________________
કરણસિત્તરીમાં બાર ભાવનાઓ]
૩૭ બાર કહ્યા છે (૪૭). એ બારકલ્પની ઉપર એક રાજમાં ત્રણ નીચેની, ત્રણ મધ્યની અને ત્રણ ઉપરની, એમ (ક્રમશઃ એક એકની ઉપર) કુલ નવ ગ્રેવયકે (કલ્પાતીત અહમિન્દ્રદેવોનાં સ્થાનો) છે (૪૮). તેની ઉપર પાંચ અનુત્તર (છેલ્લાંશ્રેષ્ઠતમ) વિમાને છે, તે અનુક્રમે પૂર્વમાં વિજય, દક્ષિણમાં વિજયન્ત, પશ્ચિમમાં જયન્ત, ઉત્તરમાં અપરાજિત અને મધ્યમાં સર્વથી ઉત્તમ સર્વાર્થસિદ્ધ નામનું વિમાન કહેલું છે (૪૯૫૦). ક્રમશઃ સૌધર્મથી આરંભીને યાવત્ સર્વાર્થસિદ્ધવિમાનવાસી દેવેનું આયુષ્ય, પ્રભાવ, વેશ્યા, અવધિજ્ઞાનની વિશુદ્ધિ, દેહકાન્તિ અને સુખ, વિગેરે ઉત્તરોત્તર અધિક હોય છે (૫૧) અને ઉપર ઉપરના દેવેનું શરીરમાન, ગતિ (શીવ્રતા), ગર્વ અને પરિગ્રહ, વિગેરે ક્રમશઃ હીન હીનતર હોય છે (૫૨). પહેલા બે કલ્પનાં વિમાનો ઘને દધિના આધારે, ત્રીજાચોથા-પાંચમાનાં ઘનવાત(વાયુ)ના આધારે, તેથી ઉપર ત્રણ દેવલોકનાં વાયુ અને ઘને દધિના આધારે અને (૫૩) તેની ઉપરના પ્રત્યેક દેવલોકનાં વિમાને કેવળ આકાશમાં (નિરાધાર) રહેલાં છે. એ ઊર્વલકના વિમાનને આધાર કહ્યો (૫). સર્વાર્થસિદ્ધવિમાનથી બાર એજન ઉચે હીમ જેવી ઉજવળ, ૪૫ લાખ જન લાંબી-પહોળી (મનુષ્ય લોકના જેટલી ગળ), મધ્યમાં આઠ યોજન જાડી, (અંતે માખીની પાંખ જેટલી સૂક્ષ્મ,) શુદ્ધસ્ફટિકની નિર્મળ “ઈષતપાગભારા નામની જેનશાસ્ત્ર પ્રસિદ્ધ સિદ્ધશિલા છે, (અને તેને જાણતા પણ નથી) (૫૫-૫૬). તેની ઉપર ત્રણ ગાઉ પછી ચોથા ગાઉના છઠા ભાગમાં સર્વરોગરહિત સિદ્ધાંતના આત્માઓ) રહેલા છે (૫૭). તે સિદ્ધો સદાય અનત વિજ્ઞાન, અનન્ત સુખ, અનન્ત વીર્ય, સદ્દ(અનન્ત) દર્શનવાળા, શાશ્વત અને લોકના ઉપરના છેડાને સ્પર્શીને પરસ્પર અવગાહના કરીને રહેલા છે (૫૮). આવા લોકસ્વરૂપને વિચારતાં ભવ્યજીવનું મન સંસારના કારણભૂત વિષયોમાં જતું નથી, અન્યાન્ય પદાર્થોના ચિન્તનથી પ્રગટતા જ્ઞાનમાં મસ્ત બનીને ધર્મધ્યાનમાં અતિસ્થિર થાય છે. ૨૫
૧૧-ઓધિદુર્લભભાવના-અનંતા પુદગલપરાવર્તી સુધી નિગોદાદિ યોનિઓમાં જન્મ-મરણ વિગેરેનાં દુઃખોને ભોગવતાં પ્રાણીને (કર્મોની લઘુતારૂપ) પુણ્યથી સ્થાવરપણું મટીને ત્રસપણું અને એ નિર્જરારૂપ પુણ્યની વૃદ્ધિ થતાં કેઈવાર પચ્ચેન્દ્રિય તિર્યષ્યપણું પણ મળે છે (૧). પુનઃ કર્મોને હાસ થવાથી મનુષ્યપણું, કેઈવાર આર્યદેશ, તેમાં ય કઈવાર ઉત્તમ જાતિ(કુળ)માં
૨૫૭-લોકના સ્વરૂપને વિચારવા માટે તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારે કહ્યા છે, કાકાશમાં રહેલાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને દ્રવ્ય, ગુણ અને પર્યાયની અપેક્ષાપૂર્વક વિચાર કરવાથી તે તે દ્રવ્યોના સ્વરૂપને યથાર્થ બોધ થાય છે, એ દ્રવ્યોને તે તે ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરવાથી લોક-અલોક રૂપ ક્ષેત્રને કે ઊગ્ધ, અધે અને તિછલકને બંધ થાય છે, તેને પણ ઉત્સર્પિણી અવસર્પિણી વિગેરે કાળની અપેક્ષાએ વિચાર કરતાં વ્યવહારકાળને તથા વસ્તુના સૈકાલિક પર્યાને વિચાર કરતાં નિશ્ચયકાળને બંધ થાય છે અને એ દ્રવ્ય, ક્ષેત્ર અને કાળના બોધને પામીને જીવમાં પ્રગટતા તે તે ક્ષાપથમિક, ઔપશમિક, ક્ષાયિક, કે ઔદયિક અને પરિણામિક ભાવનો વિચાર કરતાં જીવદ્રવ્યનું યથાર્થ જ્ઞાન થાય છે. આવું આત્મજ્ઞાન થવાથી જીવને કર્મોની વિશિષ્ટ નિર્જરા થાય છે અને પરિણામે મેક્ષ પણ થાય છે. એમ જિનકથિત લોકના સ્વરૂપમાં યથાર્થતાનું ભાન થતાં અતિન્દ્રિય એવા મોક્ષમાર્ગમાં પણ જીવને વિશ્વાસ પ્રગટે છે અને તેથી તેમાં તે પ્રયત્ન કરવા માંડે છે. અર્થાત લેકસ્વરૂપભાવનાના બળે ૫રભાવમાંથી મુક્ત થઈ આત્મા સ્વભાવમાં સ્થિર થઈ શકે છે, ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org