SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવ્રતોમાં અતિચારે, અતિક્રમાદિનું સ્વરૂપ અને પંચાચાર પાલન વિગેરે) ૩૯૧ સાહાર નિમંતા-મુળમાળ ગામો હો. મેવાડું રૂમ, હિપ તરત જાિ ” થવપરિ–ા-કરૂા. વ્યાખ્યા-“આધાકર્મષથી દૂષિત વસ્તુને આપવા વિનંતિ કરતા દાતારની વિનંતિ સાંભળે તે માટે તૈયારી કરતે યાવત્ ઉપયોગને કાયોત્સર્ગ વિગેરે કરીને જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ દેષ ગણાય, ત્યાં જવા માટે પગલું ભરે ત્યાંથી માંડીને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને પાત્ર ધરે ત્યાં સુધી વ્યતિક્રમ ગણાય, આધાર્મિક વસ્તુ ગ્રહણ કરે અને ઉપલક્ષણથી ગ્રહણ કરીને પાછા ઉપાશ્રયમાં આવે, ગુરૂની સમક્ષ આલોચના કરે, ભેજન માટે બેસીને મુખમાં તે વસ્તુ નાખે (ગળે ઉતારે નહિ) ત્યાં સુધી અતિચાર નામને ત્રીજે દેષ ગણાય અને ગળે ઉતારે ત્યારે ચોથે અનાચાર કર્યો ગણાય. એ પ્રમાણે મૂળગુણામાં અને ઉત્તરગુણેમાં અતિક્રમાદિ દેષની ઘટના સ્વયમેવ કરવી. અહિં આ પ્રમાણે વિવેક કર-મૂલગુણેમાં અતિક્રમાદિ ત્રણ દેશે લાગવાથી ચારિત્રમાં મલિનતા સમજવી, તેથી “આલેચના-પ્રતિક્રમણ’ વિગેરે પ્રાયશ્ચિત્તોથી તેની શુદ્ધિ થઈ શકે, ચોથા અનાચારથી તે ગુણને ભંગ થાય, માટે અનાચાર દેષ લાગે તે એ ગુણની પુનઃ ઉપસ્થાપના કરવી યોગ્ય છે. ઉત્તરગુણોમાં તો અતિક્રમાદિ ચારે ય દોષ લાગવા છતાં ચારિત્રની મલિનતાજ કહી છે, ભંગ કહ્યો નથી,(અર્થાત્ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય) એ મૂલ–ઉત્તરગુણના અતિચારે કહ્યા.૬૬ ર૬૬-અતિચારને સામાન્ય અર્થ “અતિચરણ” અર્થાત્ “મર્યાદાથી આગળ વધવું એવો થાય છે. કોઈ પણ વ્રત-નિયમાદિ જીવનની અમુક મર્યાદારૂપ હોય છે, તે મર્યાદાનું ચોક્કસ પાલન કરવાથી જ વ્રત-નિયમાદિ અનુષ્ઠાને જીવને ગુણવિકાસમાં કે દેશના નાશમાં સહાયક બને છે. લૌકિક જીવનમાં પણ સુખ મેળવવા કે દુઃખથી બચવા માટે વિવિધ મર્યાદાઓનાં બધાને સહર્ષ સ્વીકારનારને “લોકોત્તર (આત્મ)જીવનના વિકાસ માટે વિવિધ મર્યાદા રૂપ વ્રત-નિયમાદિ આવશ્યક છે' એમ સમજવું કઠિન નથી. મર્યાદાને સ્વીકાર જેટલો દુષ્કર છે તેનાથી તેનું પાલન ઘણું દુષ્કર છે, માટે જ વ્રતાદિ સ્વીકાર્યા પછી અનિચ્છાએ પણ અતિચારે લાગવાને સમ્ભવ છે. એ કારણે અમાથએ અતિચારેને ઓળખવા જોઈએ અને તેનાથી બચવા સતત જાગૃતિ કેળવવી જોઈએ. છસ્થ જીવને ઉપગ મૂકવાથી અતિચાર લાગી જાય કે અનાદિ મહાદિની વાસનાથી ઉપયોગપૂર્વક પણ અતિક્રમાદિ સેવાઈ જાય એ અસંમ્ભવિત તે પણ તેની શુદ્ધિ માટે શીઘતયા આલોચનાદિ કરવું જોઈએ. તત્કાલ શુદ્ધિને ઉપાય કરવાથી અદ્ધિ ટળી જાય છે અને વિલમ્બ કરવાથી કે શુદ્ધિ નહિ કરવાથી રોગની જેમ તે ઘાતક નીવડે છે. પ્રાથમિક સામાન્ય રાગની જેમ દેખાવમાં કે માન્યતામાં અતિચારે બહુ નાના-સામાન્યદેષરૂપ હોય છે તે પણ પરિણામે તેનામાં વ્રતાદિને નાશ કરવાની શક્તિ છૂપાએલી હેાય છે. કૃદ્ધિમાં વિલમ્બ થાય કે અતિચારાનું પ્રમાણ વધી જાય તે પછી તેને દૂર કરવા કઠિન બને છે. એ કારણે જ સાધુ અને શ્રાવક ઉભયને એક દિવસમાં બે વાર પ્રતિક્રમણ કરવાનું વિધાન છે, વાસ્તવમાં તે અતિચાર સેવાઈ જાય ત્યારે જ તુર્ત એની શુદ્ધિ કરી લેવી જોઈએ, ઉપરાન્ત પ્રતિક્રમણ કરીને વિશેષ શુદ્ધિ કરવી જોઈએ. અનશન, ઉદરિતા વિગેરે બાહ્યતા છે અને અતિચારેની શુદ્ધિ કરવારૂપ પ્રાયશ્ચિત્ત વિગેરે અભ્યન્તર તપ છે, એ વિચારતાં સમજાશે કે પ્રાયશ્ચિત્ત દુષ્કર છે. માસક્ષપણ જે આકરે તપ કરી શકે, એનાથી પણ શુદ્ધ-વિધિપૂર્વક અતિચારેની શુદ્ધિ થવી દુષ્કર છે, એનું ફળ પણ મહાનું છે. એટલું જ નહિ, અતિચારની શુદ્ધિ વિના સેવેલાં આકરાં પણ અનુષ્કાને આત્માને હિત કરવામાં અસમર્થ બને છે, કેવળ દેહદમનરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy