________________
ભગવાન શ્રી ઋષભદેવસ્વામિથી છે. પછી તેમાંથી વૈદિક અને બૌદ્ધાદિક વિચાર ધારાઓ કમે ક્રમે નીકળી છે. (જુઓ કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિકૃત ત્રિષષ્ટિ શ૦ પુત્ર ચ૦ પર્વ ૧ લું, વગેરે.) કોઈ પણ દર્શન–પંથ કે મત પિતાની આગવી ગુરૂ સંસ્થા ધરાવ્યા વિના રહી શકતું નથી. ઉદાહરણ તરીકે મુસલમાનેને ફકીર, ખ્રીસ્તીઓને પાદરી, પારસીઓને દસ્તુર, બૌદ્ધોને ભિક્ષુ, વૈદિક હિન્દુઓને ચરક-પરિવ્રાજક-સંન્યાસી-ગેસાઈ વગેરે. આ સૌના આચાર વગેરેનું પ્રતિપાદન કરતા ગ્રંથે પણ પ્રત્યેક મતમાં મોજુદ છે. અહિંસાદિ યમ–નિયમો ઉપર એાછાવધતા અંશે ભાર મૂકાએલો તેમાં પણ જોવાય છે. છતાં પ્રમાણિકપણે જોઈએ તે આરંભપરિગ્રહના ત્યાગપૂર્વક સર્વાગીણ અહિંસા આદિ યમનિયમેનું વિધાન જેનશ્રમણ નિગ્રંથોનું શ્રેષ્ઠ છે. તેનું કારણ સૂક્ષમદષ્ટિથી નિરૂપિત તેમના શાસ્ત્રગ્રંથ છે. વધારે શું ? ચરક-પરિવ્રાજક વગેરે કઈ પણ ભિક્ષાચરને ભિક્ષાદિને અંતરાયપ ડે તે રીતે જૈનશ્રમણને ભિક્ષા લેવાને પણ નિષેધ છે (જુએ. પૃ૦ ૧૦૭ વગેરે). એમ જૈનશાસ્ત્રોમાં અહિંસાની ઘણી જ સૂક્ષમદષ્ટિ ચિંતવી છે. શ્રમણને ઉપકાર–
આ વિશ્વવંદ્ય શ્રમણ-શ્રમણી વર્ગ સર્વ કઈને ઘણો ઉપયોગી છે. મનુષ્યમાં માનવતા, નીતિ, વ્યવહારશુદ્ધિ, સજ્ઞાન, દયા, દાન, સદાચાર, સેવા, વગેરે ઉચ્ચ સંસ્કારોને ઉત્પન્ન કરનારસિંચન કરનાર–પોષણ કરનાર–વૃદ્ધિ કરનાર આ જ વર્ગ છે. સાધુપુરૂષના એક વચન માત્રથી અનેક ભવ્ય મનુષ્યનાં જીવન ધોરણે સુધરી જઈને જે હૃદય પરિવર્તન થાય છે તે રાજકીય હજારે કાયદાઓથી સેંકડો વર્ષે પણ શક્ય નથી. જનતા ઉપર શ્રમણને શું આ જે તે ઉપકાર છે? આના જેવું કારગત ઉત્પાદન જગતમાં બીજુ કયું છે ? અને એનું માર્ગદર્શન કરાવનારા જુગ જુગના દીવા જેવા ગંભીર શાસ્ત્ર-સાહિત્યગ્રંથોનું સર્જન કરી તેને અમર વારસ આપનાર વર્ગ પણ કર્યો છે? કહેવું જ પડશે કે તે જિનશ્રમણ વર્ગ છે. સ્વ. સાક્ષર મોહનલાલ દલીચંદ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસમાં પિતાનું નિવેદન કરતાં પૃ. ૩૨ માં સાચું જ લખે છે કે –
સાહિત્ય સર્જકે પ્રધાનપણે વેતામ્બર સાધુઓ-આચાર્યો-મુનિઓ છે. શ્રી મહાવીરના પ્રવચન-આગમ સાહિત્યની “પંચાંગી છે, તેમાં મૂલ આગમ પર નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અવચૂર્ણિ, ટીકા, વૃત્તિ, વગેરે ઉત્પન્ન કરવા ઉપરાંત તે આગમને અનુલક્ષીને ધાર્મિક ગ્રન્થ તથા સાહિત્ય પ્રદેશમાં વિહરી તે તે વિષયની કાવ્ય, મહાકાવ્ય, નાટક, કથા, કાદંબરી,
વ્યાકરણ, છંદ, કેષ, જ્યોતિષ, ન્યાય, તર્ક, આદિ વિવિધ વિષયેની કૃતિઓ રચનાર તરીકે સંસારત્યાગ કરી શ્રમણ દીક્ષા લઈ ધર્મોપદેશક તરીકે સ્થાને સ્થાને વિહરનાર આચાર્યોને અને તેની શિષ્ય પરંપરાને ઉપકાર મુખ્યપણે છે, કે જે કદી ભૂલી શકાય તેવું નથી.”
આવી મહાઉપકારી અને સમાજના ઉત્થાન–ઉત્કર્ષ તથા અભ્યદય તેમજ નિઃશ્રેયસ માટે અત્યંત જરૂરી જૈનશ્રમણ સંસ્થાને આપણે જેટલી અભિવન્દના સાથે અંજલી આપીએ તેટલી ઓછી છે. એ નિરાબાધ રીતે ચિરંજીવ રહે તે માટે આ ગ્રંથનું વિધાન અતિ ઉપકારક છે આ ઉત્તમ શ્રમણ સંસ્થાને એ દષ્ટિએ જ નિહાળવાને સરકારને પણ ધર્મ છે, એમ કહીએ તે તે ખોટું નથી જ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org