________________
કરણસિત્તરીમાં બાર ભાવનાઓ]
૩૭૧ ૬-અશુચિસ્વભાવના–આ પ્રમાણે ભાવવી-રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ (હાડકાં), મજજા (હાડકાંના પિલાણમાંને ચીકણે ભાગ), શુક્ર, આંતરડાં અને મળ-મૂત્રાદિ, એમ વિવિધ અશુચિઓનું સ્થાન (ધર) જે શરીર છે તે તેનું પવિત્રપણું કેમ હોઈ શકે? (૧). બે નેત્ર, બે નાસિકાઓ, એક મુખ, બે કાન, એક ગુદા અને એક પુલિંલગ, એ નવ (પુરૂષનાં તથા ગર્ભાશય અને બે સ્તન મળીને બાર સ્ત્રીઓનાં) અશુચિનાં દ્વારમાંથી ઝરતા દુર્ગન્ધિમય રસોવાળી કાયામાં પવિત્રતા તે પણ મહજન્ય મોટી ભ્રમણા જ છે.પ(ગશાસ્ત્ર પ્ર. ૪, . ૭૨–૭૩)
–આશ્રવભાવના આ પ્રમાણે ભાવવી-મન વચન અને કાયાનાં કર્મો એટલે વ્યાપારરૂપી વેગો પ્રાણિઓને શુભ-અશુભ કર્મોનું આશ્રવણ” (બન્શન) કરે છે તેથી તેને “આવો કહેવાય છે (૧). તેમાં મિત્રી, પ્રમદ, કરૂણા અને ઉપેક્ષા, એ ચાર ભાવનાઓથી વાસિતચિત્ત શુભ (પુણ્ય) કર્મને તથા તેથી વિપરીત ક્રોધાદિ કષાયથી અને સ્પર્શાદિ ઈન્દ્રિયોના વિષયોથી વશીભૂત(વાસિત)ચિત્ત અશુભ(પાપ)કને જન્મ આપે છેબંધાવે છે (૨). રોગશાસ્ત્ર પ્ર. ૪, શ્લો. ૭૪-૭૫) (કારણુ અન્યત્ર) કહ્યું છે કે-“ સંસારી સર્વ જીવો પ્રત્યે મિત્રી, વિશેષગુણવાનને જાણીને (જોઈને) હર્ષ, અવિનીત (શિક્ષાને અગ્ય) જીવો પ્રત્યે માધ્ય (ઉપેક્ષા) અને દુઃખીઆઓ પ્રત્યે કૃપા (દયા), (૧) એમ સર્વ જીવોની મિત્રી, તે તે જ પ્રત્યે હર્ષ, માધ્યચ્ય અને કરૂણાથી સતત વાસિત કઈ પુણ્યવાનનું ચિત્ત બેંતાલીશ પ્રકારના શુભ (પુણ્ય) કર્મને વિસ્તારે છે. (વધારે છે) (૨). તથા મિથ્યાત્વથી રહિત અને સમ્યગૂ કૃતજ્ઞાનને આધારે બેલાતું વચન શુભકર્મ ઉપાર્જનમાં અને તેથી વિપરીત મિથ્યાત્વ અને અજ્ઞાનને વશ થઈને બેલાતું વચન છે, કોઈ કોઈને સુખ દુઃખ આપી શક્યું નથી, અને તે નિમિત્ત માત્ર છે, જીવ જે પરમાં પિતાપણાની વિકૃત દૃષ્ટિને છોડી દે તો પરપદાર્થના દુઃખે દુઃખી થવાની અનાદિ આપત્તિથી છૂટી જાય, સુખ-દુ:ખનાં સર્જક કર્મો અને તેને ભોગવનારૂં શરીર પણ જે આત્માથી ભિન્ન છે તે શરીરનાં સુખ-દુઃખમાં કે તેની પ્રાપ્તિઅપ્રાપ્તિમાં આત્માને શું લાભ હાનિ છે ?' ઈત્યાદિ સમજાય છે. કર્મોને અને શરીરાદિને અનાદિ બન્ધનરૂપ માની, તેમાંથી આત્માને ભિન્ન કરી દેવાથી મિથ્યાભ્રમ ટળી જાય છે અને પરભાવમાંથી છૂટી સ્વભાવમાં વર્તતી તેની દૃષ્ટિ સત્ય-શદ્ધ માગનું જ્ઞાન કરાવે છે. પછી તે માલિકીના ઘોડાની અને ઘોડાને વેચ્યા પછી પારકો બનતાં તેની સુખ દુઃખની ચિંતામાં કે માલિકીના અને ભાડાના ઘરની સારા નરસાની ચિંતામાં જેવું અંતર હોય છે તેવું અંતર પડે છે, એથી “અહંત્ર અને મમત્વ 'રૂપી જગતને અબ્ધ બનાવનારા મેહના ઝેરને નાશ થાય છે અને ના” “ર મમ” ની દીવ્યદૃષ્ટિ ખૂલતાં સ્વસ્વરૂપના આનંદનો અનુપમ અનુભવ થાય છે. પિતાના ગુણ-દેાષ સિવાય બીજા પદાર્થમાં સુખ દુઃખની ક૯૫ના તૂટી જાય છે, વિગેરે આ ભાવનાના ચિન્તનથી આત્માને અને લાભ થાય છે.
૨૧ર-શરીરના માત્ર ખાધ રૂપ રંગ વિગેરેમાં મૂઢ બનેલો જીવ જ્યારે અશુચિત્ર ભાવનાથી શરીરની વાસ્તવિક ઓળખાણ કરે છે ત્યારે તેની ભેગની આસક્તિ તૂટી જાય છે, એટલું જ નહિ, ભેગને જ સાચા રેગ માને છે, શારીરિક સુખમાં દુ:ખને અનુભવ કરે છે અને શરીરની મમતા છોડીને તેને માત્ર ધર્મનું સાધન બનાવી દે છે, એનું પાલન પોષણ પણ શરીરના રાગથી નહિ પણ ધર્મના રાગથી કરે છે, એથી પરિણામ એ આવે છે કે શરીરના રાગથી શરીરને દુઃખી અને રોગી બનાવવાને બદલે ધર્મના રાગથી શરીર સુખી અને નિરોગી રહે તેવા પ્રયત્નો કરે છે, છતાં શરીરનો રાગ તૂટી જવાથી કર્મથી ભારે થતું નથી, ઈત્યાદિ વિવિધ લાભો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org