________________
૩૭૮
[ધવ સં૦ ભા૨ વિ. ૩-ગા. ૧૧૮ જન્મ, તેમાં પણ પાંચ ઈન્દ્રિઓની પટુતાવાળું શરીર અને દીર્ઘ આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે (૨). તેનાથી પણ વિશેષ પુણ્યને વેગ (કર્મોની લઘુતા) થતાં શાસ્ત્રોમાં શ્રદ્ધા તથા ઉપદેશક ગુરૂને અને ધર્મશ્રવણને વેગ પણ જીવને પ્રાપ્ત થાય છે, કિન્તુ તત્વના નિશ્ચયરૂપ સમકિત રત્ન પ્રગટ થવું અતીવ દુર્લભ છે (૩). વધારે શું? “રાજ્ય, ચક્રીપણું, કે ઇન્દ્રપણું જેટલું દુર્લભ નથી તેટલું જિનેશ્વરોના વચનમાં યથાર્થપણાની શ્રદ્ધારૂપ બોધિ (સમકિત) દુર્લભ છે” (૪). આજ સુધી ભવભ્રમણ ચાલુ દેખાય છે, માટે (વ્યવહારનયથી) સમજાય તેવું છે કે સર્વ જીએ સર્વ સંગો (ભાવે--અવસ્થાઓ) પૂર્વે અનન્તીવાર પ્રાપ્ત કરેલા છે, માત્ર એક સમકિત (કે તેથી પ્રગટતું આત્મિક સુખ) એને કદી પ્રાપ્ત થયું નથી ૫૮(૫). (ગશાસ્ત્ર પ્ર. ૪, -૧૦૭થી ૧૦૯, આન્તરà.૧-૨).
૧૨-ધર્મકથનની સુંદરતા-શ્રીજિનેશ્વર ભગવતેએ આ એ સુંદર ધર્મ કહ્યો છે કે જેને આશ્રય લેનારે આત્મા નિશે ભવસમુદ્રમાં ભમતું નથી (૧). એ કથનની સુંદરતા એ કારણથી છે કે તેઓએ ૧-સંયમ, ૨-સત્ય, ૩-શૌચ, ૪–બ્રહ્મચર્ય, પ-અપરિગ્રહ, ૬-તપ, ૭–ક્ષમા, ૮-માર્દવ, ૯-ઋજુતા અને ૧૦–સંતેષ, એમ દશ પ્રકારને ધર્મ કહેલ છે (૨). (ગશાસ્ત્ર પ્ર. ૪, કo ૯૨-૯૩). અહીં એ ભાવ છે કે ઉપર પ્રમાણે સંયમ વિગેરે દશ પ્રકારને (સુન્દર) ધર્મ શ્રીજિનેશ્વરએ કહેલો હેવાથી તેઓ સુન્દર ધર્મના કહેનારા છે, તેઓએ કહેલો “દશવિધધર્મ ગુણસ્વરૂપ (અને આત્માને ઉત્તમગુણની પ્રાપ્તિ કરાવે તેવી છે ઇત્યાદિ ધર્મની સ્તુતિ કરવાથી તે દ્વારા તેના પ્રરૂપક શ્રીઅરિહંત ભગવતેની વિશિષ્ટતાનું જ્ઞાન થાય છે, તેઓની શુદ્ધ ઓળખાણ થાય છે અને આ ઉત્તમ ધર્મ કહેનારા હોવાથી તેઓ ખરેખરા અરિહંત છે એ દઢ સદ્ભાવ આત્મામાં પ્રગટે છે. એ જ આ ભાવનાનું મોટું ફળ
૨૫૮-જગતમાં જીવને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને મોક્ષ જેવા ભાવે અતિ દુર્લભ છે, તેમ છતાં બોધિની દુર્લભતા એ સર્વથી વધી જાય છે. જ્ઞાન, ચારિત્ર અને મોક્ષ પણ ત્યાં સુધી જ દુર્લભ છે કે બોધિની પ્રાપ્તિ ન થઈ હેય, બાધિ પ્રાપ્ત થયા પછી તો ચારિત્ર પણ દુર્લભ નથી અને મેક્ષ પણ દુર્લભ નથી, માત્રા અડધા પુદ્ગલપરાવર્તામાં તે અવશ્ય મેક્ષ થાય છે. અનંત પુદ્ગલપરાવર્તી સુધી જન્મ-મરણાદિ કલેશો સહવા છતાં, અનંતી વાર યથાપ્રવૃત્તિકરણદ્વારા કર્મોની સ્થિતિ હળવી કરવા છતાં કંઈક જીવને કઈ વાર જ બેધિબીજ પ્રાપ્ત થાય છે, માટે વસ્તુતઃ તે અતીવ દુર્લભ છે. જીવને અનંતીવાર માનવ ભવ, આર્યદેશ વિગેરે સામગ્રી મળવા છતાં અને તત્ત્વને ઉપદેશ કરનારા જ્ઞાનીઓને વેગ મળવા છતાં, તેમાં વિશ્વાસરૂપ બાધિ આજ સુધી પ્રગટયું જ નહિ માટે તેની રખડપટ્ટી ચાલુ રહી છે. બધિરૂપ તત્વોને વિશ્વાસ પ્રગટવામાં “કુશાસ્ત્રોનું શ્રવણ-વાંચન, મિયાદૃષ્ટિઓને સગ, અનાદિ વિષય કષાયોની વાસના અને તેની સેવારૂપ પ્રમાદ વિગેરે અનેક વિદનો નડે છે, બાધિ વિના પણ જીવ ક્રેડપૂર્વવર્ષ સુધી ચારિત્ર પાળી શકે છે, છતાં તે સફળ થતું નથી. ભલે, ચક્રવતીની રિદ્ધિ મળી હોય પણ બધિ વિના જીવ તે રિદ્ધિને દાસ બનવાથી રંક-ભીખારીની દશાને અનુભવે છે, એથી વિપરીત ભીખારી છતાં જેને બાધિની પ્રાપ્તિ થઈ હોય છે તે ચકવતી કરતાં ય વિશિષ્ટ આનંદ અનુભવે છે. વધારે શું ? વસ્તુતઃ લૌકિક કે લોકોત્તર કોઈ પણ પ્રકારના સુખને સાચો આનંદ બધિ વિના થતો જ નથી. માટે દુર્લભતમ એવું બોધિરત્ન મેળવવા માટે આ ભાવનાનું સતત ચિંતન કરવું જોઈએ, એના સતત ચિંતનથી દુર્લભ પણ બેધિ સુલભ બને છે, એ રીતે આ ભાવના અતિ ઉપકારક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org