SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ કરણસિત્તરીમાં બાર પડિમાઓ ] ૩૮૧ બાર પ્રતિમાઓ–પ્રતિમાઓ એટલે ભિન્ન ભિન્ન પ્રકારના અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાઓ સમજવી. તે ૧-એક મહિનાની, બે મહિનાની, ૩-ત્રણ માસની, ૪–ચાર માસની, ૫-પાંચ માસની, ૬-છ માસની, સાત માસની, ૮-૫હેલા સાત અહેરાત્રની, ૯-બીજા સાત અહોરાત્રની, ૧૦ત્રીજા સાત અહોરાત્રની, ૧૧–એક અહોરાત્રની અને ૧૨-એક રાત્રિની, એમ બાર છે. કહ્યું છે કે “मासाइसत्तंता, पढमाबिइतइअसत्तराइदिणा। अहराइ एगराई, भिक्खूपडिमाण बारसगं ॥" प्रतिमापश्चा० ३ ॥ ભાવાર્થ-એકમાસિકી વિગેરે સાતમાસિકી સુધી સાત, પછી પહેલી બીજી ત્રીજી સાત સાત અહોરાત્રની, એક અહોરાત્રની અને એક રાત્રિની, એમ સાધુઓની પડિમાએ બાર છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે–પ્રતિમા અગીકાર કરવા ઈચ્છતે સાધુ પ્રથમ જિનકલ્પિક સાધુની જેમ ગરછમાં રહીને જ (પ્રતિમા પાલનના સામર્થ્ય માટે) પાંચ પ્રકારની તુલના કરે અને એ રીતે યોગ્યતા પ્રગટાવીને પ્રતિમાઓને અગીકાર કરે. તે આ પ્રમાણે "पडिवज्जइ एयाओ, संघयणधिहजुओ महासत्तो। पडिमाउ भाविअप्पा, सम्म गुरुणा अणुण्णाओ ॥४॥ गच्छे च्चिय निम्माओ, जा पुव्वा दस भवे असंपुण्णा । જવમ તરૂવર, હોરુ નો ગુયાદ્ધિામો III” (તિભાવશw) ૬૧ ભાવાર્થ–પ્રથમનાં ત્રણ સઘયણવાળે, ચિત્તની સ્વસ્થતા(સ્થિરતા)રૂપ ધૈર્યવાળે અને મહાસાત્વિક, સભાવનાથી ભાવિતચિત્તવાળા, (અથવા પ્રતિમાની ક્રિયાનો અભ્યાસ કરીને યોગ્ય બનેલો), એવો મુનિ શાસ્ત્રવિધિ પ્રમાણે ગુરૂની આજ્ઞા મેળવીને આ પ્રતિમાઓને અગીકાર કરે. (૪) તે ગ૭માં રહીને જ પ્રતિમાઓના અભ્યાસ માટે આહાર, ઉપધિ, વિગેરેના પરિકર્મમાં પારંગામી (કુશળ–ગ્ય) થએલો હેય. પરિકનું પ્રમાણ આ પ્રમાણે છે-માસિકી, દ્વિમાસિકી, વિગેરે સાતમાં જેનું જેટલું કાળમાન કહ્યું તે પ્રતિમાનું પરિકર્મ પણ તેટલા કાળ સુધી કરવાનું હોય છે, તેમાં પણ આ પ્રતિમાઓને સ્વીકાર અને તેનું પરિકમ વર્ષાકાળે કરી શકાતું નથી. એ રીતે (પરિકર્મ સાથે પહેલી બેમાં છ મહિના લાગે, તેથી) પહેલી બે એક જ આ ભાવનાઓનું સ્થાન અનોખું છે. કોઈ પણ અનુષ્ઠાન ત્યારે જ ધર્મ અનુષ્ઠાનરૂપે આત્માને ઉપકાર કરે છે કે જયારે તેના પ્રાણભૂત આ ભાવનાઓનું બળ આત્મામાં જીવંત હાથ! આ કારણે જ આ ભાવનાઓનાજ એક સ્વરૂપને દર્શાવતા “ભવભાવના” જેવા અનેક ગ્રન્થ જૈન સાહિત્યમાં ૨ચાએલા ઉપલબ્ધ થાય છે. એમ કહી શકાય કે દરેક ધર્માનુષ્ઠાનના પ્રાણભૂત (ધર્મને એક અગભૂત) ભાવધર્મની સાધના માટે આ બાર ભાવનાઓ અતીવ ઉપકારી છે. એમ છતાં પદાર્થની અનિત્યતા વિગેરેનું એકાન્ત લક્ષ્ય બંધાઈ જાય અને એના પરિણામે મત્રી આદિ વ્યવહારો છૂટી જાય તે પણ એકાન્તવાદરૂપે હાનિકર છે, માટે સ્વસ્વપ્રાપ્ત સંયોગાદિના અનુસાર મંત્રી આદિ વ્યવહાર કરનારને અનિત્યતાદિનું જ્ઞાન ઉપકાર કરે છે. ૨૬૧-ધર્મ સંગ્રહની મૂળ પ્રતમાં ગાથાઓ છે તેને અનુસરતી થડા પાઠભેદવાળી ગાથાઓ આવકમાં પ્રતિક્રમણ અધ્યયનની નિર્યુક્તિમાં મળે છે, તે પણ પ્રતિમાપભ્યાશકની ગાથાઓ શુદ્ધ જણાયાથી તે અહીં લીધી છે, તેનો ધર્મ સંગ્રહની ગાથાઓ સાથે કોઈ કાઈ પાઠ ભેદ છે. Jain Education International i For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy