________________
Tય પારા
-
-
=
=
૩૭૪
[ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૮ મલિન પણ સુવર્ણ આકરા અગ્નિથી શુદ્ધ થાય છે તેમ તપરૂપ અગ્નિથી જીવ પણ વિશુદ્ધ થાય છે (ગશાસ્ત્ર પ્ર. ૪-૮૮). અહીં બાહ્ય અભ્યત્તર બાર પ્રકારના તપનું ચિંતન સમજવું.૫૫
૧૦–બ્લકસ્વભાવ ભાવના–લેક એટલે જીવો અને જડ એટલે ધર્માસ્તિકાયાદિ ચાર, એમ પાંચ દ્રવ્ય જ્યાં છે તે ક્ષેત્ર, તેને આકાર બે પગ પહોળા કરીને બે હાથ કેડ ઉપર રાખીને ઉભેલા પુરૂષના આકાર જેવો છે અને તે સ્થય, ઉત્પત્તિ તથા નાશધર્મવાળાં ઉપર્યુક્ત પાંચ દ્રવ્યથી પૂર્ણ ભરેલો છે (૧). તેને જિનેશ્વએ ઊર્ધ્વ, અધે અને તિ છે, એમ ત્રણ વિભાગપૂર્વક સમજાવ્યા છે, તેમાં મેરૂ પર્વતની (નીચે) બરાબર વચ્ચે (ગસ્તન આકારે) રહેલા આઠ રૂચક (નામના આકાશ) પ્રદેશથી નવસો જન ઉંચે તથા તેટલું જ નીચે, એમ ૧૮૦૦ એજન ઊર્વ–અ (અને પહોળાઈમાં એકરાજ)પ્રમાણવાળા તિર્પોલોક અનેક વિચિત્ર (જાતિના) પદાર્થોથી ભરેલો છે (૨-૩). તિછોકની ઉપર સાત રજજુ (રાજ) પ્રમાણ ઉંચે ઊદવલેક અને નીચે પણ સાત રજજુ પ્રમાણ (ઉંડે) અધેલોક કહેલો છે (૪). અલકમાં ઘણા અંધકારવાળી “રત્નપ્રભા' વિગેરે (ગોળ) સાત પૃથ્વીઓ ઘોદધિ, ઘનવાત અને તનુવાતથી (નીચે અને બાજુમાં, ઘેરાએલી (વીંટાએલી) છે (૫). ત્યાં નરક-ગતિને પામેલા નારકે તૃષા, ભૂખ, વધ, પ્રહાર, શરીરને ફાડવું–ચીરવું તથા કાપવું, વિગેરે વિવિધ પીડાઓથી સતત દુઃખને ભેગવે છે (૬). તેમાં (
તિલકની નીચેની) પહેલી રત્નપ્રભા પૃથ્વીને પિંડ (જાડાઈ) એકલાખ એંશીહજાર જેજન છે, તેમાં નીચે ઉપર એક એક હજાર જોજન છોડીને વચ્ચેના એકલાખ અઠ્ઠોતેર હજાર જેજના પિંડમાં ભવનપતિદેવનાં ભવને છે, એમ શ્રીજિનેશ્વરેએ કહ્યું છે (—૮). તે ભવનપતિદેવ અસુરકુમાર, નાગકુમાર, તડિતુ કુમાર, સુપ(વ)ર્ણકુમાર, અગ્નિકુમાર, અનિલ(વાયુ)કુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિગકુમાર, એવા નામવાળા દશ પ્રકારના છે (૯). તે બધા દક્ષિણ અને ઉત્તર દિશામાં વિભાગશઃ રહેલા છે, તેમાં દક્ષિણદિશાવાસી અસુરકુમારદેવોના સ્વામી (ઈન્દ્ર) “ચમર નામને અને ઉત્તરદિશાવાસીદેને સ્વામી “બલી' નામને છે. તેની નીચેના નાગકુમાર વિગેરે નવમાં દક્ષિણ–ઉત્તરદિશાવાસી દેના સ્વામિઓ (ઇન્દ્રો) અનુક્રમે આ પ્રમાણે છે—ધરણ અને ભૂતાનન્દ, હરિ અને હરિસહ વેણુદેવ અને વેણુદાલી, અનિશિખ અને અગ્નિમાણવ, વેલમ્બ અને પ્રભન્જન, સુષ અને મહાષ, જલકાન્ત અને જલપ્રભ, પૂર્ણ અને
૨૫૫-નિર્જરા ભાવનાથી પૂર્વે પાર્જિત સત્તામાં પડેલાં કે ઉદયમાં આવેલાં કર્મોને નાશ કરવાના ઉપાયભૂત બાર પ્રકારના તપમાં આદર વધે છે, સમજણ વિના અને ઈચ્છા વિના ભૂતકાળમાં અનંતાં કર્મોને ખપાવ્યાં છે તો પણ સર્વથા કર્મની મુક્તિ થઈ શકી નથી એનું કારણ નિર્જરા ભાવનાના બળને અભાવ છે, જીવને કર્મો ખપાવવાનું વાસ્તવિક જ્ઞાન નહિ હોવાથી એક કર્મ ભાગવતાં નવાં અનેક કર્મો બાંધે છે અને જન્મ-મરણાદિ કલેશાની પરંપરા વધારે છે, માટે જ નિર્જરા ભાવનાનું મહત્ત્વ છે આ ભાવનાના બળથી પ્રેરિત થએલે જીવ કમેને ભાગવી લેવાનું સત્વ કેળવી શકે છે, સમજ અને ઈચ્છાપૂર્વક કર્મોની યાતનાઓને પ્રસન્ન ચિત્તે સહી શકે છે એથી આર્તા–રદ્રધ્યાનથી બચીને ધર્મધ્યાનમાં લીન બનેલો જીવ પરિણામે શુકલધ્યાનનો આશ્રય લઈ સર્વ કર્મોને નાશ કરી શકે છે. આશ્રવભાવનાથી કર્મબન્ધનાં કારણેનું, સંવર ભાવનાથી નવા કર્મ બન્ધને રોકવાનું અને નિર્જરા ભાવનાથી જુનાં કર્મોને તેડવાનું જ્ઞાન અને સામર્થ્ય પ્રગટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org