________________
ચરણસિરીમાં શેષ બ્રહ્મચર્યની નવ વાડા વિગેરેનું સ્વરૂપ].
૩૬૧ ૪-ઈન્દ્રિઓને અને ઉપલક્ષણથી સ્ત્રીનાં અંગરૂપ સ્તન, કટિભાગ, સાથળ, વિગેરે અવયવોને ફાટે ડોળે (સ્થિર દષ્ટિએ) નહિ જેવા, કારણ કે એ રીતે જોવાથી કામવાસના જાગે છે, આ ઈન્દ્રિઓ નહિ જેવારૂપ ગુપ્તિ સમજવી. પ–ભીંતના અંતરે નહિ રહેવું, અર્થાત જ્યાં ભીંતનું આંતરું હોવા છતાં સ્ત્રી-પુરૂષના વિષયવિકારી શબ્દ (વાત) સંભળાતી હોય તેવા સ્થાને નહિ રહેવું. ૬-પૂર્વીડિત પૂર્વે ગૃહસ્થાવસ્થામાં ભેગવેલા ભેગરૂપ ક્રીડાને યાદ નહિ કરવી. પ્રત એટલે અતિસ્નિગ્ધ (માદક) આહારનો ત્યાગ કરે. ૮-અતિમાત્ર આહાર એટલે રૂક્ષ પણ અધિક નહિ ખાવું, ઉદરી રાખવી, ગળા સુધી ખાવું નહિ, (૧ખે પણ અતિ આહાર વર્જ). ૯–વિભૂષા એટલે સ્નાન, વિલેપન, કે નખ વિગેરેનું સંમાર્જન (કપાવવા), વિગેરે શરીરશેભા માટે નહિ કરવું. એ નવ ગુપ્તિઓ એટલે બ્રહ્મચર્યના રક્ષણના ઉપાયે છે.૨૩
૨૩૯-બ્રહ્મચર્યના રક્ષણ માટે શાસ્ત્રમાં નવ વાડ કહેલી છે, કારણ કે અનાદિ વિષયવાસનાથી વાસિત વેદના ઉદયવાળા જીવને બ્રહ્મચર્યનું રક્ષણ અતીવ દુષ્કર છે. શાસ્ત્રમાં પણ કર્મોમાં મેહનીય કમ, ઈન્દ્રિયામાં રસનેન્દ્રિય, વ્રતમાં બ્રહ્મચર્યવ્રત અને મુસ્તિઓમાં મનોગુપ્તિ, એ ચારને વિજય કર અતિદુષ્કર કહ્યો છે. શહેરની રક્ષા માટે કિલ્લાની અને ખેતરના રક્ષણ માટે વાડની જેમ તેનાથી પણ કંઈ ગુણી જરૂર બ્રહ્મચર્યના રક્ષણ માટે નવ વાડાની છે. આ નવ પિકી પહેલી પાંચ વડે બાધઆક્રમણથી અને છેટલી ચાર વડે અભ્યન્તર આક્રમણથી બ્રહ્મચર્યની રક્ષા કરે છે, એમ ઉભય આક્રમણેથી બચવા તેનું પાલન અતીવ આવશ્યક છે. વ્રતોના અધિકારમાં (૨૩૦ નંબરની ટીપ્પણીમાં) જણાવ્યા પ્રમાણે બ્રહ્મચર્યનું મહત્ત્વ સમજ્યા પછી આ વાડનું મહત્ત્વ તેથી પણ અધિક છે એમ સમજાયા વિના રહે તેમ નથી. શાસ્ત્રમાં વાડનું મહત્ત્વ એ રીતે જણાવ્યું છે કે પહેલી વાડમાં જે મકાનમાં બિલાડાને વાસ હોય ત્યાં રહેલા ઉંદરોનું જીવન જેટલું જોખમમાં હોય, તેથી વધારે જોખમમાં જ્યાં સ્ત્રી-પશુ કે પંડકાદિ હોય ત્યાં પુરૂષનું બ્રહ્મચર્ય હાય, (ધર્મના વર્ણનમાં પુરૂષનું પ્રાધાન્ય હોવાથી અહીં પુરૂષ
પુરનું માથા ઉપવાથી અહી પુરૂષને ઉછાને વર્ણન કર્યું છે તે પણ અર્થપત્તિએ જ્યાં પુરૂષ વસતા હોય ત્યાં સ્ત્રીનું બ્રહ્મચર્ય પણ તેટલું જ જોખમમાં સમજવું. એમ સર્વ વાડામાં પ્રતિપક્ષે સ્ત્રી માટે પણ સમજી લેવું.) માટે વૃક્ષની ડાળે બેઠેલે વાનર, બિલાડાને દેખીને પીંજરામાં રહેલો પોપટ, કે માથે જળપાત્ર પૈપાડીને ચાલતી સ્ત્રી, વિગેરે જેટલો ઉપયોગ રાખે તેટલો ઉપયોગ બહ્મચારીએ સ્ત્રી-પશુ-પંડકાદિ જયાં હોય ત્યાં રાખવું જોઇએ. બીજી વાડમાં આકાશમાં વાદળની ગર્જના સાંભળીને જેમ હડકવા ઉછળ, દૂરથી પણ લીમ્બુને જોઈને ખટાશથી દાંત ગળે, કે પવનના તેફાનથી ક્ષે ઉખડી પડે તેમ સ્ત્રીને શબ્દ માત્ર સાંભળીને કામની પીડા વધે છે, માટે રાગ પૂર્વક સ્ત્રીના શબ્દો સાંભળવાનું, તેનું વર્ણન કરવાનું, કે તેની સાથે) વાત કરવાનું, વિગેરે બ્રહ્મચારીએ તજવું. જોઈએ. ત્રીજી વાડમાં કેળા નામના ફળની વાસથી જેમ કણકને વાફ (ચીકાશ) નાશ પામે, અથવા કેઢ વિગેરેના કે તેની હવાના સ્પર્શ માત્રથી કોઢ વિગેરે રોગો થાય તેમ સ્ત્રીએ વાપરેલાં આસન, શયન,
» પDયા વિગેરે વાપરવાથી તેને લાગેલા સ્ત્રીના પરમાણુના સ્પર્શથી પુરૂષનું બ્રહ્મચર્ય બગડે. માટે સ્ત્રીએ કે પુરૂષે વાપરેલાં આસનાદિને પરસ્પર વજેવાં. ચોથી વાડમાં સૂર્યની સામે જેવાથી જેમ નેત્રોનું તેજ હણાય તેમ સ્ત્રીનાં અંગેપાંગાદિ અવયને સરગદૃષ્ટિએ જોવાથી બ્રહ્મચર્ય ઘવાય છે, એક વાર જોયા પછી વારંવાર જોવાની ઈચ્છા થાય છે, પરિણામે મોહને વિકાર વધે છે અને આખરે વ્રતભંગ થવાને પ્રસંગ આવે છે, માટે સ્ત્રીનાં મુખ, સ્તન, જઘન, આદિ વિકારક અવયને સરાગ દષ્ટિએ જેવા નહિ, પાંચમી વાડમાં-ભીંત વિગેરેના આંતરે રહેલાં સ્ત્રી-પુરૂષના કીડા પ્રસંગને સંભળાતા કંકણદિના, હાસ્ય-રુદનના, કે હાવ-ભાવના, વિગેરે શબ્દ પુરૂષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org