________________
૩૮૬
ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩ગા૦ ૧૧૮ વિગેરેથી કાયાને નિશ્ચલ કરવી, અથવા સચાગાના નિરોધ વખતે કાયચેષ્ટાના સર્વથા નિરોધ કરવા તે પહેલી અને ગુરૂને પૂછીને શરીર, સંથારા, ભૂમિ, વિગેરેનું પડિલેહણ-પ્રમાન કરવું, વિગેરે શાસ્ત્રોક્ત ક્રિયાએ કરનારા સાધુને શયન કરવું, બેસવું, વિગેરે કરવાનું કહેલું હાવાથી તે રીતે સુવું, બેસવું, લેવું, મૂકવુ, વિગેરે કાર્યોમાં સ્વચ્છન્દ પ્રવૃત્તિનો ત્યાગ કરીને શરીરથી નિયત ચેષ્ટા (પ્રવૃત્તિ) કરવી તે ખીજી. કહ્યું છે કે—
66
उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः ।
स्थिरीभावः शरीरस्य, काय गुप्तिर्निगद्यते ||४३||
शयनासन निक्षेपादान चङ्क्रमणेषु च ।
स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु साऽपरा ||४४ | | ( योगशास्त्र प्रकाश - १ )
ભાવા ઉપસર્ગ પ્રસગે (તથા તે સિવાય) પણ કાચેાત્સગ કરનારા મુનિને શરીરનુ જે સ્થય તેને કાયગુપ્તિ કહેવાય છે (૪૩). તથા સુવુ, ખેસવુ, મૂકવું, લેવું, ચાલવુ', વિગેરે ક્રિયામાં શરીરની સ્વચ્છંદ ચેષ્ટાને ત્યાગ કરવા તેને બીજી કાયગુપ્તિ કહી છે. (૪૪)૨૬૪ અભિગ્રહા–દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવિષયક ચાર પ્રકારની પ્રતિજ્ઞાઓ કરવી,
૨૬૫
આ ‘(પેઢવિશુદ્ધિ ’વિગેરે ભેદ જણાવ્યા તેનુ' મેાક્ષાથી સાધુએએ પાલન કરવું તે (ચરણ–ચારિત્રનુ` સાધન હોવાથી) ‘કરણ’ અને ભેદો સિત્તેર હોવાથી તેનુ' ‘કરણ સિત્તરી’ નામ છે. પ્રસંગે કરાય તે ‘કરણ' અને સતત કરાય તે ‘ચરણુ’ એમ એમાં ભિન્નતા છે.
કરણસિત્તરીમાં પણ આ પ્રમાણે વિવેક છે-એષણાસમિતિમાં પિંડવિશુદ્ધિ આવી જવા છતાં કરણસિત્તરીના ભેદોમાં પિંડવિશુદ્ધિની પ્રધાનતા જણાવવા તેને જુદી કહી છે.
એમ સાધુના મૂળગુણા અને ઉત્તરગુણા કહ્યા, હવે તે ઉપરાન્ત અતિચારોથી તેનું રક્ષણ કરવારૂપ યતિધર્મ કહે છે કે—એ મૂળગુણેાનુ અને ઉત્તરગુણાનુ અતિચાર રહિત (અતિચારો ન લાગે તેમ) પાલન (રક્ષણ) કરવું તે સાપેક્ષયતિધમ છે એમ વાક્ચસબન્ધ જોડવા. અતિચાર ન લાગે તેમ પાલન કરવા માટે અતિચારાનુ પણ જ્ઞાન આવશ્યક છે, એથી તેને જ કહે છે કેતે સ્વમી ’ અર્થાત્ તે અતિચારે આ (કહીશું તે)પ્રમાણે” શ્રીજિનેશ્વરએ કહેલા છે. દરેક વ્રતના અતિચારાને જુદા કહેવાની ઇચ્છાથી પ્રથમ વ્રતના અતિચારા માટે કહે છે કે૨૬૪–ગુપ્તિએનું મહત્ત્વ વિગેરે, ટીપ્પણી નં. ૨૪૧માં કહ્યું છે તે પ્રમાણે સમજવું.
6
૨૬૫-અભિગ્રહે। મનના એક નિશ્ચય (પ્રણિધાન)રૂપ છે. આવું મનનું મણિધાન આત્મામાં એક વિશિષ્ટ શક્તિ પ્રગટ કરે છે અને તેના બળે દુષ્કર પણુ કાર્યાં સુકર બની જાય છે. કાઇપણુ કાય જે જીવનમાં તે પહેલીવાર જ કરવાનું હાય છે તે! તેને કરવા માટે પ્રથમ નિશ્ચય કરવા પડે છે એ નિશ્ચય જેટલે બળવાન તેટલું તે કા` જલ્દી સિદ્ધ થાય છે માટે અભિગ્રહે। દુષ્કર આરાધના કરવામાં આત્માને વિશિષ્ટ પ્રેરણા આપે છે. લૌકિક કાર્યોંમાં પણ તે તે નિશ્ચય કરનારા જલ્દી સફળ થાય છે એ પ્રાયઃ સહુને અનુભવસિદ્ધ છે. છતાં એના અર્થ એ નથી કે ગમે તેવા મનુષ્ય ગમે તે અભિગ્રહ કરે તે પણ સફળ થાય. ખાક્ષ-અભ્યન્તર ખળાખળના વિચાર કરીને તેને અનુરૂપ નિશ્ચય કરવા તે અહીં અપેક્ષિત છે, અર્થાત્ મનને તે તે આરાધનામાં ઉત્સાહી અને સ્થિર કરવા માટે અભિગ્રહે। આલમ્બનભૂત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org