SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. [ધ સં૦ ભાવ ૨ વિ. ૩–ગાઢ ૧૨૩, ૧૨૪ તાત્પર્યાર્થ એ છે કે-કેઈ રાજસેવક પિતાની સ્ત્રીને મૂકીને દેશાન્તર ગયે, (ઘણા કાળે પાછો ન આવવાથી) તેની સ્ત્રીએ દીક્ષા લીધી, તે પછી તેને પતિ આવીને સ્ત્રીને માગે, ત્યારે તેના સંયમની રક્ષા માટે બીમારી ન હોય તે પણ ઉપાયથી (રેચ વિગેરે આપીને) બીમાર કરે, (કેઈ ઔષધિ-ગુટિકા ખવરાવીને સ્વર અથવા રૂપ-રંગ બદલી નાખે,) વિગેરે ઉપાયે કરે, તેમ છતાં તેને ન છોડે તે તેના પતિને ધન આપીને પણ સાધ્વીને છોડાવવી, અર્થાત્ સંયમની રક્ષા કરવા માટે સેવકની સ્ત્રીને માટે ધનનું પ્રયોજન પડે, તથા કેઈ વ્યાપારી સઘળા કુટુમ્બ સાથે દીક્ષા લેવાની ઇચ્છાવાળે પિતાની હાની ઉમ્મરવાળી દીક્ષા માટે અયોગ્ય પુત્રીને પોતાના કઈ મિત્રને સોંપીને દીક્ષિત થાય, તે પછી તે મિત્ર મરી જાય અને પછી દુષ્કાળ પડતાં તેના પુત્રોને તે પુત્રીના પાલનમાં અનાદર થવાથી, પુત્રી કેઈને ત્યાં દાસી બને, તેવા પ્રસન્ને પુત્રીના દીક્ષિત પિતા જે વિહાર કરતાં કાળાન્તરે ત્યાં જાય, અને એ સઘળી હકીકત જાણીને દીક્ષાર્થી બનેલી (પિતાની) પુત્રીને છોડાવવા માટે તેના માલિકને ઉપદેશ કરે, બીજા પણ શાસ્ત્રીય ઉપાય કરે છતાં તે ન છોડે તે દીક્ષા લેતાં પિોતે જે દ્રવ્ય રાખી મૂક્યું હોય તે ત્યાંથી મંગાવીને તેને આપીને પણ છેડાવે, તેવું ધન ન હોય તે પિતાના પૂર્વાવસ્થાના સંબંધીઓને શોધીને પણ તે પ્રબન્ધ કરાવીને પુત્રીને છોડાવે, એમ દાસત્વમાંથી છોડાવવા ધનનું પ્રયોજન પડે, એ રીતે દુર્ભિક્ષમાં, મ્લેચ્છ કે ચોરના ઉપદ્રવ પ્રસગે કે દેવાદાર વિગેરેને અડગે પણ સ્વયં વિચારી લેવું અહીં સર્વ પ્રસન્ગમાં પરિણામને આશ્રીને અતિચારનું (અનતિચારનું સ્વરૂપ જાણવું. પાંચમા વ્રતના અતિચારે કહ્યા. હવે છÉ વ્રતના અતિચારે કહે છે. मूलम्-" दिनात्तदिनभुक्तादिचतुर्भङ्गयादिरन्तिमे। सर्वेष्वप्येषु विज्ञेया. दोषा वातिक्रमादिभिः ॥१२४॥" મૂળને અર્થ-દિવસે લાવવું અને દિવસે વાપરવું, ઈત્યાદિ ચાર ભાંગ સેવવા વિગેરેથી છેલ્લા(છ)વતમાં અતિચાર લાગે, અથવા સર્વત્રતમાં અતિક્રમાદિથી દોષ (અતિચારે)જાણવા. ટીકાને ભાવાર્થ-(પૂર્વ દિવસે લાવીને રાખી મૂકેલું બીજા દિવસે ખાતાં) સંનિધિ દોષ લાગે, માટે “દિવસે લીધેલું દિવસે વાપરવું વિગેરે ચાર ભાંગાવાળી ચતુર્ભગ્રી સેવવા વિગેરેથી છેલ્લા(છ)વ્રતમાં અતિચારે કહ્યા છે, એમ પ્રસજ્ઞાનુસાર સમજી લેવું. તેમાં પૂર્વ દિવસે લીધેલું બીજા દિવસે વાપરવું તે પહેલે ભાગે, તે દિવસે લીધેલું રાત્રે વાપરવું તે બીજો ભાગ, રાત્રે લીધેલું બીજા દિવસે વાપરવું તે ત્રીજો ભાગો અને રાત્રે લીધેલું રાત્રે વાપરવું તે થે ભાગે. એ ચારે ય ભાંગાથી તથા વિધપરિણામને અનુસરે અતિચારે સમજવા. આદિ શબ્દથી અતિમાત્રાએ (પ્રમાણતિરિક્ત) આહાર લેવો, વિગેરેથી પણ છ£ વ્રતમાં અતિચારો સમજવા. હવે મૂળ ગુણોમાં અને ઉત્તર ગુણોમાં સમાન રીતે દે કેવી રીતે લાગે તે જણાવવા કહે છે કે-કેવળ વ્રતાદિમાં જ નહિ, કિન્તુ સમસ્ત મૂલગુણોમાં અને ઉત્તરગુણમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અથવા અનાચાર દે સમજી લેવા. વ્યવહારભાષ્યમાં આધાકકિદોષને આશ્રીને અતિક્રમાદિનું સ્વરૂપ કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy