SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ [ધસંભા૨ વિ૦ ૩-ગા૧૧૭ ૬-જ્ઞાનાદિત્રયજેનાથી વસ્તુ (અવસ્તુ) વિગેરેને જાણી શકાય તે મતિજ્ઞાનાદિ પાંચ પ્રકારનું જ્ઞાન, તથા આદિ શદથી સમ્યગદર્શન અને સમ્યગ્રચારિત્ર, એમ ત્રણ સમજવાં. કહ્યું છે કે “વાસગંાશે, ના તત્તરથી તા दसणमेअं चरणं, विरई देसे अ सव्वे अ॥" प्रवचनसारो० ५५९॥ ભાવાર્થ-બાર અગે, ઉપા, વિગેરે જિનકથિત શ્રુત એ જ જ્ઞાન, તત્વરૂપ વસ્તુમાં શ્રદ્ધા કરવી તે દર્શન, અને સાવદ્ય વ્યાપારમાંથી અમુક અંશે કે સર્વથા અટકવું તે ચારિત્ર સમજવું. –તપત્ર(ધાતુઓને અને કર્મોને તપાવે ઈત્યાદિ) જેનું લક્ષણ પૂર્વે જણાવ્યું તે તપ છે બાહ્ય અને છ અભ્યન્તર ભેદથી બાર પ્રકારે છે, તેનું વર્ણન તપના અધિકારમાં વિસ્તારથી કહીશું. ૮-કેધાદિ (ચાર) નિગ્રહ= ક્રોધને અને આદિ શબ્દથી માન, માયા અને તેને નિગ્રહ કરે (તેના ઉદયને નિષ્ફળ કરે), તે ચાર પ્રકારે જાણવા. મનને અગ્નિથી મીણ પીગળે તેમ પીગળાવે છે, પરિણામે વેદની વેદના પ્રગટે છે અને વ્રતને પણ ભંગ થવાનો પ્રસંગ આવે છે, માટે ભીંત વિગેરેના આંતરે પણ જ્યાં સ્ત્રી-પુરૂષ કામક્રીડા કરતાં હોય ત્યાં વસવું નહિ. આ પાંચ વાડો બાધ આક્રમણથી બચવા માટેનાં ઉત્તમ અ લમ્બને છે. છ ભારેલ (ભરસાડા) અમિ ઉપર પૂળા મૂકતાં, કે ઉઘાડતાં પ્રજવલિત થાય, અથવા વર્ષો પહેલાં કરડેલા સર્પનું ઝેર વર્ષો પછી સર્પ કરડવાની સ્મૃતિ કે શંકા થતાં શરીરમાં સંમે, તેમ વર્ષો પહેલાં ભગવેલા ભેગોને યાદ કરવા માત્રથી વિષયનું વિષ વ્યાપક બને છે, પરિણામે વ્રત પાલન દુષ્કર બની જાય છે અને જીવ વ્રતથી પતન પણ પામે છે, માટે પૂર્વે ભગવેલા ભેગેનું સ્મરણ કરવું (થવા દેવું) નહિ. સાતમી વાડમાં–ઘીના ભેજનથી સન્નિપાતને રોગ બેકાબુ બને તેમ સ્વાદિષ્ટ, વિગઈવાળો, કે માદક આહાર લેવાથી ઈન્દ્રિઓના વિકારે વધી જાય છે, તેને કાબૂમાં લેવાની શક્તિ ઘટી જાય છે અને પરિણામે વ્રત ભાગવા સુધીનો પ્રસંગ આવે છે, માટે બ્રહ્મચારીએ સ્વાદુ, વિગઈવાળા કે માદક (કેફી) આહારને ત્યાગ કરવો જોઈએ. આઠમી વાડમાં-શેરના માપવાળા પાત્રમાં દેઢશેર ખીચડી ભરીને ઢાંકણું દેવાથી પાત્ર ભાગે અને ખીચડી નાશ પામે તેમ ભૂખ કરતાં અધિક પ્રમાણ આહાર લેવાથી તે રૂક્ષ હોય તો પણ નિદ્રા વધે, સ્વપ્નમાં બ્રહ્મચર્ય તૂટે અને જાગ્રત અવસ્થામાં પણ વિકારથી વીર્યખલનાદિ થવાથી ભાગે, માટે રૂક્ષ પણ અતિઆહારને વજ. નવમી વાડમાં શરીરની શોભા કરવાથી સુશોભિત બનેલું શરીર અનેક જીવોને વિકારનું કારણ બને છે, ઉપરાન્ત પેતાને પણ તે શાતાગારવાદિથી વિકાર વધે છે અને . પરિણામે બ્રહ્મચર્યરત્ન લૂંટાય છે. જેમ અજ્ઞાન કુંભાર માટીમાંથી મળેલું રત્ન ઘેઈને સાફ કરવાથી ગુમાવ્યું તેમ બ્રહ્મચર્યની કિંમતને નહિ સમજતે જીવ સ્નાન, વિલેપન, તેલ, તાળ, વિગેરેથી શોભા કરે છે કે ઉત્તમ, કે ઉદ્દભટ વેશ પહેરે છે તે તેનું બ્રહ્મચર્યરત્ન લૂંટાય છે. એમ છેલ્લી ચાર વાડા શરીરમાંથી ઉદ્દભવતા આક્રમણમાંથી બચવાના ઉત્તમ આલમ્બને છે, તેનું જ્ઞાનીએાના વચન ઉપર શ્રદ્ધા રાખી નિર્મળ રીતે પાલન કરવાથી આત્માને એકાન્ત લાભ થાય છે. જેમ વિષની પરીક્ષા માટે ખાવાનું સાહસ જીવલેણ બને છે, માટે વડીલોના વચનની શ્રદ્ધાથી વિષને ત્યાગ કરવામાં આવે છે તેમ આ બ્રહ્મચર્ય માટે પણ વાડોના પાલનમાં પ્રયત્ન કરી જોઈએ, તેની વિરૂદ્ધ અખતરા કરવા એ આત્માના શત્રુ બનવા તુલ્ય છે. સહશિક્ષણ અને સ્ત્રીસ્વાતંત્ર્યના અખતરા જગતને ઝેરની જેમ અહિતકર નીવડયા છે, ઈત્યાદિ આનાં દૃષ્ટાન્તરૂપ પ્રત્યક્ષ અનુભવ છે. વસ્તુતઃ જ્ઞાનીઓનાં વચનની પરીક્ષા માટે વિરૂદ્ધ પ્રયત્ન કરવો તે બુદ્ધિની ભયંકર હાંસી છે, એનું પરિણામ વિપરીત આવ્યા વિના રહેતું જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy