SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ કરણસિત્તરીમાં બાર ભાવનાઓ] ૩૭૯ છે.૫૯એથી (આ દશવિધ ધર્મને અને તેના પ્રરૂપક શ્રીઅરિહતેને જાણ્યા પછી)હિંસામાં હેતુભૂત અને પરસ્પર વિરૂદ્ધ એવા વિચિત્ર ધર્મોને સ્વેચ્છાએ ઉપદેશ કરનારા અન્યદર્શનીઓના સદ્દગતિના વિરોધી બીજા સકળ ધર્મોમાં સુંદરતા કેમ ઘટે? અર્થાત્ ન ઘટે એમ સમજાય છે (૩-૪). તેઓનાં શાસ્ત્રોમાં પણ કઈ કઈ વચનેમાં દયા, સત્ય, વિગેરેનું નિરૂપણ દેખાય છે તેને ૨૫૯–શ્રી જિનેશ્વરએ કહેલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ ચારિત્ર ધર્મ, અથવા દાન, શિયળ, તપ અને ભાવરૂપ ધર્મ, કે ક્ષમા વિગેરે દશ પ્રકારનો ધર્મ જે આત્માને પર્શ કરે છે તેને કલ્પવૃક્ષ, ચિન્તામણરત્ન, કે કામધેનુ જેવા દેવાધિષિત પદાર્થો વિના માગે ઈષ્ટ વૈભવ આપે છે અને અધમી ને તો તે જોવા પણ મળતા નથી. અતિવસલ એ ધર્મ અપાર એવી દુ:ખ સમુદ્રમાં પડતા જીવનું સદા રક્ષણ કરે છે. અગ્નિ તિ ન ફેલાતાં ઊંચે જાય છે અને પવન ઉચે નહિ જતાં તિર્થો વાય છે, તે ધર્મને જ એક પ્રભાવ છે. સમસ્ત વસ્તુના આધારભૂત પૃથ્વી પણ નિરાધાર ટકી રહી છે અને જગતના ઉપકાર માટે ચન્દ્ર-સૂર્ય વિગેરે નિયમિત ઉદય પામે છે, એ સર્વ ધર્મને જ મહિમા છે. વધારે શું ? આખા જગતનું હિત કરનારે ધર્મ એ જ અનાથને નાથ છે, મિત્ર ન હોય તેને મિત્ર છે અને ભાઈના અભાવમાં સારો ભાઈ છે. એ ધર્મનું શરણ સ્વીકારનારને રાક્ષસ, ભૂત, પ્રેત, સર્પ, વાઘ, અગ્નિ, ઝેર, કે એવા કોઈપણ ઉપદ્રવ નડતા નથી, પાપીમાં પાપીને પણ ધર્મ બચાવે છે અને નિરૂપમ એવું સર્વજ્ઞાપણાનું સુખ આપે છે. આ જીવ માત્રનું એકાન્ત હિત કરનારે ધર્મ મિથ્યાષ્ટિ અને સ્વપ્નમાં પણ પ્રાપ્ત થતું નથી. વેદની ઋચાએથી માત્ર કઠશોષણ કરનારા વેદાન્તીએને, ગમેધ, અશ્વમેધ, નરમેધ, આદિ યજ્ઞોમાં ધર્મ મનાવનારા યાજ્ઞિકોને, પરસ્પર વિરૂદ્ધ અને અશ્રદ્ધેય વર્ણનને કરનારા પુરાણીઓને અને વિવિધ યુક્તિઓથી પરદ્રવ્યને લેવામાં તત્પર તથા માટી અને પાણી વિગેરેથી આત્માનું શૌચ ઇચ્છતા સ્માર્ત વિગેરેને આ ઉત્તમ ધર્મનું સ્વરૂપ સમજાતું નથી. કારણ કે તેઓનાં શાસ્ત્રો હિંસા, અસત્ય, અનીતિ અને પરિગ્રહ આદિનાં પિષક છે. એ રીતે રજસ્વલા ધર્મ પૂર્વેજ કન્યાને પરણાવવામાં ધર્મ માનનારા મૈથુનના પ્રરૂપક બ્રાહ્મણે તે બ્રહ્મચર્યને અ૫લાપ કરનારા છે, અર્થને માટે પ્રાણને પણ છોડનારા અને ધર્મને નામે યજમાનનું સર્વ ધન લુંટનારા છે, તેઓને આ ધર્મ કેમ પ્રાપ્ત થાય ? રાત્રી કે દિવસને વિચાર કર્યા વિના ઇચ્છાનુસાર ખાનારા ભક્ષ્યાભર્યાના વિવેક વિનાના સૌતો (બૌદ્ધો) પણ આ ધર્મથી વચ્ચિત છે, વળી સ્વલ્પ પણ અપરાધ થતાં ભક્તને શાપ આપનારા લૌકિક ઋષિઓને તે ક્ષમાને પણ લેશ નથી, જાત્યાદિ મદથી ગર્વિત બનેલા ચારઆશ્રમમાં ધર્મને માનનારાઓને નમ્રતાને લેશ નથી, દંભથી જીવનારા અને બહારથી ધમીને દેખાવ કરનારા પાખંડિએને આર્જવતાને લેશ નથી, અને સ્ત્રી-ઘર-પુત્ર પરિવારરૂપ પરિગ્રહથી ભારેખમ બનેલા ઘરબારી ગુરૂઓને તે સંતોષને લેશ પણ નથી, એમ સર્વ મિથ્યાષ્ટિઓ દષમાં ડૂબેલા હવાથી જિનકથિત ધર્મ તેઓને પ્રાપ્ત થયું જ નથી. રાગ-દ્વેષ અને મોહથી રહિત હોવાથી શ્રી જિનેશ્વરદેવ જે આવા ઉત્તમ ધર્મને ઉપદેશ આપી શકે એ સ્પષ્ટ સમજાય તેવું સત્ય છે. જેઓ રાગ-દ્વેષ કે મોહથી મુંઝાએલા હોય તેઓ કદાપિ સત્ય વસ્તુને પામી શકતા નથી અને બીજાને સત્ય વસ્તુ દર્શાવી શકતા પણ નથી. ઈત્યાદિ ધર્મની સુંદરતાને વિચાર કરવાથી તેના પ્રરૂપક શ્રી અરિહંત દેવે પ્રત્યે કૃતજ્ઞભાવ પ્રગટે છે, ઉપકારી એવા તેઓની સાથે આત્મા સેવકવૃત્તિથી સંબંધ બાંધે છે અને તેની પ્રત્યેક આજ્ઞાનું પાલન કરવામાં ઉતાર્થતાનો અનુભવ કરે છે. એમ આ ભાવનાના ચિન્તનથી શ્રીઅરિહંતાદિ પંચપરમેષ્ટિઓની સાથે સંબંધ બંધાતાં સંસારના સર્વ કલેશે ક્ષય પામે છે અને અરિહંતાદિની અનંત શક્તિઓને સાથ મળવાથી જીવ જિનાજ્ઞાનું નિરતિચાર પાલન કરીને સંસારથી પાર ઉતરે છે, એમ આ ભાવના શ્રીઅરિહંતાદિ પરમેષિઓના ઉપકારને એાળખાવી તેઓ પ્રત્યે કૃતજ્ઞભાવ પ્રગટાવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy