SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ કરણસિત્તરીમાં બાર ભાવનાઓ]. ૩૫ વિશિષ્ટક, તથા અમિત અને અમિતવાહન, એમ દક્ષિણ-ઉત્તર દિશામાં નવ નિકાયના ૧૮ ઇન્દ્રો મળી કુલ વીસ ભુવનપતિ ઈન્દો સમજવા (૧૦ થી ૧૩). એ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના (છડી દીધેલા) એક હજાર જોજન પિંડમાંથી નીચે ઉપર એકસે એક જન છોડીને મધ્યના આ એજનમાં (૧૪). દક્ષિણ તથા ઉત્તરમાં “પિશાચ વિગેરે આઠ પ્રકારના બળવાન વનચર (વ્યન્તર) નિકાયના દેવનાં નગરો છે (૧૫). તેઓ પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરૂષ, મહેરગ, અને ગન્ધર્વ, એ નામથી આઠ પ્રકારના છે (૧૬). જ્ઞાનીઓએ દક્ષિણ ઉત્તર ભાગમાં રહેલા તેઓના પણ બે બે ઈન્દ્રો અનુક્રમે આ પ્રમાણે કહેલા છે (૧૭). ૧-કાળ અને મહાકાલ, ર-સુરૂપ અને પ્રતિરૂપક, ૩-પૂર્ણભદ્ર અને માણિભદ્ર, ૪-ભીમ અને મહાભીમ, પ-કિન્નર અને કિપુરૂષ, ૬-સપુરૂષ અને મહાપુરૂષ, અતિકાય અને મહાકાય તથા ૮-ગીતરતિ અને ગીતયશા, એમ આઠ નિકાયના સેળ ઇન્દ્રો કહેલા છે (૧૮–૧૯). એ જ પૃથ્વીને છેક ઉપરનો જે સે જન પિંડ શેષ રહ્યો તેમાંથી પણ ઉપર નીચેના દશ દશ જન છોડીને વચ્ચેના એંશી જન પિંડમાં અપ્રજ્ઞપ્તિક (અણુપત્રી) વિગેરે (વ્યસ્તરોથી) અલ્પઋદ્ધિવાળા આઠ વનચરનિકાયો (વાણવ્યંતર દેવો) છે (૨૦-૨૧). અહીં પણ સુંદર કાન્તિવાળા દક્ષિણ-ઉત્તર વિભાગના એક એક એમ પ્રત્યેક નિકાયમાં બે બે (મળી સળ) ઈન્દ્રો છે એમ બુદ્ધિમાનેએ સમજવું (૨૨). (આ વ્યન્તરો અને વાણવ્યન્તરે નીચેના નવસે જેજનમાં રહેલા હોવાથી તિરછલકમાં અને ભુવનપતિ દેવે એક હજાર જેજનથી નીચે હોવાથી અધોલકમાં ગણાય છે. હવે શેષ તિછલોકનું વર્ણન કરે છે કે- એકલાખ યોજન ઊંચા, સુવર્ણમયપિંડવાળા, અને લોકના બરાબર મધ્યભાગમાં રહેલા એવા “મેરૂ' નામના પર્વતને યેગે જેની અન્ય દ્વિપ કરતાં વિશેષતા છે તે આ જમ્બુદ્વીપમાં ભારત વિગેરે સાત વર્ષો (એટલે મનુષ્યક્ષેત્રો) છે, અને તે દરેકની વચ્ચે તેની સીમામાં રહેલા જેની ઉપર શાશ્વત શ્રીજિનમંદિર છે તેવા “હિમવાનું’ વિગેરે છ વર્ષધર પર્વતે છે (૨૩-૨૪). એક લાખ પેજનું પ્રમાણ (પહેળા) આ જમ્બુદ્વીપની પછી (વલયાકારે ચારે તરફ વીંટાએલ) બમણા (બે લાખ યેાજન પહોળાઈના) પ્રમાણવાળા લવણ નામને સમુદ્ર છે, તેની પછી તેનાથી બમણા બમણા વિસ્તાર(પહોળાઈ)વાળા (વલયાકારેઅનુક્રમે ધાતકીખંડ, પછી કાલોદધિ, વિગેરે (એક દ્વીપ પછી એક સમુદ્ર એમ) છેલ્લા સ્વયંભૂરમણ નામના સમુદ્ર સુધી ક્રમશઃ અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રો છે (૨૫-૨૬). એમાંના ચાર સમુદ્રો ભિન્ન ભિન્ન એક એક રસવાળા, ત્રણ પાણીના રસ(સ્વાદ)વાળા અને શેષ સઘળા સમુદ્રો શેરડીના રસ(જેવા પાણી)વાળા કહ્યા છે (ર૭). તેમાં ઉત્તમ જાતિનાં દ્રવ્યોથી બનાવેલી સુંદર મદિરાના સ્વાદ જેવું પાણી “વારૂણીવર' નામના સમુદ્રમાં છે, સારી રીતે ઉકાળેલા અને ખાંડ વિગેરે દ્રવ્યોથી સ્વાદિષ્ટ બનાવેલા દૂધના જેવું સ્વાદુ પાણી “ક્ષીરદધિ સમુદ્રમાં છે. સારી રીતે તપાવેલા (તાવેલા) તાજા ગાયના ઘીના સ્વાદતુલ્ય પાણી “વૃતવર” સમુદ્રમાં છે અને લવણ જેવા ખારા પાણીથી ભરેલો “લવણ સમુદ્ર છે. (અર્થાત્ એ ચાર સમુદ્રોમાં પોતાના નામ પ્રમાણે સ્વાદવાળું પાણી પૂર્ણ ભરેલું છે.) બીજા “કાલેદધિ, પુષ્કરવર અને સ્વયરમણ’ એ ત્રણમાં વરસાદના પાણી જેવા સ્વાદવાળું પાણી છે, કિન્તુ કાલોદધિનું પાણી વર્ણમાં કાળું અને ભારે છે, પુષ્કરવરનું પાણી ફાયદાકારક હલકું અને સ્વચ્છસ્ફટિક જેવું નિર્મળ છે અને સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી પણ પુષ્કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy