________________
પ્રકાશકીય નિવેદન ધર્મસંગ્રહના આ બીજા ભાગના ભાષાન્તરનું પ્રકાશન કરતાં મને હર્ષ થાય છે, કારણ કે આ ગ્રન્થ સર્વત્ર ખૂબ આવકાર પામ્યો છે. થોડાજ વર્ષમાં પહેલા ભાગના ભાષાન્તરની બે આવૃત્તિઓ પ્રગટ થઈ અને બીજી આવૃત્તિના પણ હવે અલ્પ પુસ્તકે સીલિકમાં રહ્યાં છે. એ રીતે સંભવ છે કે આ બીજા ભાગનું ભાષાન્તર પણ ખૂબ ઉપકારક થશે.
મૂળગ્રન્થનું ભાષાન્તર કરવાનાં કારણો વગેરે પ્રથમ ભાગમાં જણાવેલું હોવાથી અહીં તે એટલું જ કહેવું ઇષ્ટ છે કે પહેલા ભાગની જેમ બીજા ભાગનું પણ ભાષાન્તર જરૂરી હતું. પૂ. મુનિરાજ શ્રીભદ્રકવિજયજીએ એ કામ આરંભ્ય અને આજે તે નિવિદને પૂર્ણ થાય છે.
ગ્રન્થનો વિષય, મહત્વ, ઉપકાર, વગેરે તે પ્રારંભમાં આપેલાં ભૂમિકા, પાફકથન અને ઉધન વાંચવાથી સમજાશે. તે પણ ગ્રંથના બન્ને ભાગોમાં મુખ્યતયા વર્ણવેલી સામાચારીનું મહત્ત્વ શાસનમાં કેટલું છે? તે જાણ્યા વિના મહત્ત્વનું એક અંગ અજ્ઞાત રહે છે. શ્રી જૈન સંઘને ધર્મ સામગ્રી તરીકે મળેલાં જિનમંદિરાદિ સર્વ ધર્મ–સાધન, દાન શીયળ, તપ, ભાવ વગેરે ધર્મ, સામાયિક, પ્રતિક્રમણાદિ સર્વ પ્રકારની ધર્મક્રિયાઓ, પદાર્થોમાં હેય, ય, ઉપાદેયપણાનું અને જન્મથી મરણ પર્યન્તનાં કર્તવ્યનું જ્ઞાન ઇત્યાદિ જે વારસો પૂર્વ પુરૂષો તરફથી મલ્યો છે, તે સામાચારીને અને તેના ગ્રંશેને આભારી છે. સામાચારી એટલે લૌકિક-લોકેત્તર જીવન જીવવાના કાયદા. તેના ગ્રંથ દ્વારા ઉત્તરોત્તર સંઘને તેનું જ્ઞાન વારસામાં આપી શકાય છે. એના આલંબને જ જૈનસંધ ધર્મની અને ધર્મસાધનની સર્વત્ર એકસરખી રક્ષા અને આરાધના કરી-કરાવી શક્યો છે અને તેને પ્રવાહ આજ સુધી અખંડ ચાલી શક્યો છે. પૂર્વ પુરુષોએ વિવિધ કષ્ટો વેઠીને સામાચારીને પાળી-પળાવી છે અને વર્તમાન સંઘનું પણ તેજ કર્તવ્ય છે. રાજકીય કાયદાના પાલનની જેમ ધર્મશાસનના કાયદારૂપ સામાચારીના પાલનમાં શ્રીસંઘ, ધર્મશાસન, અને સર્વનું હિત રહેલું છે. એના આધારે જ ધર્મ અને ધર્મી જીવંત છે. માટે જ સામાચારીના ભંજકને ધર્મઘાતક માની મિથ્યાદષ્ટિ કહ્યો છે (જુઓ પૃ. ૫૦૬). એમ સામાચારીનું પાલન અને તેને ગ્રન્થ સર્વ કેઈનું હિત કરનાર છે. માટે પણ આ પ્રકાશન ઘણું મહત્ત્વનું છે.
પૂજ્ય મહારાજશ્રીએ આવા ઉપયોગી ગ્રન્થનું ભાષાન્તર કરીને શ્રીસંઘને ઉપયોગી સામગ્રી પૂરી પાડી છે. એનો ભવ્ય જીવો યથાશક્ય ઉપયોગ કરશે અને એને પ્રવાહ અખંડ રાખવારૂપે ભાવિ શ્રી સંઘની સેવા દ્વારા આત્મકલ્યાણ સાધશે, એવી આશા રાખવી અસ્થાને નથી.
ગ્રન્થ પ્રકાશનનું સઘળું કામ ઉપાડી લેનાર અમદાવાદ-સુરદાસ શેઠની પોળના રહીશ શા. શાન્તિલાલ ચુનીલાલની જ્ઞાન સેવાને હું કદાપિ ભૂલી શકું તેમ નથી.
જ્ઞાનખાતાની રકમ લઈને છપાવેલા આ ગ્રન્થને ખપી આત્માઓ નિ:સંકોચ મેળવી શકે અને જ્ઞાન ખાતાને પેટ ન જાય, એ કારણે તેની કિંમત રાખવી પડી છે.
પ્રાન્ત આ ગ્રન્થ પ્રકાશનમાં જેઓને પ્રયત્ન છે તે સવ પૂજ્ય ગુરૂવર્યોને વારંવાર વન્દન કરીને શ્રીસંઘની સેવાના કિંચિત મળેલા લાભની અનુમોદના સાથે મારું નિવેદન પૂર્ણ કરું છું. વિ. સં. ૨૦૧૪, શ્રાવણ સુદ ૧૩. |
પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org