-અનુપ્રેક્ષા=ભૂલી ન જવાય માટે અર્થનું વારંવાર ચિન્તન કરવું અને પ–ધર્મસ્થા=ભણેલું એ રીતે વારંવાર અભ્યસ્ત (પરિચિત) થયા પછી ધર્મનું કથન કરવું (અન્યને ભણાવવું, સમજાવવું), એમ સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. પ-ધ્યાન-પ્રતિક્રમણ સૂત્રના અર્થમાં ચાર ધ્યાન કહ્યાં, તે પિકી ધર્મધ્યાન અને શુકલધ્યાન બેને તપમાં ગણવાં. દ-ઉત્સગન્નતજવા યોગ્ય (નિરૂપયોગી) વસ્તુને ત્યાગ કરે તે ઉત્સગ બાહ્ય અને અભ્યન્તર એમ બે પ્રકારનું છે, તેમાં વધારાની-નિરૂપયેગી ઉપધિ અને અશુદ્ધ આહાર વિગેરે બાહ્યવસ્તુનો ત્યાગ કરે તે બાહ્ય ઉત્સર્ગ અને કષાયો વિગેરે દોષો)નો તથા મૃત્યકાલે શરીરને ત્યાગ કરે તે અત્યંતર ઉત્સર્ગ સમજ. આ ઉત્સગને દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં ગણે છે તે અતિચારની શુદ્ધિ માટે અને અહીં તપમાં કહ્યો તે સામાન્ય નિર્જરા માટે સમજ. અર્થાત્ પુનરૂક્તતા નહિ સમજવી. આ છ પ્રકારને તપ લેકમાં તપ તરીકે પ્રગટ નથી, અન્ય દર્શનીઓ એને ભાવથી કરતા નથી, મોક્ષની પ્રાપ્તિમાં તે અન્તરગ કારણભૂત છે અને અભ્યન્તર કર્મોને તપાવે છે, એ કારણોથી એને “અલ્યન્તર તપ કહેવાય છે. એ તપાચાર કહ્યો. પ- વીચાર–એના ત્રણ પ્રકારે છે, મન, વચન, કાયા દ્વારા પ્રાપ્ત સામર્થ્યને અનુસારે (અન્યૂનાધિક) ધર્મકાર્યો કરવાથી ત્રણ પ્રકારે વીર્યાચારનું પાલન થાય છે. એ પ્રમાણે (પાલન કરવા માટે) પાંચ આચારો કહ્યા. ૨૬૮-શ્રી જૈનદર્શનમાં પંચાચારનું પાલન એ મુખ્ય ધ્યેય છે, તેનું કારણ એ છે કે આત્માના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવાની ભૂમિકા ઉપર તે સ્થપાએલું છે. આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય, એ અનંત ચતુષ્ટયીસ્વરૂપ છે, છતાં અનાદિકાળથી જ્ઞાનાદિના અવારક તે તે કર્મોથી તેનું સ્વરૂપ અવરાએલું છે. તે કર્મોને દૂર કરી તે ગુણેને (આત્મ સ્વરૂપને) પ્રગટ કરવાને માર્ગ, એ જ મોક્ષને માર્ગ છે અને જૈનદર્શન તેનું પ્રરૂપક તથા પ્રાપક છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પરસ્પર ભિન્ન છતાં એટલાં સાપેક્ષ છે કે જ્ઞાન એ જ દર્શન અને ચારિત્ર, દર્શન એ જ જ્ઞાન અને ચારિત્ર અને ચારિત્ર એ જ જ્ઞાન અને દર્શન પણ કહેવાય છે. ત્રણેના સહયોગથી જ આત્મા પિતાનું કાર્ય સાધી શકે છે, આ ત્રણ અવયમય હોવાથી આત્માને સચ્ચિદાન પણ કહે છે, તેમાં સત્ એટલે દર્શન, ચિત એટલે જ્ઞાન અને એ બેના બળે જગતના સર્વ ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy