________________
ભાષાન્તરકાર
હવે આપણે આ ઉદ્દબોધન પૂરું કરવા પૂર્વે આ ગ્રંથના ભાષાન્તરકાર મુનિશ્રીને યાદ કરી લઈએ. પ્રથમ ભાગના ઉદ્દબોધન પૃ. ૧૫ માં આ ભાષાન્તરકારને પરિચય આપીને અમે લખ્યું છે કે-“આ પ્રાણવાન પરિશ્રમ તેઓ બીજા ભાગના ભાષાન્તર માટે પણ કરે એવું જરૂર ઈચ્છીએ.” કહેવાની જરૂર નથી કે પ્રથમ ભાગનું ભાષાન્તર બહાર પડી ગયા પછી તુરત જ તેમણે બીજા ભાગનું ભાષાન્તર લખવાનું કામ હાથમાં લીધું અને આજે તો આખે ગ્રંથ પ્રગટ થવાની તૈયારીમાં છે. આ રીતે પ્રગટ કરેલી ઈચ્છાને સફળ થતી જોઈને મને સૌથી અધિક આનંદ થાય તે સ્વાભાવિક છે. આ ભાષાન્તરના રોયલ આઠ પેજ પ૬ ફર્યા તે આજ પૂર્વે છપાઈ ગયા છે અને એટલા ભાષાન્તરમાં કરેલાં ભિન્ન ભિન્ન ટિપ્પણને આંક ૨૯૦ ને આવ્યા છે. હજુ મૂલ ગ્રંથનાં મુદ્રિત ૩૩ પાનાનું ભાષાન્તર છપાવવાનું પ્રેસમાં ચાલુ છે. આ ઉપરથી આ ભાગનું ભાષાન્તર પણ કેટલું દલદાર-વિશાલકાય થયું છે, તથા તેની પાછળ ભાષાન્તરકાર મુનિશ્રી શંકર વિજયજીને કેટલો અભ્યાસ પૂર્ણ પરિશ્રમ થયે છે, તેને વાંચક પિતે જ ખ્યાલ કરી લેશે. મુનિશ્રીના આ શુભ પરિશ્રમને આપણે ધન્યવાદ આપીએ અને ઈચ્છીએ કે પાઠકે આમાં કેઈ છદ્મસ્થસુલભ ભુલ દેખાય તે તે સુધારીને સારતત્વ ગ્રહણ કરશે. ઉપરના અલ્પ વિવેચનથી આ ભાષાન્તરગ્રંથની ઉપકારશીલતા માટે હવે અમે કંઈ વધારે કહીએ તેના કરતાં ગ્રન્થ પિતે જ તે સારી રીતે કહેશે. મુનિશ્રીની વિનંતિથી મને આ ભાગનું પણ ઉદબોધન લખવાને લાભ મળે તે માટે ખુશી અનુભવું છું. પ્રાન્ત પ્રથમ વિભાગના ઉદબોધનમાં પ્રગટ કરેલી અમારી શુભેચ્છાનું અહીં અમે આ વિષયને લાયક પુનરુચ્ચારણ કરીએ છીએ અને શ્રી જિનવચનથી અન્યથા અમારાથી કંઈ લખાયું હોય તેનું મિથ્યાદુષ્કૃત આપતા વિરમીએ છીએ.
ધર્મમાં કે વ્યવહારમાં મનુષ્ય જે અનેક પ્રકારના વિચાર, વચન કે પ્રવૃત્તિમાં દો સેવતા માલુમ પડે છે, તે નિઃકેવળ તેઓની અજ્ઞાનતાને આભારી છે. તે સૌ સમ્યજ્ઞાન પામે એ માટે જ મહાપુરૂષે ઉત્તમ પ્રકારના સાહિત્યનું સર્જન કરે છે. તે પ્રતિના આ એક ગ્રન્થરત્નને વાચકે આદર કરે, આદર કરીને માનવતાના મંદિરમાં અધ્યાત્મભાવનાના દીવા પ્રગટાવે, તેના પ્રકાશમાં પોતાના જીવનને આદર્શ શ્રમણપણના રંગથી રંગે, રંગીને સ્વ–પરની અભ્યદય તેમજ નિશ્રેિયસની સાધનામાં કદમ કદમ આગળ વધે અને આગળ વધીને વિશ્વતારક શ્રમણ સંસ્કૃતિને વિશ્વમાં જય જયકાર બેલાવે, એ જ શુભેચ્છા.
વીર સં. ૨૪૮૪, વિ. સં. ૨૦૧૪, | જેઠ સુદ ૧ સેમવાર, આ. વિજય દાનસૂરિજ્ઞાનમંદિર--પૌષધશાળા,
કાલુપુરોડ-અમદાવાદ,
પૂજ્યપાદ પરમગુરૂ આચાર્ય ભગવન્ત સિ0 મ૦ ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી ચરણચંચરિક વિજયજબૂરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org