SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૨ [ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૮ અશુભકર્મ ઉપાર્જન કરવામાં હેતુ છે એમ સમજવું (૩). સારી રીતે ગુમ એટલે દુષ્ટચેષ્ટાઓથી રહિત જાણુવાળા શરીર વડે જીવ શુભ કર્મને અને સતત આરંભવાળા જીવઘાતક (જયણારહિત) શરીર વડે અશુભકર્મને બાંધે છે (૮). એ ઉપરાન્ત પણ ક્રોધાદિ કષાયે, હાસ્યાદિ કષાય, શબ્દાદિ વિષયે, મન વચન કાયાની પ્રવૃત્તિરૂપ યોગો, “અજ્ઞાનસંશયવિપર્યય-રાગ-દ્વેષ–સ્મૃતિશ–ધર્મમાં અનાદર અને ચંગેનું દુષ્પણિધાન એ આઠ પ્રકારને પ્રમાદ, અવિરતિ (પાપના ત્યાગરૂપ નિયમને અભાવ), મિથ્યાત્વ અને આર્ત-રૌદ્રધ્યાને, એ બધા અશુભકર્મ બન્ધમાં હેતુઓ છે (૫). (ગશાસ્ત્ર પ્ર. ૪, ૭૬૭૭–૭૮) પ્રશ્ન-ઉપર જણાવ્યા તે તે બન્ધના હેતુઓ છે? શ્રીતત્વાર્થસૂત્ર-અધ્યાય ૮-સૂત્ર૧લામાં વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિજીએ પણ કહ્યું છે કે મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાયો અને યોગે, એ સર્વ બંધના હેતુઓ છે, તે તેને આશ્રવભાવનામાં કેમ કહ્યા ? ઉત્તર-તમારું કથન સત્ય છે, કિન્તુ આશ્રવની જેમ બન્ધને પણ પૂર્વ મહર્ષિઓએ ભિન્ન ભાવના તરીકે કહ્યો નથી, આશ્રવ ભાવનામાં કર્મબન્ધને અંતર્ભાવ થઈ જાય છે, કારણ કે વસ્તુતઃ આશ્રવ દ્વારા ગ્રહણ કરેલાં કર્મનાં જે પુદગલો આત્મપ્રદેશોની સાથે બંધાય તેને જ બંધ કહેવાય છે. તત્ત્વાર્થમાં જ (નવમા અધ્યાય-સૂત્ર ૨ માં) કહ્યું છે કે-“(કષાય-પરિણત) જીવ સકષાયપણાથી કર્મોને યોગ્ય પગલેને ગ્રહણ કરે તેને બન્ધ કહેવાય છે. એ કારણે પણ ક– પુદ્ગલોના ગ્રહણમાં હેતુભૂત આશ્રવમાં બન્ધના હેતુઓને પણ જણાવવા તે અપેક્ષાએ ખોટું નથી. પ્રશ્ન-જે એમ છે તે “એ બન્ધના હેતુઓ છે” એમ કહેવું નિરર્થક છે, ઉત્તર-ના, એમ પણ નથી, કારણ કે બન્ધ અને આશ્રવનું એકપણું હેવાથી બન્ધના હેતુઓ એ જ આવના હેતુઓ છે, એમ વિચારતાં સર્વ દેષ ટળી જાય છે. અહીં દરેક કર્મ પ્રકૃતિના જુદા જુદા વિશેષ (હેતુઓ રૂ૫) આશ્રવનું ચિન્તન યેગશાસ્ત્રના (પ્ર. ૪-૦ ૭૮ ના) આન્તરકેથી, અથવા કર્મગ્રન્થાદિ અન્ય શાસ્ત્રોથી સમજી લેવું. ૫૩ ૮-સુંવર ભાવના- સર્વ આશ્રને નિરોધ કરે તેને સંવર' કહ્યો છે, તે દ્રવ્ય અને ભાવ ભેદે બે પ્રકારનો છે (૧). તેમાં આશ્રવ દ્વારા જે કર્મ પુદ્ગલેનું ગ્રહણ થતું હોય તેને છેદ કર (ગ્રહણ થતાં અટકાવવાં) તે દ્રવ્યસંવર અને તેમાં હેતુભૂત સાંસારિક ક્રિયાને (ગોના વ્યાપારને). ત્યાગ તેને ભાવસંવર જાણ (૨). તેમાં કષા, વિષ, વિગેરે જે અશુભ ૨૫૩–જે ઉપરની ભાવનાઓ દ્વારા એ સિદ્ધ છે કે સર્વ દુઃખનું મૂળ કર્મની પરાધીનતા છે, તો તેને તોડવાની પૂર્ણ આવશ્યકતા છે. એ માટે જરૂરી કર્મોનો બંધ કયા કારણથી થાય છે એનું જ્ઞાન આશ્રવ – ભાવનાથી થાય છે, તેમાં પણ શુભ અને અશુભ બે પ્રકારનાં કર્મોનું આત્મા ઉપર કેવું આક્રમણ થાય છે? ઇત્યાદિ કર્મના વિપાકનું જ્ઞાન મળવાથી અશુભ કર્મોને વિજય કરવા પૂરતી શુભ કર્મોની સહાય જરૂરી છે એમ ચિન્તવે છે અને કર્મોથી સર્વથા મુક્તિ માટે શુભ આશ્રનું ઉપાદેયયણું અને અશુભ કર્મોનું હેયપણું છે એમ સ્વતઃ સમજે છે, એથી ચાર-લુંટારા વિગેરેથી રક્ષણ કરવા ચેકીદારની જેમ જીવને પુણ્યાનુબંધી પુણ્યને પક્ષ થાય છે, પરિણામે પાપાનુબંધી પુણ્ય વિગેરેને પ્રતિપક્ષી બની નિયાણ વિગેરેથી રહિત શુભ ધર્મક્રિયાઓમાં કુશળ મનવચન-કાયાને જોડવાની અને અકુશલ મન-વચન-કાયાના વ્યાપારને રોકવાની વૃત્તિ પ્રગટે છે. પરિણામે નવાં અશુભ કર્મોને બબ્ધ ન થાય તે માટે શકય પ્રયત્નો કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy