________________
કરણસિત્તરીમાં બાર ભાવનાઓ]
૩૬૬ જેવી ચપળ છે, સંગે સ્વપ્ન તુલ્ય (અસત્ કલ્પના જેવા) છે અને યૌવન તે મહાવાયુની આંધીમાં ઉડેલા આકડાના રૂની પેઠે ક્ષણમાં અદશ્ય થાય તેવું છે (૩). એમ સદા ય પદાર્થોની અનિત્યતાને વિચારતે જ્ઞાની મનુષ્ય પિતાને પુત્ર મરે તેને પણ અનિત્ય માનીને શેક કરતા નથી અને વસ્તુની નિત્યતાના આગ્રહને વશ થએલો મૂઢ આત્મા ભીંત પડી જાય તે પણ રોવા બેસે છે (. હે જીવ! પ્રાણિઓને કેવળ આ શરીર, ધન, યૌવન, બધુઓ કે સ્વજને વિગેરે જ અનિત્ય નથી, પણ જગતમાં સચેતન કે અચેતન જે કંઈ ઉત્પન્ન થતું દેખાય છે તે સર્વ (ઉત્પત્તિ ધર્મવાળું હોવાથી) અનિત્ય (નાશવંત) છે, એમ પુરૂ કહે છે (૫). એમ તૃષ્ણારૂપી કાળી નાગણને વશ કરવા અને મમતાને તજવા (બુદ્ધિમાન પુરૂષે) સ્થિરચિત્ત પ્રતિક્ષણે જગતનું અનિત્ય સ્વરૂપ ચિંતવવું ૨૪y (૬). (ગશાસ્ત્ર પ્ર. ૪, શ્લોટ પ૭થી૬૦, આન્તર શ્લો૦ ૧૯-૨૦)
- ૨-અશરણભાવના આ પ્રમાણે છે-“સ્વર્ગને ઇન્દ્ર અને પૃથ્વીને માલિક વાસુદેવ વિગેરે પણ જે મરણને શરણ થાય છે તે તે મરણના ભયથી સામાન્ય જીવોને કેણ બચાવે તેમ છે ? અર્થાત્ જીવને કઈ શરણ્ય નથી. “શરણ્ય એટલે બચાવનાર–શરણ કરવા ગ્ય, એમ સમજવું (૧). પિતા, માતા, બહેન, ભાઈ અને પુત્રના દેખતાં પણ નિરાધાર-અશરણુ જીવને કર્મો યમના દરબારમાં લઈ જાય છે, સર્વના દેખતાં જીવ મરે છે તથાપિ કેઈ તેને બચાવી શકતું નથી (૨). મૂઢબુદ્ધિવાળાઓ સ્વકર્મોથી મરતાં પોતાનાં સ્વજનેને શેક કરે છે, કિન્તુ પ્રતિક્ષણ મરણની સન્મુખ ખેંચાઈ રહેલા પિતાના આત્માને શેક કરતા નથી (૩). જંગલમાં મૃગલીના બચ્ચાને કેઈનું શરણું નથી તેમ ખરેખર ! દાવાનળની જવાલાઓથી પણ અતિ ભયંકર દુઃખરૂપ આ સંસારમાં પ્રાણિઓને કોઈનું શરણું નથી૪(૪)” (ગશાસ્ત્ર પ્ર. ૪, શ્લ૦ ૬૧ થી ૬૪)
૩–સંસારભાવના–સંસાર એટલે ભિન્ન ભિન્ન નિઓમાં પુનઃ પુનઃ ઉપજવુંમરવું. તે આ પ્રમાણે છે-“શ્રોત્રિય” વેદને પારંગામી બ્રાહ્મણ) મરીને ચંડાળ થાય છે, જે સ્વામી હોય તે જ પત્તિ એટલે સેવક થાય છે અને બ્રહ્મા મરીને કીડો થાય છે, વિગેરે ખેદની વાત છે કે સંસારી જીવ સંસારરૂપ નાટકશાળામાં નટની જેમ (નવા નવા) વેશને(શરીરને) ધારણ કરીને નાચે છે (૧). કર્મોના સંબધથી ભાડાની કોટડીની જેમ (વારંવાર યોનિઓને બદલતો સંસારી જીવ) એવી કયી
૨૪-અનિત્ય ભાવના ભાવવાથી પદાર્થોની અનિત્યતાનું ભાન થાય છે, તેથી ઈષ્ટ–અનિષ્ટના સંગવિવેગમાં આનંદના કે તેથી વિપરીત વિયોગ-સંયોગમાં કલેશના પરિણામરૂ૫ આધ્યાન-રૌદ્રધ્યાનથી બચીને જીવ નવાં કર્મો બાંધતાં અટકે છે. વધારે શું ? મરણ જેવા ભયને પણ વિજય કરી સમાધિ મરણ પ્રાપ્ત કરી શકે છે અને ઈન્દ્રની કે ચક્રવર્તીની સમ્પત્તિમાં પણ વિરાગી રહી તેને આત્મહિતાર્થે ઉપયોગ કરી શકે છે, ઈત્યાદિ અનિત્યભાવનાના અનેક લાભ છે.
૨૪૮-અશરણ ભાવનાને ભાવતે આત્મા તે ભાવનાજ્ઞાનને બળે કર્મોની રીબામણુથી લાચાર અને દીન બનવાને બદલે સર્વ કેળવી સ્વાશ્રયી બને છે, કમની ગહન યાતનાઓમાંથી પાર ઉતરવાનું લક્ષ્ય બાંધે છે અને કર્મના બંધનથી રીબાતા તેને જગતમાને કોઈ જીવ બચાવવા સમર્થ નથી એમ સમજી કર્મને નાશ કરવામાં કુશળ અને સમર્થ એવા ધર્મને તથા તે ધર્મના ઉપદેશક ગુર્નાદિને એક શરણભૂત માની તેનું શરણ સ્વીકારવા ઉજમાળ બને છે. અર્થપત્તિએ બાહ્ય વિભવ, કુટુમ્બ, કે શરીર વિગેરેને પિતાનું સર્વસ્વ માનવાની ભ્રમણાને તજીને જીવનના આધારભૂત માનેલા તે સર્વની મમતાને છોડે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org