________________
૩૬
[ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૮ વરના પાણી જેવું જ છે (૨૮ થી ૩૨). શ્રીજિનેશ્વરાએ બાકીના સમુદ્રનું પાણી (તજ, તમાલપત્ર, એલચી અને નાગકેસર એ) ચાર સુજાતદ્રવ્ય નાખીને ઉકાળતાં બે ભાગ બળી ગયા પછી ત્રીજો ભાગ બાકી રહે તેવા ઉકાળેલા શેરડીના રસના સ્વાદ જેવું સ્વાદિષ્ટ કહેલું છે (૩૩). સમભૂમિના તળથી (સમભૂતલાથી) ઉંચે સાત નવુ જન જતાં તિષ્ક દેનું અધસ્તલ આવે છે (૩૪). ત્યાંથી ઉંચે દશ યોજન જતાં સૂર્ય, તેનાથી એંશી જન ઉંચે ચન્દ્ર (૩૫) અને તેનાથી ઉપરના વીસ યોજનમાં ગ્રહ (નક્ષત્ર તારા) વિગેરે રહેલા છે. એમ જ્યોતિર્ષિ દેવનું સ્થાન (૭૯૦ થી ૯૦૦ સુધીના) એકસે દશ એજનમાં હોવાથી તે પણ તિથ્યલોકમાં) છે (૩૬). જમ્બુદ્વીપમાં બે ચન્દ્ર અને બે સૂર્ય (સામસામી દિશામાં) ભમે છે, લવણ સમુદ્રમાં ચાર ચન્દ્ર-ચાર સૂર્ય (સામસામા) પરિભ્રમણ કરતા કહેલા છે (૩૭). ધાતકી ખંડમાં બાર ચન્દ્રો બાર સૂર્યો છે અને કાલોદધિમાં બેંતાલીસ ચન્દ્રા બેંતાલીસ સૂર્યો કહ્યા છે (૩૮). પુષ્કરવરાદ્ધ દ્વીપમાં તેર ચન્દ્રો અને તેર સૂર્યો છે, એમ મનુષ્ય લોકમાં (અઢીદ્વીપ બે સમુદ્રમાં મળીને) ૧૩૨ ચંદ્રો અને ૧૩૨ સૂર્યો છે (૩૯). (તે ૬૬-૬૬ સૂર્યો બે બે ચંદ્રની વચ્ચે અને ૬૬-૬૬ ચન્દ્રો પણ બે બે સૂર્યોની વચ્ચે એક પંક્તિમાં સામાસામી ભમે છે.) તે પછી માનુષાર પર્વતની બહાર પચાસ પચાસ હજાર જેજનને આંતરે આંતરે ચન્દ્રો અને સૂર્યો (સ્થિર) રહેલા છે (ચન્દ્રથી ૫૦ હજાર જોજન દૂર સૂર્ય અને સૂર્યથી ૫૦ હજાર જોજન દૂર ચન્દ્ર છે) (૪૦). મનુષ્યક્ષેત્રની બહારના ચન્દ્ર-સૂર્ય મનુષ્યક્ષેત્રાન્તર્ગત ચન્દ્ર-સૂર્યના પ્રમાણથી અડધા માનવાળા છે અને જેમ જેમ દ્વીપસમુદ્રોની પરિધિ પહોળાઈને યોગે વધતી જાય તેમ તેમ સંખ્યામાં ૨૫૬પણ વધતા વધતા થાવત્ છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્ર સુધીમાં અસંખ્યાતા ચંદ્રો અને સૂર્યો છે, ઘટાના જેવા આકારવાળા, શુભ અને મન્દ તેજવાળા તે સઘળા અત્યન્ત સ્થિર રહેલા છે (૪૧-૪૨).
સમભૂમિના તળથી (સમભૂલાથી) ઉચે દોઢરાજ ઉપર દક્ષિણ-ઉત્તરમાં ઘણી જ સંપત્તિ (ઋદ્ધિ) વાળા ૧-સૌધર્મ અને ર-ઇશાન નામના કલ્પિ (વૈમાનિક દેવક) છે(૪૩). (સમભૂતલાથી) અઢીરાજ (સૌધર્મથી એક રાજ) ઉચે દક્ષિણ-ઉત્તરદિશામાં સમાન માપવાળા ૩-સનકુમાર અને ૪-મહેન્દ્ર નામના બે સુંદર દેવલોક છે (૪). (સમભૂતલાથી સાડા ત્રણ રાજ) ઉપર ઊર્વીલોકની મધ્યમાં પ-બ્રહ્મલોક છે, ત્યાંથી (અડધે રાજ) ઉપર ૬-લાન્તક, અને (અડધે રાજ) ઉપર મહાશુક નામને દેવલોક છે (૪૫). (સમભૂલાથી) પાંચ રાજ ઊંચો ૮ સહસ્ત્રાર અને (ત્યાંથી અડધે રાજ) ઉપર ચન્દ્રના જે ગેળ ૯-આણત અને ૧૦ પ્રાણુતનામને દેવલોક છે, તે બેન ઈન્દ્ર એક જ છે (૪૬). છ રાજ ઉંચે એક જ ઈન્દ્રના અધિકારવાળા ૧૧-આરણ અને ૧૨-અશ્રુત નામના બે દેવલોક ચન્દ્રની જેમ ગોળાકાર છે, એમ કુલ કલ્પ (એટલે આચારવાળા દેવલોક) - ૨૫૬-પૂર્વના (અંદરના) અનન્તર દ્વીપ કે સમુદ્રગત ચન્દ્રોની કે સૂર્યોની સંખ્યાને ત્રણે ગુણી તેમાં, તે અનન્તર દ્વીપ કે સમુદ્ર સિવાયના શેષ અંદરના દ્વીપ-સમુદ્રોના ચંદ્રો કે સૂર્યોની સંખ્યા મેળવવાથી ઈષ્ટ દ્વીપ કે સમુદ્રના ચન્દ્ર કે સૂર્યની સંખ્યા આવે. આ મત શ્રી ચન્દ્રમહત્તરાચાર્ય કૃત બૃહત્સંગ્રહણીમાં ગા. ૭૯ માં છે, લઘુક્ષેત્રસમાસમાં પણ એ જ ઉપાય જણાવ્યો છે, એમ છતાં ઉક્ત સંગ્રહણની ગા. ૮૩ થી ૮૫ માં આ વિષયમાં દિગમ્બરીય મત તથા અન્ય મત પણ શું કહે છે તે જણાવેલ છે, તે વિસ્તૃત અને ચર્ચાત્મક હેવાથી અહીં આવ્યું નથી, વિશેષાથી એ ત્યાંથી જોઈ લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org