________________
૩૬૦
[ધ, સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૭ વિગેરે પ્રસોમાં તેમની રક્ષા-સેવા વિગેરે કરવી તે વૈયાવરચ (દશ પ્રકારે) સમજવી.૨૩૮ પ-બ્રહ્મચર્યની ગુપ્તિએ બ્રહ્મચર્યની રક્ષાના ઉપાય. તે આ પ્રમાણે નવ છે–
“વહિનિસિન્નિજિા, છેતરપુરાઝિg(૫)ગિg .
अइमायाहारविभूसणाई, नव बंभगुत्तीओ ॥५५८॥" (प्रवचनसारो०)। વ્યાખ્યા-બ્રહ્મચારીએ સ્ત્રી-પશુ કે પંડક ( નપુંસક) હેય તેવા સ્થાને નહિ રહેવું તે ૧-વસહિ, એનાં કારણે વિગેરે વિસ્તાર પૂર્વે ૨૫ ભાવનાઓના વર્ણનમાં જણાવ્યું છે. કેવળ સ્ત્રીઓને એકલા સાધુએ ધર્મ દેશના રૂપે વાક્ય રચના અર્થાત્ કથા નહિ સંભળાવવી, અથવા સ્ત્રીઓનાં રૂપ, રંગ, વિગેરેની વાત નહિ કરવી તે ર-કથાત્યાગ, આસન ત્યાગ, અર્થાત્ સ્ત્રીઓની સાથે એક આસને નહિ બેસવું, કારણ કે સ્ત્રીએ વાપરેલા આસને બેસવાથી પુરૂષને ચિત્તમાં વિકાર થવાને સમ્ભવ છે. સ્ત્રીઓએ પણ પુરૂષે વાપરેલા આસને ત્રણ પ્રહર સુધી નહિ બેસવું તે ૩-નિષદ્યા ગુપ્તિ સમજવી. કહ્યું છે કે –
"पुरिसासणे तु इत्थी, जामतिअं जाव नो व उवविसइ ।
इत्थीइ आसणंमी, वज्जेअव्वा नरेण दो घडिआ ॥१॥" ભાવાર્થ–પુરૂષે વાપરેલા આસને સ્ત્રીએ ત્રણ પ્રહર સુધી નહિ બેસવું અને સ્ત્રીએ વાપરેલા આસને બેસવામાં પુરૂષે બે ઘડીને ત્યાગ કરે. અર્થાત્ બે ઘડી પહેલાં નહિ બેસવું. - ૨૩૮-વૈયાવચ્ચ-એ વિનયના ફળ સ્વરૂપ છે, ગુણ-ગુણી પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ તેને વિનય કહીએ તે તે ગુણ-ગુણની પૂજા-સેવાને વૈયાવચ્ચ કહેવાય. વૈયાવચ્ચને અર્થ કેવળ કાર્ય કરી આપવું” એટલો ટુંકે નથી, કિન્તુ શાસ્ત્રના વિધિ-નિષેધેને ખ્યાલ રાખવા પૂર્વક ગુણવાન પ્રત્યે બહુમાન પ્રગટાવીને તેના ગુણાની વૃદ્ધિ થાય તે રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રીને તેનાં સંયમનાં કાર્યોમાં પોતાની તે તે પ્રાપ્તશક્તિને યથાયોગ્ય ઉપયોગ કરે તે વૈયાવચ્ચ છે. આવી યુદ્ધ નિષ્ઠાથી પિતાના આત્મહિત માટે કરાતી વૈયાવચ્ચથી શાસનની પણ અપૂર્વ પ્રભાવના થાય છે, તપ, જ્ઞાન, વ્યાખ્યાન,વિધા, મંત્ર, કે બીજાં પણ શાસનપ્રભાવનાનાં અો વિનય, વૈયાવચ્ચ પૂર્વક જ શાસનપ્રભાવના કરે છે, અન્યથા હીરે માનીને રાખેલ હીરાથી પણ દેદીપ્યમાન કાચ અવસરે જીવને પગી નહિ બનતાં આબરૂની પણ હાનિ કરાવે તેમ શાસનપ્રભાવક અગેને માટે પણ સમજવું. અર્થાત્ વિનય, વૈયાવચ્ચ પૂર્વકનાં શાસન પ્રભાવનાનાં અગે આત્માને અને શાસનને પણ ઉપકાર કરે છે. સંયમીની (ગુણવાની) વૈયાવચ્ચ કરનારને પણ પિતાના તે તે ગુણેનું (સંયમનું) આવરણ કરનારા કર્મો તૂટે છે, પરિણામે પોતે ગુણવાન બની અંતિમ શાશ્વત સુખને ભેગી બને છે. તેથી વિપરીત મનસ્વીપણે કરેલું કાર્ય તે ગુણગુણુની નહિ, પણ મનની સેવા (ઈચ્છાની પૂર્તિ) રૂ૫ હેવાથી અને કેટલીક વાર તો એવી વૈયાવચ્ચ હામાં ઉ૫કારીને (ગુણીને) અપ્રસન્ન કરતી હોવાથી વિપરીત ફળ આપે છે. તોપદેશથી ય વૈયાવચ્ચનું
રે છે, કારણ કે તસ્વનિરૂપણ વિશિષ્ટ બુદ્ધિવાળા તરૂચિ જીવને જ પ્રભાવિત કરે છે અને સર્વકાળમાં બાળબુદ્ધિ અને મધ્યમબુધ્ધિ જીવનું પ્રમાણ વધારે હોય છે, તેઓને પ્રભાવિત કરવામાં તત્ત્વનિરૂપણ સફળ થતું નથી, કિન્તુવિનય, વૈયાવચ્ચ વિગેરે બાહ્ય આચરણે જોઈને તેઓ પ્રભાવિત થાય છે, માટે શાસ્ત્રમાં વૈયાવચ્ચને વિશિષ્ટ ગુણ તરીકે વખાણ્યો છે, આ વૈયાવચ્ચના સાચા લાભને પણ ઉત્તમ જ્ઞાનીઓ જ સમજી શકે છે, અને તેથી જ તેઓ ઉચિત વૈયાવચ્ચ કરવાનું ચૂકતા નથી. આ હકિકતને નિમન્ત્રણ સામાચારીમાં (ટીપ નં. ૨૦૦ માં) સામાચારી પ્રકરણના આધારે જણાવી પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org