________________
વ્રતાદિના પાલન માટે પંચાચારમાં તપાચારનું સ્વરૂપ]
૩૯૯
ગચ્છમાં રહેવાથી પેાતાનાથી અધિક ગુણવાળા કેટલાક સાધુઓના વિનય કરી શકાય, થાય, તેટલેા તપ તે રીતે કરવા જોઇએ. ' એમ કહેવામાં પણ જૈનદનની અનેકાન્તદૃષ્ટિ સ્પષ્ટ દેખાય છે. વધારે શું ? શાસ્ત્રમાં જણાવેલા ચરણુ-કરણસિત્તરીરૂપ મૂળચુ@ા અને ઉત્તરગુણું!ને પ્રગટાવવા માટે જૈનશાસનમાન્ય બાહ્ય-અભ્યન્તર ઉભુંય પ્રકારના તપ એક અમેાઘ ઉપાય છે.
તપની ચારિત્રમાં ‘મુખ્યતા-વ્યાપકતા’, છે એમ તેનું પ્રાધાન્ય જણાવવા માટે તપાચાર તરીકે તેને ચારિત્રાચારથી ભિન્ન કહ્યો છે. એ પ્રાધાન્ય સમજવા માટે એમ કહી શકાય કે તપ ચારિત્રના પ્રાણભૂત અને આભૂષણભૂત છે. પ્રાણરહિત શરીર અકિક-ચત્ર છે, ઉપરાન્ત દુર્ગંન્ધ ફેલાવે છે અને વસ્ત્રાદિ આભૂષણે। વિનાનુ શરીર આદરનું પાત્ર ખનતું નથી તેમ તપ વિનાનું ચારિત્ર આત્માને ઉપકાર કરી શકતું નથી અને લેાકમાં શાભાને પણ પામતું નથી. વિચારતાં એમ પણ સમજાય છે કે જે તપ વિનાનું ચારિત્ર કિંમત વિનાનું છે તેા જે દન અને જ્ઞાનનું પણ મૂલ્ય ચારિત્રના ખળે છે તે તે! તપ વિના નિષ્ફળપ્રાયઃ થઈ જાય. એમ જે તપથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણૢા સફળ બને છે તે તપ દન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે. અર્થાત્ જિનાજ્ઞા મુજબ કરાતા તપમાં એ ત્રણે ગુણેાની અખંડ સાધના રહેલી છે કે જે ગુણા મુક્તિ માટેની Àારી સડકરૂપ છે.
શરીરના આરોગ્યની અને યેાગેાની શુદ્ધિ માટે તપ ઉપકારક છે એ વાત તેા પૂર્વ કહેવાઇ ગઈ છે. આવા વિશિષ્ટ અને આત્મહિતકર તપના ખાર પ્રકારામાં રહેલા રહસ્યના ક'ઈક માત્ર વિચાર કરીએ.
ખાદ્યુતપના છ પ્રકારે। વસ્તુત: પ્રકારે નહિ પણ તેનાં અગે છે, એક બાહ્યતપના છ અવયવે છે. કારણ કે તેમાંના એકના અભાવે પણ બાહ્ય તપની પૂર્ણતા થતી નથી, ખાદ્યયેગાની પૂર્ણ શુદ્ધિરૂપ તેનું કાર્ય પૂર્ણ થતું નથી અને તેથી તેની અભ્યન્તર તપની કારણુતા પણ વિકલ ખને છે. ઉપવાસાદિ અનશન કરવા છતાં ઊનાદરતારૂપ સંતેાના અભાવે અનશન સફળ થતા નથી, ઊનેાદરતા ઉપવાસાદિ અનશનનું ફળ છે, તે પ્રગટવાથી ઉપવાસાદિ અનશનતપ સફળ થાય છે. એ રીતે ઊનાદરતા પછી વૃત્તિસક્ષેપ, તે પછી રસત્યાગ, તે પછીના કાયકલેશ અને છેલ્લા સલીનતા, એ દરેક પૂ`પૂર્વ તપનાં પૂરક અગેા છે, તે છએના યેાગે બાહ્યતપની પૂર્ણતા થાય છે અને તેાજ તે અભ્યન્તરતપનું કારણ બને છે. બીજી રીતે વિચારતાં સ્વસ્વ-ક્ષયાપશમાનુસાર સર્વ જીવે! આચરી શકે તેવી તેમાં વ્યવસ્થા છે. ઉપવાસાદ્વિ સ થા આહારના ત્યાગરૂપ અનશનતપ માટે અશક્ત આત્મા ઊનેાદરતાથી, એટલી સ``ાષવૃત્તિ ન હેાય તે પણ વૃત્તિ-સક્ષેપથી તે કરવામાં પણુ નિબળ આત્મા રસત્યાગથી, રસત્યાગ ન કરી શકે તે પણુ પૂર્ણ ભેાજન લેવા છતાં પરીષહેઉપસર્વાં સહુવા, વિહાર–લેચ કરવા, વિગેરે કાયકલેશથી અને કાયકલેશને પણુ ન સહી શકે તે કાયાને અશુભ વ્યાપારાથી રે!કવારૂપ સલીનતાથી પણ તપના આરાધક બને તેવી તેમાં યેાજના છે. આ છ પ્રકારની સાધનામાં ઉત્તરોત્તર· મનના વિજય વધે છે, અનશન કરતાં પણુ વિના પચ્ચક્ખાણું ઊણા ૨હેવામાં મનને વધારે દઢ બનાવવું પડે છે, ઊણા રહેવા કરતાં પણુ છતી વસ્તુને (દ્રવ્યાના) ત્યાગ કરી બને તેટલાં એછાં દ્રવ્યાથી નિર્બંહ (સ‘તેાષ) કરવામાં અને તેથી પણ આગળ વધીને તે દ્રવ્યામાં રસાસક્તિના પરિહાર કરવામાં મનને વધારે દઢ બનાવવું પડે છે, તેથી આગળ વધીને અનાદિ કાળથી કાયાના જે દૃઢ રાગ છે તે રાગને તેાડીને તેને કલેશ-થાક વધે તેવેશ કાયકલેશ સહવામાં અને જે અશુભવ્યાપારા અનાર્દિકાળથી વ્યસનરૂપ બની ગયા છે તેને! ત્યાગ કરવારૂપ સલીનતામાં તે। મનના (આહારના, રસના, અને કાયાના પણ રાગને!) સખ્ત વિજય કરવે! પડે છે. એમ બાહ્ય તપની વિશેષતા અનેક રીતે સમજાય છે.
અભ્યન્તરતપનું પણ વિવિધ રહસ્ય સમજાય છે. એના પણુ છ પ્રકારે! છ અવયવરૂપ છે, છએની પૂર્ણ તાથી (સહયાગથી) અભ્યન્તરતપ સમ્પૂર્ણ (મેાક્ષસાધક) અને છે અને તે છમાં પણ ક્રમિક વિકાસ અથવા કાર્ય-કારણુ ભાવ રહેલા છે, જેમકે-પ્રાયશ્ચિત્ત સેવેલા ઉન્માર્ગના પશ્ચાત્તાપરૂપ છે, જીવને જયાં સુધી
Jain Education International 嘉
For Private & Personal Use Only
www.jainelibrary.org